ફીંડલાના શરબત બનાવવાનો વેપાર ગૃહ ઉદ્યોગ તરીકે ધીમે ધીમે વધી રહ્યો છે
બિઝનેસ ખબરી, અમદાવાદ:
પ્રશાંતભાઈ અને સુજાતાબેન આમ તો દેખાવે તો સ્વસ્થ લગતા હતા પણ થોડા સમયથી ચાલવા અને કામ કરતાં સમયે થાક લાગતો હતો. પ્રાથમિક તપાસમાં તેમને વધતી ઉમરના કારણે વિટામિનની ઉણપ હોવાનું સામે આવ્યું. ડોક્ટરે તેમને ફીંડલાનું શરબત પીવાની સલાહ આપી. જોકે પ્રશાંતભાઈ અને સુજાતાબેન માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હાથલા થોરનું લાલ ફળ જેને ફિંડલા તરીકે ઓળખાતા ફીંડલાનું જ્યુસ કે શરબત ખરીદવું ક્યાંથી? અચાનક જ તેમને યાદ આવ્યું કે મોટેરામાં તેઓ જે ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે જાય છે ત્યાં દિપકભાઈ આવ્યા હતા અને તેમણે આ જ્યુસ અંગે વાત પણ કરી હતી.
ફીંડલાનું જ્યુસ બનાવી વેચતા દિપક રાવલે જણાવ્યું કે, અગાઉ જે હાથલાના થોરના ફ્રૂટને લોકો બહુ મહત્વ નહોતા આપતા અને ફક્ત ગર્ભવતી મહિલાઓને પીવા માટે આપવામાં આવતું. આ બાબતે જેમ જેમ રિસર્ચ થયા અને જાણવા મળ્યું કે, લોહીની ઉણપ, વિટામિનની ખામી જેવી સામાન્ય બીમારીઓથી લઈને ડાયાબિટિશ અને કેન્સર જેવા ગંભીર રોગોમાં પણ ફીંડલાનું જ્યુસ ઘણું જ અસરકારક સાબિત થાય છે. આ સાથે જ વજન ઉતારવા, ઇમ્યુનિટી વધારવા પણ ઘણા લોકો ફીંડલાનું શરબત રોજ પીવે છે.
આજના સમયમાં લોકો અને ખાસ કરીને 25-40 વર્ષની મહિલાઓ સ્વાસ્થ્ય અંગે વધારે જાગરૂક થઈ છે. આ ઉપરાંત કોરોના પછી આયુર્વેદિક અને નેચરોપેથી અંગે લોકોમાં ઘણી જ અવેરનેસ આવી છે. તેના કારણે ફીંડલા જેવા નેચલ જ્યુસ પીનારાઓનું પ્રમાણ વધ્યું છે અને તે આવકના એક સાધન તરીકે પણ ઊભરી આવ્યું છે.
દિપક રાવલે કહ્યું કે, હાલ આ શરબતનું વેચાણ સામાજિક સંસ્થાઓ મારફત વધુ થાય છે જે વણઝાર અને વિચારતી જાતિઓ માટે કામ કરે છે. બજારમાં ફીંડલાનું શરબત 500 મિલીની બોટલ રૂ. 250-450ના ભાવે મળે છે. હવે ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પણ તેનું વેચાણ કરતાં થયા છે. ઓનલાઈનમાં આ શરબત રૂ. 500-800ના ભાવે વેચાય છે.
જોકે, બીજી તરફ જેમ જેમ ડિમાન્ડ વધી રહી છે તેમ તેમ ફીંડલાના ફળ મળવાનું પણ મુશ્કેલ બન્યું છે. દીપકભાઈને જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં જ તેનું ઉત્પાદન થાય છે અને અન્ય ફાળોની જેમ તેના વેચાણની કોઈ ચેનલ ન હોવાથી જ્યુસ બનાવવા માટે ફીંડલા મેળવવા મુશ્કેલ છે. ધીમે ધીમે તેનું માર્કેટ વિકસી રહ્યું છે.
ફાયદાઓ
- વજન ઘટાડવા ફિંડલા શરીરની ટફ ચરબી ઓછી કરી શકે છે, મોડર્ન લાઈફ સ્ટાઈલથી ગમે તેવા પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે. દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે. જીભના ચટકા આગળ લાચાર, ભૂખ ના હોવા છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલાના ફાઈબર ભૂખને ઓછી કરશે અને ફેટ બાળશે.
- કેન્સરમાં લાભદાયી ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્લડ, આંતરડા, બ્રેસ્ટ, ઓવરી, સર્વિકલ અને ફેફસા, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયાસના કેન્સરના જોખમને ઘટાડે છે.
- ચામડીના રોગ ચામડી તમામ પ્રકારના રોગો જેવાકે કોઢ, સોરાયસીસ, ખરજવું, ખીલ,ખસ, ખંજવાળ, સૂકી ચામડી, શીળસ, ધાધર, વાઢીયા, કરૉળીયા, ઉજરડામાં ફિંડલા હિમોગ્લોબીન વધારી શરીર અને લોહીને શુદ્ધ કરે કરે છે. જેના લીધે ચામડીના રોગો મટે છે.
- ફિંડલામાં ચામડીને સુધારી શકે તેવાં વિટામીન ઈ અને કે હોય છે. તેનાથી માલીશ કરવાથી ત્વચા નીખરે છે. ફિંડલામાં ત્વચામાં પાણીને સંઘરી શકે અને તેની માવજત કરી શકે તેવા તત્ત્વો છે. જેને કારણે ચામડી પર કરચલી, ડાઘ કે ધબ્બા પડતા નથી એટલે જ ફિંડલાને એન્ટી એજિંગ પણ કહેવાય છે.
