બિઝનેસ ખબર, અમદાવાદ:
એચડીએફસી બેંક અને ટીડી બેંક ગ્રૂપ (TD)એ કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને સપોર્ટ પૂરો પાડવા માટે તેમની વચ્ચેના સંબંધોને વિસ્તારવાની જાહેરાત કરી હતી. આ કરારની સાથે જ ટીડી બેંક અને એચડીએફસી બેંકે એક નવા રેફરલ પ્રોગ્રામની જાહેરાત પણ કરી હતી. એચડીએફસી બેંક કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને ટીડી બેંકના ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ જીઆઇસી પ્રોગ્રામ માટે રીફર કરશે, જેની મદદથી વિદ્યાર્થીઓ કેનેડા સરકારના સ્ટુડેન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) સ્ટડી પર્મિટ પાથવેનું સરળતાથી પાલન કરી શકશે. આ રેફરલ પાર્ટનર્શિપ બંને બેંકો વચ્ચેના વર્તમાન સંબંધો પર થઈ આધાર રાખીને થઈ છે, જેમાં ટીડી બેંક કેનેડિયન ડૉલર ક્લીયરિંગ માટે વર્ષ 2015થી એચડીએફસી બેંકના મુખ્ય કૉરેસ્પોન્ડેન્ટ બેંકિંગ પાર્ટનર તરીકે સેવા આપી રહી છે.
એચડીએફસી બેંકના રીટેલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ એસ. સંપત કુમારે જણાવ્યું હતું કે, અમારું ફૉકસ ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટેની પ્રક્રિયામાં મદદરૂપ થવા પર છે. કેનેડા એ એક અગ્રણી એજ્યુકેશન માર્કેટ છે અને ટીડી બેંક સાથેના અમારા સંબંધનો ઉદ્દેશ્ય કેનેડામાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ અને નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઈ)એ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
ઝડપથી સ્ટડી પર્મિટ મેળવવા માટેની કેનેડા સરકારની જરૂરિયાતોના ભાગ રૂપે વિદ્યાર્થીઓએ નાણાકીય સપોર્ટનો પુરાવો પૂરો પાડવાનો રહે છે અને આ જરૂરિયાતને પાર્ટિસિપેટિંગ કેનેડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન પાસેથી ગેરેન્ટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી) દ્વારા પૂરી કરી શકાય છે. ટીડી ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ જીઆઇસી પ્રોગ્રામની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે, તે વિદ્યાર્થીઓને ડિજિટલ રીતે ખાતા ખોલાવવામાં તથા તેમને તેમના સ્ટડી વિઝા અને નિર્વાહખર્ચની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થાય.
એચડીએફસી બેંકના રીટેલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ સુશ્રી સ્મિતા ભગતે જણાવ્યું હતું કે, કેનેડામાં અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓને તેમની સ્ટડી પર્મિટની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થઈ શકાય તે માટે આ સહયોગ સાધવામાં આવ્યો છે. આ વિશિષ્ટ પ્રકારે તૈયાર કરવામાં આવેલો પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરતી વખતે તેમના રહેવાના અનુભવને સુધારવા માટે નાણાકીય લાભની વ્યાપક રેન્જ પણ પૂરી પાડે છે.
વર્ષ 2023માં 4,25,000થી વધારે ભારતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં એક્ટિવ સ્ટડી પર્મિટ ધરાવતા હતા, જે આ ભારતને કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનો ટોચનો સ્રોત બનાવે છે.
ટીડી બેંક ગ્રૂપના કેનેડિયન પર્સનલ બેંકિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સોના મહેતાએ જણાવ્યું હતું કે, અમે એચડીએફસી બેંક સાથેના અમારા સંબંધોને વિસ્તારવાની અને જે વિદ્યાર્થીઓ અહીં તેમનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યાં છે, તેમને જે લાભ પૂરાં પાડવામાં આવશે, તેની જાહેરાત કરીને ખૂબ જ રોમાંચિત છીએ. અમારી વચ્ચેના આ સંબંધો વિસ્તરવાને પગલે એચડીએફસી બેંક અને ટીડી બેંક એ પ્રકારની નાણાકીય સેવાઓ પૂરી પાડી શકશે કે જેનાથી વિદ્યાર્થીઓ કેનેડિયન બેંકિંગના માહોલને સરળતાથી અપનાવી શકશે. અમે આ વિદ્યાર્થીઓનું તેમની આ અભ્યાસયાત્રામાં સ્વાગત કરીએ અને તેમને સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ. અમે એ સમજી શકીએ છીએ કે, વિદ્યાર્થીઓ જ્યારે વિદેશમાં ભણવા જાય છે, ત્યારે તેમણે ઘણું બધું મેનેજ કરવું પડતું હોય છે અને આ સહભાગીદારી મારફતે અમે આ પ્રક્રિયાને સરળ બનાવવા માંગીએ છીએ તથા સુગમતા, મૂલ્ય અને ટીડી જેના માટે જાણીતી છે, તે વિશ્વસનીય સલાહ આપવા માંગીએ છીએ.