સિનટેક્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે એસોસિએટ સ્પોન્સર તરીકે BCCI સાથે પાર્ટનરશીપ કરી

Others

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ભારતની અગ્રણી અને વિશ્વસનીય ક્વોલિટી વોટર સ્ટોરેજ સોલ્યુશન્સ મેન્યુફેક્ચરર વેલ્સપન વર્લ્ડની સિન્ટેક્સ BAPLએ વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (WPL)ની એસોસિએટ સ્પોન્સર તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સાથે ભાગીદારી કરી છે. આ સાથે સિન્ટેક્સ સતત બીજા વર્ષે WPL સાથે જોડાશે. જે સ્પોર્ટ્સમાં મહિલાઓ માટે તકો, સમાનતા અને સશક્તિકરણને વેગ આપવાના તેના પ્રયાસોને મજબૂત બનાવે છે.

આ જોડાણ અંગે વેલ્સપન-BAPLના મેનેજિંગ ડિરેક્ટર યશોર્વધન અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે 2025 માટે એસોસિએટ સ્પોન્સર તરીકે WPL 2025 સાથે ભાગીદારી કરવા બદલ ઉત્સુક છીએ. ભારતમાં મહિલા ક્રિકેટ માટે WPL વર્ષોથી ગેમ-ચેન્જર બન્યું છે, જે મહિલાઓને નેતૃત્વ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. સિન્ટેક્સ ખાતે, અમે વાસ્તવિક પરિવર્તન લાવતાં પ્રયાસોને વેગ આપવામાં માનીએ છીએ, આ સંગઠન દ્વારા, અમારો ઉદ્દેશ્ય સ્પોર્ટ્સ સેક્ટરમાં વધુને વધુ મહિલાઓને નેતૃત્વ કરવા, પડકારો દૂર કરવાનો અને તેમના સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનાવવાનો છે.”

ભારતમાં ક્રિકેટ એ માત્ર એક રમત નથી, પરંતુ લાગણી છે, જીવનશૈલી છે. શરૂઆતથી જ ડબ્લ્યૂપીએલ એ મહિલા ક્રિકેટર્સના જુસ્સા, જીતની ઉજવણી કરતું શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે ઉભર્યું છે. જે ભારતમાં ક્રિકેટની સંસ્કૃતિમાં મોટા પરિવર્તન સાથે ધારા-ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરે છે. તેવી જ રીતે, સિન્ટેક્સ ઈનોવેશન અને એક્સેલન્સ મારફત વોટર મેનેજમેન્ટ કેટેગરીમાં પ્રચલિત નિયમોને પડકારવામાં માને છે, જેથી તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ ઓફર કરી શકે છે. સિન્ટેક્સ અને ડબ્લ્યૂપીએલનું જોડાણ કુદરતી પસંદગી છે. તેની ભાગીદારીનું વિસ્તરણ કરતાં સિન્ટેક્સનો હેતુ રમતગમતમાં ચેમ્પિયનનું સમાવેશીકરણ, મહત્વાકાંક્ષી મહિલા ખેલાડીઓને પ્રેરણા આપવા અને પાણીના ટકાઉપણાનું મહત્ત્વ દર્શાવતાં પ્રોત્સાહન આપવાનો છે.

વધુમાં, મહિલાઓના સશક્તિકરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વેગ આપતાં સિન્ટેક્સની પેરેન્ટ કંપની વેલ્સ્પન સુપર સ્પોર્ટ વુમન પ્રોગ્રામ (WSSW)નું નેતૃત્વ કરે છે – જે પડકારજનક સ્થિતિમાંથી ઉગારી મહિલા ખેલાડીઓને ટેકો આપતી એક અગ્રણી પહેલ છે. WSSW નો હેતુ સંસાધનોની મર્યાદિત પહોંચ, નાણાકીય અને સામાજિક અવરોધો જેવા મુખ્ય પડકારોનો સામનો કરી પ્રતિભાશાળી મહિલાઓના ટેલેન્ટને ટેકો આપવાનો છે.

લગભગ 50 વર્ષોથી, સિન્ટેક્સ વોટર મેનેજમેન્ટ ઉકેલોમાં ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ રહી છે, જે રોજિંદા જીવનમાં સુધારો કરતા ઈનોવેટિવ, શ્રેષ્ઠ અને ટકાઉ ઉત્પાદનો પ્રદાન કરે છે. તેની ગ્રોથ સ્ટ્રેટેજીના ભાગરૂપે સિન્ટેક્સ હવે તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી રહ્યું છે, ઈનોવેશન્સ દ્વારા પાણીની ટકાઉપણાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં બાંધકામના સાધનોના સેગમેન્ટમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે.