-
- આ વિશેષ ફ્લાઇટ 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે
બિઝનેસ ખબરી, અમદાવાદ:
પેસેન્જર એરલાઇન સ્પાઇસજેટે મહા કુંભ મેળા 2025 માટે વિશેષ હવાઇ સેવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ્સ પ્રયાગરાજને દિલ્હી, મુંબઇ, બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડશે. આ વિશેષ ફ્લાઇટ 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2025 સુધી કાર્યરત રહેશે. સ્પાઇસ જેટ એકમાત્ર એવી એરલાઇન છે જે અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ્સ ઓફર કરે છે, જે ગુજરાતના યાત્રાળુઓને મુશ્કેલી મુક્ત અને આરામદાયક હવાઈ સેવા પૂરી પાડશે.
સ્પાઇસ જેટના ચીફ બિઝનેસ ઓફિસર દેબોજો મહર્ષિએ જણાવ્યું હતું કે, “મહા કુંભ મેળો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ આસ્થા, ભક્તિ અને એકતાની ઉજવણી છે. સ્પાઇસ જેટમાં અમને સતત કનેક્ટિવિટી અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરીને આ આધ્યાત્મિક સફરને સરળ બનાવવા પર ગર્વ છે. દેશના ચાર મહાનગરોથી પ્રયાગરાજ માટે દૈનિક વિશેષ ફ્લાઇટ્સ સાથે, અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ મુસાફરીની ચિંતા કર્યા વિના આ પવિત્ર કાર્યક્રમમાં ભાગ લઈ શકે.”
મહા કુંભ શ્રદ્ધાળુઓનું વિશ્વનું સૌથી મોટું સંમેલન છે, જ્યાં તીર્થયાત્રીઓ, તપસ્વીઓ, સંતો, સાધ્વીઓ અને સમાજના તમામ વર્ગોના કલ્પવાસીઓ એકઠા થાય છે. પ્રયાગરાજમાં યોજાનાર મહા કુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહાકુંભ દર 12 વર્ષે એક વખત યોજાય છે અને ભારત અને વિદેશમાં લાખો લોકો માટે તેમાં ભાગ લેવો એ જીવનનો એક દુર્લભ આધ્યાત્મિક અનુભવ છે.
Flight Schedule:
Flight No. |
Origin |
Destination |
Departure |
Arrival |
SG 655 |
Ahmedabad |
Prayagraj |
8:10 am |
9:55 am |
SG 656 |
Prayagraj |
Mumbai |
10:30 am |
12:50 pm |
SG 657 |
Mumbai |
Prayagraj |
1:40 pm |
3:50 pm |
SG 658 |
Prayagraj |
Ahmedabad |
4:30 pm |
6:45 pm |
SG 661 |
Bengaluru |
Prayagraj |
6:25 am |
9:15 am |
SG 662 |
Prayagraj |
Delhi |
9:55 am |
11:20 am |
SG 663 |
Delhi |
Prayagraj |
11:55 am |
1:30 pm |
SG 664 |
Prayagraj |
Bengaluru |
2:10 pm |
4:40 pm |