December 3, 2024
ટ્રસ્ટ ફિનટેકનો પબ્લિક ઇશ્યૂ 26 માર્ચે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 95-101 નક્કી કરવામાં આવી

ટ્રસ્ટ ફિનટેકનો પબ્લિક ઇશ્યૂ 26 માર્ચે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 95-101 નક્કી કરવામાં આવી

બિઝનેસ ખબરી, અમદાવાદ:

SaaS પ્રોડક્ટ કેન્દ્રિત ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સના અગ્રણી પ્રોવાઇડર ટ્રસ્ટ ફિનટેક લિમિટેડે જાહેર કર્યું છે કે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન શુક્રવાર, 22 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 63.45 કરોડ (અપર બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 95થી રૂ. 101 નિર્ધારિત કરાયો છે તથા લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર્સનો રહેશે.

નાગપુરની કંપનીના આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતનો 62,82,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. તેમાં 3.18 લાખ ઇક્વિટી શેર્સ માર્કેટ મેકર, 8.95 લાખ ઇક્વિટી શેર્સ એચએનઆઇ, 11.92 લાખ ઇક્વિટી શેર્સ ક્યુઆઇબી અને 20.88 લાખ ઇક્વિટી શેર્સ રિટેઇલ (આરઆઇઆઇ) પોર્શન માટે અનામત રખાયા છે.

આરએચપી પ્રમાણે કંપની આઈપીઓ મારફતે એકત્રિત થનારા ભંડોળનો ઉપયોગ નાગપુરમાં મિહાન એસઈઝેડ ખાતે નવી સુવિધા વિકસાવવા, હાર્ડવેરને લગતી પ્રક્રિયા કરવા તથા આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા, વર્તમાન ઉત્પાદનોને વધારવા, જાળવણી કરવા, અપગ્રેડ કરવા, તેના વૈશ્વિક તથા સ્થાનિક બિઝનેસના ડેવલપમેન્ટને ભંડોળ પૂરું પાડવા, સેલ્સ, માર્કેટિંગ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂરા કરવા માટે થશે.

ટ્રસ્ટ ફિનટેકની હેમંત ચાફલે, હેરમ્બા રામકૃષ્ણ, મંદાર કિશોર દેવ દ્વારા એકીકૃત બેન્કિંગ તથા ફાયનાન્સિયલ ઈકો-સિસ્ટમ માટે સુરક્ષિત કોર બેન્કિંગ સોલ્યુશન તથા વિશ્વ સ્તરની ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કંપની છેલ્લા 25 વર્ષમાં  વિકસિત કરવામાં આવેલ છે, પોતાના વર્તમાન બિઝનેસ મોડલ તથા ઉત્પાદન મોડલ તથા પ્રોડક્ટ વર્ઝન અપનાવી રહ્યા છે. નાણાકીય નિવેદનો ફરી રજૂ કરવામાં આવ્યા પ્રમાણે ટ્રસ્ટ ફિનટેકે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન રૂ. 18.82 કરોડની આવક અને રૂ. 7.27 કરોડનો નફો (પીએટી) નોંધાવેલ છે. નાણાકીય વર્ષ 2022-23માં તેણે રૂ. 22.54 કરોડની આવક અને રૂ. 4.02 કરોડ પીએટી નોંધાવ્યો હતો.