November 23, 2024
HDFC બેન્કે બેંકિંગ સુવિધાથી વંચિત ગ્રામ્ય કેન્દ્રોમાં વીએલઈ સંચાલિત 60 બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા

HDFC બેન્કે બેંકિંગ સુવિધાથી વંચિત ગ્રામ્ય કેન્દ્રોમાં વીએલઈ સંચાલિત 60 બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકે ભારતમાં રિઝર્વ બેન્ક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલા બેંકિંગ સુવિધાઓથી વંચિત ગ્રાન્ય કેન્દ્રો (યુઆરસી)માં 60 બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા છે. આ નવા આઉટલેટોને પરિણામે હવે બેંકનું URC નેટવર્ક 5,020 આઉટલેટ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, બેંકના બીસી એજન્ટનું 34% નેટવર્ક હાલમાં દેશના 10,602 ગામોમાં ઔપચારિક નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડી રહ્યું છે.

HDFC બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગ-નોર્થ, ઇસ્ટ અને સેન્ટ્રલ, એબીસીપી અને રીટેઇલ એફએક્સના ગ્રૂપ હેડ સ્મિતા ભગતે જણાવ્યું કે,HDFC બેંક દેશના સૌથી અંતરિયાળ વિસ્તારમાં પણ નાણાકીય સમાવેશન કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. અમારા બીસી નેટવર્કનો એક નોંધપાત્ર હિસ્સો (લગભગ 34%) આરબીઆઈ દ્વારા અધિસૂચિત કરવામાં આવેલા બેંકિંગ સેવાઓથી વંચિત ગ્રામ્ય કેન્દ્રો (યુઆરસી)માં સંચાલન કરે છે. અમારો ઉદ્દેશ્ય આ સમુદાયોનું સશક્તિકરણ કરવાનો તથા એઇપીએસ ટ્રાન્ઝેક્શન્સ, થાપણની સેવાઓ, સરકાર દ્વારા સમર્થિત વીમાઓ અને ધીરાણની સુવિધાઓની પહોંચ વગેરે જેવા મહત્ત્વના નાણાકીય ઉપાયો પૂરાં પાડીને સરકારના નાણાકીય સમાવેશનના એજન્ડામાં યોગદાન આપવાનો છે.

કેન્દ્રની વિગતોઃ

રાજ્ય  કેન્દ્રોની સંખ્યા
અસમ અને બાકીનો પૂર્વોત્તરનો વિસ્તાર 7
છત્તીસગઢ 8
મધ્ય પ્રદેશ 2
ઝારખંડ 6
બિહાર 6
તેલંગણા અને આંધ્ર પ્રદેશ 10
ઓડિશા 10
કેરળ 11
કુલ 60

સીએસસીના એમડી સંજય રાકેશે સૂચવ્યું હતું કે, બેંકે બીસી સેન્ટરો ખાતે ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓની વૈવિધ્યસભર રેન્જને રજૂ કરવા અંગે વિચારવું જોઇએ. આ વ્યૂહાત્મક પગલાંનો ઉદ્દેશ્ય કેચમેન્ટ એરીયામાં ગ્રાહકોને સીધી જ આ વ્યાપક બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. વધુમાં શ્રી રાકેશએ યુઆરસી સ્થળો ખાતે બીસી તરીકે કામ કરતાં વીએલઈને સલાહ આપી હતી કે, તેમણે સ્થાનિક ગ્રાહકોને સંબંધિત નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડીને એચડીએફસી બેંક અને સીએસસીની સહભાગીદારી મારફતે તેમની આવક રળવાની ક્ષમતાને મહત્તમ સ્તરે લઈ જવી જોઇએ.

સીએસસી eGov સાથેના સહયોગમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. તે માઇક્રો-આંત્રપ્રેન્યોર્સ તરીકે કામ કરતાં વિલેજ-લેવલ આંત્રપ્રેન્યોર્સ (વીએલઈ)ના ફીઝિકલ સેન્ટરો મારફતે છેવાડાના માનવી સુધી ખૂબ જ જરૂરી બેંકિંગ સેવાઓને સીધી પહોંચાડશે, જેના પરિણામે વંચિત પ્રદેશોમાં રહેતા સમુદાયોનું સશક્તિકરણ થશે.