બિઝનેસ ખબરી, અમદાવાદ:
ટીમલીઝ ડિજિટલ દ્વારા વિશ્લેષણ નાણાકીય વર્ષ 2024-25 માટે જીસીસી (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ), આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ તથા નોન- ટેક ક્ષેત્રોમાં મુખ્ય કાર્યશીલ ક્ષેત્રોમાં પ્રવેશ સ્તરીય નોકરીની ભૂમિકાઓની ઉત્ક્રાંતિ પામતી ગતિશીલતા પર પ્રકાશ પાડે છે. અમદાવાદમાં સૌથી વધુ માગણી ધરાવતી ટેક ભૂમિકાઓમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડેટા સાયન્સ અને ડેવઓપ્સ સૌથી આગળ છે, જેઓ અનુક્રમે વાર્ષિક રૂ. 16.6 લાખ, રૂ. 13.8 લાખ અને રૂ. 8.2 લાખનાં આકર્ષક પગારનાં પેકેજો ઓફર કરે છે. ઉપરાંત સોફ્ટવેર ડેવલપમેન્ટ, ફુલ સ્ટેક ડેવલપમેન્ટ, ડેટા એન્જિનિયરિંગ, સાઈબર સિક્યુરિટી અને ફાઈનાન્શિયલ એનાલિસિસમાં ભૂમિકાઓ માટે પણ રૂ. 5.9 લાખથી રૂ. 7.5 લાખએ સુધીના સ્પર્ધાત્મક પગારો ઓફર કરાય છે.
પગારો અને કાર્યશીલ ડોમેન્સઃ આગામી વર્ષમાં શું થશે
ટીમલીઝ ડિજિટલ જાહેર કરે છે કે કોડિંગ, ડિઝાઈનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં અને સોફ્ટવેર એપ્લિકેશન્સ જાળવતાં સોફ્ટવેર ડેવલપમેન્ટ અને એન્જિનિયરિંગ ડોમેન આકર્ષક તકો આપવા માટે સુસજ્જ છે. ઉત્પાદકતા, અચૂકતા અને નાવીન્યતા વધારવા માટે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એઆઈ / એમએલ માટે વધતી માગણી આ પ્રવાહથી વધુ પ્રેરિત છે. આને કારણે નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધી આ ડોમેનમાં પ્રવેશ સ્તરીય હોદ્દાઓમાં જીસીસીમાં રૂ. 9.37 લાખનો સરેરાશ પગાર અપાય એવી અપેક્ષા છે, જે પછી આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસમાં રૂ. 6.23 લાખ અને નોન-ટેક ક્ષેત્રોમાં રૂ. 6 લાખનો સમાવેશ થાય છે.
ટીમલીઝ ડિજિટલના વીપી મુનિરા લોલીવાલા જણાવે છે, “ભારતની ટેક જોબ માર્કેટમાં નાણાકીય વર્ષ 2024-25 માટે અમારા ડેટા દ્વારા આલેખિત ગતિશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેમાં સુધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતા ટેલેન્ટ પૂલ સાથે અમદાવાદ મૂખ્ય શહેર તરીકે ઊભરી રહ્યું છે. આઈટી સેવાઓએ છેલ્લાં 2-3 વર્ષમાં ફ્રેશર અને પ્રવેશ સ્તરીય હાયરિંગમાં મંદી જોઈ છે ત્યારે જીસીસી અને નોન-ટેક ક્ષેત્રો યુવા પ્રતિભાઓને આવકારવા અને સમૃદ્ધ તકો આપવા માટે પથદર્શક તરીકે ઊભરી રહ્યાં છે. ભારતમાં 1.66 મિલિયન લોકોને રોજગાર આપતા અને વૈશ્વિક ધોરણો જાળવવાની તેમની જરૂર જોતાં જીસીસીના ઝડપી વિસ્તરણને તે આભારી છે. પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ડેટા સાયન્સ જેવી ભૂમિકાઓમાં અમદાવાદના ઉદ્યોગોમાં માગણી વધેલી જોવા મળે છે, જે પ્રતિભાઓ માટે ભરપૂર તકો નિર્માણ કરે છે. અમદાવાદમાં જીસીસી, આઈટી અને નોન-ટેક ક્ષેત્રોમાં સંસ્થાઓ તરીકે તેમની પ્રતિભા પ્રાપ્તિની વ્યૂહરચનાઓમાં ઉત્ક્રાંતિ પામી હોવાથી ઉમેદવારોને ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે સુમેળ સાધતી હાઈબ્રિડ કુશળતાઓથી પોતાને સુસજ્જ કરીને ભરપૂર જ્ઞાન મળી શકે છે.”
ટોચની માગણીની નોકરીની ભૂમિકાઓ અને ક્ષેત્રમાં ઈનસાઈટ્સ
નાણાકીય વર્ષ 2024-25 માટે જીસીસી રૂ. 11.8 લાખથી રૂ. 8.8 લાખ સુધીની શ્રેણીના પગાર સાથે પેનેટ્રેશન ટેસ્ટર, ડેટા સાયન્ટિસ્ટ, ફુલ સ્ટેક ડેવલપર, સોફ્ટવેર ડેવલપર અને કસ્ટમર સક્સેસ સ્પેશિયાલિસ્ટ જેવી ભૂમિકાઓને અગ્રતા આપી રહી છે. આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ ક્ષેત્રને રૂ. 9.7 લાખ અને રૂ. 6.9 લાખ વચ્ચે પગારોની ઓફર સાથે બિગ ડેટા ડેવલપરો, આઈટી ઓડિટરો, આરપીએ બિઝનેસ એનાલિસ્ટ્સ, ક્લાઉડ સિક્યુરિટી એન્જિનિયરો અને આઈઓટી એન્જિનિયરો જોઈએ છે. નોન- ટેક ક્ષેત્રો રૂ. 9.4 લાખ અને રૂ. 6 લાખ વચ્ચે પગાર સાથે ડેટા એન્જિનિયર, એસએપી એબીએપી કન્સલ્ટન્ટ, ક્લાઉડ સપોર્ટ એન્જિનિયર, સાઈબર સિક્યુરિટી એનાલિસ્ટ અને ઓટોમેશન એન્જિનિયરો જેવી ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.