January 23, 2025
કોમોડિટી ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ માટે NSEએ હાઈ-બેન્ડવિડ્થ કનેક્ટીવિટીના વિકલ્પોનું વિસ્તરણ કર્યું

કોમોડિટી ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ માટે NSEએ હાઈ-બેન્ડવિડ્થ કનેક્ટીવિટીના વિકલ્પોનું વિસ્તરણ કર્યું

મુંબઈ:

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઊર્જા, બુલિયન તથા બેઝ મેટલ્સ બાસ્કેટ્સમાં 25થી વધારે પ્રોડક્ટ્સમાં કોમોડિટી ડેરિવેટીવ્ઝ ઉપલબ્ધ હોવા સાથે પીઓપી આધારિત લીઝ્ડ લાઈન કનેક્ટિવિટી માટે બેડવિડ્થની માંગ વધી ગઈ છે. આ બાબતને અનુરૂપ એક્સચેન્જ હવે ટેલિકોમ નેટવર્ક ઈન્ટીગ્રેટર (TNI)-SIFY ટેકનોલોજી લિમિટેડ દ્વારા પીઓપી નેટવર્કમાં સભ્યોને માટે ઉપલબ્ધ લીઝ્ડ લાઈન ઓફરિંગ અંતર્ગત છેવટની કનેક્ટિવિટી માટે વધારાના ઊંચા બેન્ડવિડ્થ વિકલ્પો ઉપલબ્ધ કરાવ્યા છે.

એવી જ રીતે સભ્યો 4 એમબીપીએસ10 એમબીપીએસ20 એમબીપીએસ30 એમબીપીએસ વિકલ્પો ઉપરાંત 50 એમબીપીએસ100 એમબીપીએસ150 એમબીપીએસ200 એમબીપીએસ,300 એમબીપીએસના બેન્ડવિડ્થ વિકલ્પો સાથે તે ગ્રાહકોને માટે ઉપલબ્ધ બની શકે છે.

નવા બેન્ડવિડ્થના વિકલ્પો TNI-SIFY ટેકનોલોજી લિમિટેડ દ્વારા કરવામાં આવતી તમામ પીઓપીની ઓફર અંતર્ગત ઉપલબ્ધ બનશે. એનએસઈ ખાતે આશરે 240 સભ્યો હવે કોમોડિટી ડેરિવેટીવ્ઝમાં કામકાજ માટે સેટઅપ ધરાવે છે અને નોંધપાત્ર પ્રમાણમાં વોલ્યુમ તથા સહભાગીતા ધરાવે છેવધેલા બેન્ડવિડ્થ ઓપ્શન સભ્યો માટે માર્કેટ એક્સેસને લઈ વ્યાપર વિકલ્પોની રેન્જને વધારશે તથા વિસ્તરણ પૂરું પાડશે.  

વધારાના હાયર બેન્ડવિડ્થના વિકલ્પો રજૂ કરવા સાથે કોમોડિટી ડેરિવેટીવ્ઝ સેગમેન્ટમાં ભાગ લઈ રહેલા સભ્યો હવે 20 એમબીપીએસના અત્યારના બેન્ડવિડ્થ ઓપ્શનની તુલનામાં 300 એમબીપી સુધીની હાઈ બેન્ડવિડ્થ લીઝ્ડ લાઈન પર રજૂ મલ્ટીકાસ્ટ ટિક ટીક (એમટીબીટી) માર્કેટ ડેટાનું સભ્યપદ મેળવી શકાય છે. 

એક્સચેન્જ કનેક્ટિવિટી ઓફરિંગ વિશે અસ્વીકરણ: સહભાગીઓએ નોંધ લેવી જોઈએ કેએક્સચેન્જ કોઈ ટેલિકોમ સેવા પ્રદાતા નથીજોકેતેના સહભાગીઓને તેની ટ્રેડિંગ સિસ્ટમ સાથે કનેક્ટિવિટી મેળવવામાં મદદ કરવા માટેએક્સચેન્જે માલિકીસંચાલન અને અમલીકરણ અને એન્ડ ટુ એન્ડ ટેલિકોમ નેટવર્ક કનેક્ટિવિટી (સભ્યો માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી) પ્રદાન કરવા માટે SIFY ટેક્નોલોજીસ લિમિટેડને ટેલિકોમ નેટવર્ક ઇન્ટિગ્રેટર (TNI) તરીકે નિયુક્ત કર્યા છે.