-
-
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’નું આયોજન
-
ગ્રીન અને ક્લીન બિઝનેસ મોડેલ માટે સરકારની કોઈ પ્રોત્સાહક નીતિ કે ઇન્સેન્ટીવ મળતા નથી
-
બિઝનેસ ખબરી, અમદાવાદ:
વિતેલા અમુક વર્ષોમાં વૈશ્વિક સ્તરે બિઝનેસ મોડેલ્સમાં ભારે બદલાવ આવ્યા છે. ઘણા દેશો પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સસ્ટેનેબલ રીતે વેપાર કેમ થાય તે અંગેની પોલિસીઓ બનાવી અને લાગુ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ ખાસ કરીને પશ્ચિમના દેશોમાં વધારે છે. આ વાત હવે ભારતના ઉદ્યોગોને પણ લાગુ પડશે અને તેની સાથે MSMEનો તાલમેલ બેસાડવા સસ્ટેનેબલ બિઝનેસ મોડેલ તરફ વાળવાનો રોડમેપ તૈયાર કરવા ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ રીતે કામ થઈ રહ્યું છે.
આ જ લાઇન ઉપર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા 1 માર્ચે “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025″નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સસ્ટેનેબિલિટી તેમજ ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા બાબતે સંવાદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવા આ એક દિવસની સમિટમાં અગ્રણી ઉદ્યોગ અગ્રણીઓ, સસ્ટેનેબિલિટી તેમજ પર્યાવરણ ક્ષેત્રે નામાંકિત તજજ્ઞો, આ અંગે વિવિધ નીતિ ઘડતર સાથે સંકળાયેલ અગ્રણીઓ અને પર્યાવરણ ક્ષેત્રના વિશ્વકક્ષાએ નામાંકિત અગ્રણીઓ વચ્ચે વિચારવિમર્શ, વિવિધ વ્યૂહરચનાઓ તેમજ પર્યાવરણ અંગે ટકાઉ પદ્ધતિઓને અપનાવવા બાબત સંવાદ માટે નિર્ણાયક ચર્ચાઓ થશે.
GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોએ પોતાનો દ્રષ્ટિકોણ બદલાવો જરૂરી છે. આ સમિટ ઔદ્યોગિક વિકાસના એક મહત્વપૂર્ણ સિદ્ધાંત તરીકે સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપવા બાબતે એક પરિવર્તનકારી સાબિત થશે. આ સમિટ સસ્ટેનેબિલિટી ક્ષેત્રે વૈશ્વિક તજજ્ઞો તેમજ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ સહભાગીઓ વચ્ચે જરૂરી માહિતી માટેના પ્રવર્તમાન અંતરને દૂર કરવા અંગેનો એક સંનિષ્ઠ પ્રયાસ છે.
પ્રસ્તુત સમિટ પર્યાવરણ તેમજ સસ્ટેનેબિલિટી અંગે નિર્ણાયક વિષયોને સંબોધિત કરશે:
-
- સસ્ટેનેબલ ગુજરાત માટેનું વિઝન અને 2070 નેટ-ઝીરો લક્ષ્ય હાંસલ કરવાના માર્ગો
- વૈશ્વિક સ્થિરતા અંગે વિવિધ ટ્રેન્ડ અને ભારતીય ઉદ્યોગ તેમજ વ્યવસાયો પર તેની અસર
- રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોફિટેબલ સસ્ટેનેબિલિટી તરફ પ્રોત્સાહિત કરવું
- ઓછા-કાર્બન ટ્રા ન્ઝીશનની ઈકોનોમી MSMEsમાં પર્યાવરણ સ્થિતિસ્થાપકતાનું નિર્માણ
- ભારતમાં ગ્રીન પોલિસીનું ભવિષ્ય
આયોજિત વિવિધ સત્રો ઉદ્યોગો તેમજ વ્યવસાયોને તેમની કામગીરીને અનુરૂપ મજબૂત સસ્ટેનેબિલિટી રોડમેપ વિકસાવવા માટે વ્યવહારુ સાધનો અને વ્યૂહરચનાઓથી સજ્જ કરવા માટે રચાયેલ છે.
ગુજરાત ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહે કહ્યું કે, સમિટ વ્યવસાયોને સહયોગ કરવા, શીખવા અને ભવિષયલક્ષી વ્યૂહરચના અપનાવવા માટે અનન્ય તક પૂરી પાડે છે જે વૈશ્વિક સસ્ટેનેબલ ધોરણો સાથે સુસંગત છે. ખાસ કરીને MSMEsને ટકાઉ પ્રથાઓને અપનાવવા માટે સશક્ત બનાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવશે, જેનાથી તેઓ વધુને વધુ ઇકો કોન્સિયસ બજારમાં વિકાસ પામી શકે છે. તમામ હિતધારકોએ અર્થપૂર્ણ પરિવર્તન લાવવા અને ગુજરાતને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે એક મોડેલ તરીકે સ્થાન આપવા એક મંચ પર આવવું જોઈએ.
GCCIની એન્વાયર્મેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ તસ્કફોર્સના ચેરમેન સમીર સિન્હાએ જણાવ્યું કે, જેમ રિયલ એસ્ટેટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી ઇન્સેન્ટીવ કે યોજનાઓ આપવામાં આવી છે તેવી રીતે ઉદ્યોગો ગ્રીન અને ક્લીન બિઝનેસ મોડેલ અપનાવે તે માટે અત્યારે કોઈ યોજના નથી. બીજી તરફ ઉદ્યોગોએ પણ હજુ સુધી આવી કોઈ માંગ કરી નથી. સસ્ટેનેબલ બિઝનેસ મોડેલ MSME માટે ખર્ચાળ હોય શકે છે પરંતુ વૈશ્વિક પ્રવાહો સાથે તાલમેલ રાખવા તે જરૂરી બન્યું છે. કાર્બન ક્રેડિટ્સ મેળવી ઉદ્યોગોને આર્થિક તેમજ વ્યાવસાયિક લાભ પણ થાય છે.
ઓપરેશનલ નેટ ઝીરો માટે પ્રતિબદ્ધતા
ઓપરેશનલ નેટ ઝીરો ના મિશનને અનુરૂપ, “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ” એક ઓપરેશનલ નેટ ઝીરો ઇવેન્ટ બની રહેશે. સમિટના દરેક પાસાઓ, જેમાં સહભાગીઓની વિવિધ સ્થળો થી મુસાફરી તે અંગે વિવિધ લોજિસ્ટિક્સ વગેરેનો સમાવેશ થાય છે, આ સમગ્ર કાર્યક્રમનું કાર્બન પ્રભાવને ઘટાડવા માટે સાવચેતીપૂર્વક મેપ કરવામાં આવશે અને માપવામાં આવશે. આ પ્રતિબદ્ધતા આ ક્ષેત્રમાં એક ઉદાહરણીય આગેવાનીરૂપ સાબિત થશે અને આપણા દૈનિક કાર્યો તેમજ વ્યવહારમાં સસ્ટેનેબિલિટીના મહત્વને ઉજાગર કરવા માટેના ઇવેન્ટના સમર્પણને પ્રતિબિંબિત કરશે.