- ડાયાબીટીસ ફિંડલા થી હિમોગ્લોબીન વધે છે. તે લોહીમાં સુગરનું વધતું પ્રમાણ અટકાવે છે અને સુગરના લેવલને નિયંત્રિત રાખે છે. ડાયાબીટીસ ટાઈપ- 1 & 2 ના દર્દીઓ માટે ફિંડલા લાભદાયી છે .
- ફિંડલાના ફાઈબર લોહીની શુદ્ધિ કરી લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખે છે. ફિંડલાના જૈવિક રસાયણોનો લોહીની પ્લેટલેટ મા ફાયદો કરે છે. ધમની અને શિરામાં રક્ત જામી જવાની પ્રક્રિયાની સામે રક્ષણ આપે છે જેથી હ્રદયની કાર્યવાહીની રૂકાવટ દુર થાય છે અને હ્રદય રોગમા ફાયદો થાય છે.
- ડીટોક્ષિફિકેશન શરીરમાં રહેલા રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે અને બોડી ડીટોક્ષ કરે છે.
- સ્ટ્રેસ માનસિક તાણને ઓછી કરે
- લોહી ની ઉણપ દૂર કરી *લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેથી આપ વારે ઘડીએ બીમાર નહીં પડો.
- બ્લડ કેન્સર ના ઝડપી ઈલાજ માટે ખૂબ ઉપયોગી.
- લીવર ૧૦૦૦થી વધુ ઉત્સેચકો enzymes બનાવે છે. પિત્તાશયમાં તકલીફ થી નબળી પાચનશક્તિ, ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત અને પિત્તાશયને રાહત મળે છે.
- દમ, અસ્થમા, શ્વાસની તકલીફ અને ઉધરસ માટે ફિંડલા જ્યૂસ શરીરમાંથી કફ બહાર કાઢી આ રોગોમાં ફાયદો કરે છે.
- પાચન તંત્ર સુદ્રઢ બનાવે પેટના રોગોમાં અને પેટમાં ચાંદા પણ ફાયદારુપ છે.
- મેટાબોલીઝમ – ચયાપચયની પક્રિયા સુધારે ફિંડલાના એન્ટીઓક્સીડેંટ – ફ્લેવોનોઈડસ, ક્યુર્સેટીન્સ, ગેલિક એસીડ, ફેનોલીક, યકૃત અને પિતાશયને સક્રિય કરી પાચનશક્તિ વધારી શરીર સ્વસ્થ રાખે છે. સાંધાનો ઘસારો દૂર કરે.
- એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો (Toxin) બહાર કાઢવામાં મદદ કરે. હાડકા – દાંત ફિંડલાનું ભરપુર કેલ્શિયમ હાડકા અને દાંત મજબુત કરે છે બને છે. દાંતના રોગો, મોઢાની દુર્ગંધ, પાયોરિયામાં પણ ખૂબ ફાયદાકારક છે.
- એનિમિયા – લોહીની ઉણપ દુર કરે ફિંડલા હિમોગ્લોબીન વધારવા માટેનો ઉત્તમ સ્ત્રોત છે. બીટ કે બીજા અન્ય શાકભાજી – ફળો કરતા લોહી વધારનારા અનેક ગુણો હોય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને એનીમિયા જેના લોહીની ઉણપ ગર્ભાવસ્થા દરમિયાન સર્જાય છે, તે દુર કરે છે. (સગર્ભાવસ્થામાં શરૂઆતમાં મર્યાદિત ઉપયોગ કરવો)
- થેલેસેમીયા ફિંડલા જ્યુસ પીવાથી થેલેસેમિયાના દર્દીમાં લોહીનો વધારો થાય છે અને લોહી બદલવાના સમયમાં પણ વધારો થાય છે.
- વાયરલ રોગો ફિડલા વાયરલની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ માટેના જરૂરી જૈવિક રસાયણોની શક્તિ યુક્ત છે.
- કબજિયાત ફિંડલા જ્યુસ પાચનતંત્રના રોગો, પેટના દુખાવા, ઝાડા, મરડો, કબજિયાત મા રાહત આપે છે.
- આંખો આંખો લાલ થવી, આંખોમાં થકાન, આંખ બળવી, આંખમાં ચીપડા, આંખમાં સોજો, આંખમાંથી પાણી પડતું હોયતો ફિંડલા જ્યુસ ઠંડક આપીને આંખોને લાભ પહોંચાડે છે.
- કમળો: દુષિત પાણી પીવાથી થતા આ રોગમાં શરીર અને આંખો પીળી થાય છે. ફિંડલાનું જ્યુસથી શરીરમાં શુદ્ધ લોહીનું પ્રમાણ વધે છે. શરીર ડીટોકસીફાય થાય છે. જેના પરિણામે ઝેરી કચરો બહાર નીકળી કમળો મટે છે.
- શ્વેત પ્રદર – લ્યુકોરિયા મહિલાઓમાં યોનિમાંથી સફેદ દુર્ગંધ વાળુ પાણી નીકળે છે. જેનાથી સ્ત્રીઓમાં નબળાઈ આવે છે. ફિંડલા સફાઈ કરવામાં મદદ કરે છે.
- સુજાક – ગોનોરિયા ફિંડલા સુજાક – ગોનોરિયા જેવી પુરુષો અને સ્ત્રીઓમાં થતી પ્રજનન સંબંધી રોગમાં પણ ફાયદો કરે છે.
ફીંડલાનું જ્યુસ મેળવવા અને ફ્રી કન્સલ્ટિંગ માટે દિપક ભાઈનો સંપર્ક: 9722133710