બિઝનેસ ખબરી, અમદાવાદ:
ટાટા AIG જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અમિત ગાનોરકરની નિમણૂકની જાહેરાત કરી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી બાદ અમિતે નીલેશ ગર્ગનું સ્થાને હોદ્દો સાંભળ્યો છે. જવાબદારીઓના સરળ સંક્રમણને સુનિશ્ચિત કરીને તમામ જરૂરી નિયમનકારી મંજૂરીઓ સુરક્ષિત કરવામાં આવી છે. અમિતે 1 જાન્યુઆરી, 2025થી સત્તાવાર રીતે ઓફિસનો ચાર્જ સંભાળ્યો છે.
અમિત જનરલ ઈન્સ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં વેચાણ અને વિતરણ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, માર્કેટિંગ, ઓપરેશન્સ અને ટેક્નોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સિદ્ધિ છે. તેમની અગાઉની ભૂમિકામાં, અમિતે રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તે પહેલા તેઓ TATA AIGમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા.
ઇ-કોમર્સ લોજીસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇકોમ એક્સપ્રેસ લિમિટેડ તેના લાસ્ટ માઇલ – ઓપરેશન્સનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે કમલ દાસની નિમણૂક કરી છે. કમલ લાસ્ટ માઇલ ડિલિવરી પ્રક્રિયામાં કંપનીની ઓપરેશનલ ક્ષમતા તથા અસરકારકતાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કમલ પોતાની સાથે ઓપરેશન્સ, લોજીસ્ટીક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં 18 વર્ષને સમૃદ્ધ અનુભવ લાવે છે. તાજેતરમાં જ તેમણે Licious ખાતે વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે મિડ-માઇલ ડિલિવરી કામગીરીનું નેતૃત્વ અને પ્રોક્યોરમેન્ટ લોજિસ્ટિક્સનું સંચાલન કર્યું હતું. તેમની કારકિર્દીની વિશેષતાઓમાં ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ ઇન્ડિયામાં નેતૃત્વ પદનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેમણે થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ વિકસાવી હતી અને સપ્લાય ચેઇન ક્ષમતાઓમાં વધારો કર્યો હતો.