January 23, 2025
અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક વર્કિંગ કેપિટલ ઊભું કરવા BSE SME એક્સ્ચેન્જ પરરૂ. 27.74 કરોડનો IPO લાવશે

અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક વર્કિંગ કેપિટલ ઊભું કરવા BSE SME એક્સ્ચેન્જ પરરૂ. 27.74 કરોડનો IPO લાવશે

    • પબ્લિક ઇશ્યૂ માટે 24થી 27 જાન્યુઆરી સુધી બિડ કરી શકાશે, 31 જાન્યુઆરીએ લિસ્ટિંગ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને પમ્પિંગ મશીનરીનું કમિશનિંગ અને વ્યાપક કામગીરી અને જાળવણી સેવાઓ પૂરી પાડતી અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક લિમિટેડ પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે SME IPO લાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપની રૂ. 27.74 કરોડનું ભંડોળ ઊભું કરશે. આ IPO 24 જાન્યુઆરીએ ખુલશે અને 27 જાન્યુઆરીએ બંધ થશે. BSEના SME એક્સ્ચેન્જ પર 31 જાન્યુઆરીએ લિસ્ટિંગ થશે. પ્રાઇસ બેન્ડ – ઇક્વિટી શેર દીઠ રૂ. 71થી 75 નક્કી કરવામાં આવ્યું છે.

એચ.એમ. ઈલેક્ટ્રો મેક લિમિટેડ એ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ સાથે ISO 9001:2015 પ્રમાણિત અને વર્ગ ‘AA’ (EPC કોન્ટ્રાક્ટ માટે સર્વોચ્ચ શ્રેણી – અમર્યાદિત બિડિંગ ક્ષમતા અન્ય ટેન્ડર શરતોની પરિપૂર્ણતાને આધીન) છે.  તે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના કામો કરવા માટે અધિકૃત છે.

નાણાકીય વર્ષ 2024માં, કંપનીએ રૂ. 117.03 કરોડની આવક કરી છે અને રૂ. 8.18 કરોડનો નફો હાંસલ કર્યો છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં, કંપનીએ રૂ.45.40 કરોડની આવક, રૂ.5.46 કરોડની એબીટા અને રૂ. 3.34 કરોડનો કર પછી નફો હાંસલ કર્યો છે.