January 22, 2025
ફેડએક્સે ડિજિથોન 2024માં ક્રિએટિવ પ્રોબ્લમ સોલ્વિંગ અને સ્માર્ટ ટેક ઈનોવેશન્સને પ્રોત્સાહન આપ્યું

ફેડએક્સે ડિજિથોન 2024માં ક્રિએટિવ પ્રોબ્લમ સોલ્વિંગ અને સ્માર્ટ ટેક ઈનોવેશન્સને પ્રોત્સાહન આપ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ફેડએક્સ કોર્પની સહાયક કંપની અને દુનિયાની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીઓમાંથી એક ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશને હાલમાં જ એક ઈનોવેશન સ્પર્ધા  ડિજિથોન 2024નું આયોજન કર્યું. આ પ્રોગ્રામને વધુ સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવવા માટે ક્રિએટિવ પ્રોબ્લમ સોલ્વિંગ અને સ્માર્ટ ટેક સોલ્યુશન્સનો ઉપયોગ કરવા માટે FedExની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

ડિજીથોન 2024માં એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ગ્રાહકો માટે સમસ્યા હોય, તેમની ઓળખ અને પૂર્વાનુમાન કરવા અને સેવા વિનંતીઓને ઓટોમેટ કરવા માટે એડવાન્સ સેન્ટિમેન્ટ અને ટોપિક મોડલિંગ ટેક્નિક, શિપમેન્ટની ફાળવણી કરવા માટે શીખવાની પ્રણાલીને મજબૂત કરવા માટે સાધન વિકસિત કરવા, પ્રેડિક્ટિવ મોડલ્સ અને સપ્લાય ચેનની ક્ષમતાને વધારવા માટે ડિજિટલ ટ્વિન સિસ્ટમને વિકસિક કરવાનું સામેલ છે.

નીતિન નવનીત તાતીવાલાએ, વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ અને એર નેટવર્ક્સ, MEISA, જણાવ્યું હતું કે, “ફેડએક્સમાં તમામ લોકો માટે સપ્લાય ચેનને સ્માર્ટ બનાવવાના અમારા મિશનમાં ઈનોવેશન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ડિજિથોન 2024 જેવી પહેલ ક્રોસ-ફંક્શનલ કોલેબોરેશનને પ્રોત્સાહિત કરે છે. ટીમના સભ્યોને પરિવર્તનકારી વિચારોની દરખાસ્ત કરવા માટે સશક્ત બનાવે છે જે ગ્રાહક અનુભવ અને કાર્યકારી અસરકારકતામાં વધારો કરે છે અને લોજિસ્ટિક્સના ભાવિને આકાર આપે છે.”

ડિજીથોન ઘણા તબક્કાઓમાંથી પસાર થયું, જે ઓગસ્ટમાં શરૂ થયું અને ઓક્ટોબર 2024માં સમાપ્ત થયું તેમાં મેન્ટરશિપ સેશન અને પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ સામેલ છે. આઈઆઈટી મુંબઈ અને મદ્રાસમાં ફેડએક્સ સેન્ટર ઓફ એક્સિલેન્સ આઈઆઈટી પ્રોફેસરોએ માર્ગદર્શન આપ્યું હતું જેનાથી ટીમને એડવાન્સ ટેક્નિક અને કાર્ય પ્રણાલીની જાણકારી મળી હતી. વધુમાં, પીએચડી અને એમટેક સ્કોલર્સ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ સાથે જોડાયેલા રહેશે જેનાથી શિક્ષણ જગત અને ફેડએક્સ લીડરશિપની વચ્ચે ચાલી રહેલ સહયોગને પ્રોત્સાહન મળશે. ડિજિથોન 2024માં સામે આવેલ સોલ્યુશન અને આઈડિયા વર્તમાનમાં ભારત ફેડએક્સના ઓપરેશનમાં સ્કેલિંગ અને સંભવિત ક્રિયાન્વયન માટે મૂલ્યાંકનમાંથી પસાર થઈ રહ્યા છે.