-
- અગાઉ એજ્યુકેશન લોનમાં એવરેજ ટિકિટ સાઇઝ રૂ. 40 લાખ હતી તે હવે રૂ. 45 લાખ થઈ છે
- એજ્યુકેશન ફાઇનાન્સ NBFC ઓક્સિલો ફિનસર્વ ગુજરાતમાં તેના ગ્રાહકને સંપર્ક માટે કેન્દ્રો વધારશે
બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાત સહિત દેશભરમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધ્યું છે અને એટલે જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. એજ્યુકેશન ફાઇનાન્સ NBFC ઓક્સિલો ફિનસર્વના જણાવ્યા પ્રમાણે ડોલર સામે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થયું છે જેના કારણે એજ્યુકેશન લોનની એવરેજ ટિકિટ સાઇઝમાં અંદાજે 7-10% જેટલો વધારો થયો છે.
અગ્રણી એજ્યુકેશન ફાઇનાન્સ NBFC, ઓક્સિલો ફિનસર્વે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગુજરાતમાં 95%થી વધુ CAGR નોંધાવ્યો છે. વધતી માંગને પહોંચી વળવા અને લોનની સરળ અને ઝડપી પ્રક્રિયા માટે કંપની ટૂંક સમયમાં મુખ્ય સ્થળો પર તેના ગ્રાહકને સંપર્ક માટે કેન્દ્રોમાં વધારો કરશે.
ઓવરસીઝ લોન, ઓક્સિલોના CBO શ્વેતા ગુરુએ જણાવ્યું હતું કે, “મહામારી પછી, વિદેશમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, અને આ વધતી માંગને પહોંચી વળવા માટે, અમે ગુજરાતમાં અમારી શાખાના નેટવર્કને ધીમે ધીમે વિસ્તૃત કરવાની યોજના બનાવી છે”
ગુજરાતમાં, ઓક્સિલોના સુરત, નવસારી, બારડોલી, વાપી, ભરૂચ અંકલેશ્વર, બરોડા, નડિયાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી અને કલોલ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડે છે. કંપની ટૂંક સમયમાં અમદાવાદમાં પ્રાદેશિક મુખ્યાલય સાથે રાજકોટ, જામનગર, ભાવનગર અને બરોડામાં તેના વર્તમાન નેટવર્કમાં ઉમેરો કરશે.
વર્ષ 2023માં ગુજરાતમાંથી લગભગ 1,05,600 વિદ્યાર્થીઓએ વિદેશ પ્રવાસ કર્યો, જે વર્ષ 2022થી 11.8%નો વધારો દર્શાવે છે. વર્ષ 2022માં 94,400 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. ઉદ્યોગ અહેવાલો મુજબ, વર્ષ 2024માં 13 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશોમાં ગયા હતા, જે વર્ષ 2023માં 7.50 લાખ વિદ્યાર્થીઓથી મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.
અત્યાર સુધીમાં, ઓક્સિલોએ 25થી વધુ દેશોની 1100થી વધુ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ લોન પૂરી પાડી છે. કંપનીએ 170થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને તેમના માળખાગત વિસ્તરણ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે નાણાં પણ પૂરા પાડ્યા છે.