અમદાવાદની Legalwiz.in ઉત્તરપૂર્વના કૃષિ સ્ટાર્ટઅપ્સને કાયદાકીય અને કમ્પ્લાયન્સ સહાય આપશે

Startup
  • NEATEHUB અને Legalwiz.in વચ્ચે આસામ કૃષિ યુનિવર્સિટીના એગ્રીટેક સ્ટાર્ટઅપ્સને લીગલ સર્વિસ આપવા જોડાણ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

નોર્થ ઈસ્ટ એગ્રીકલ્ચર ટેકનોલોજી એન્ટરપ્રિન્યોર્સ હબ (NEATEHUB), આસામ કૃષિ યુનિવર્સિટીના ઇનોવેશન હબ અને અટલ ઇન્ક્યુબેશન સેન્ટરે (AIC) અમદાવાદ સ્થિત લીગલટેક કંપની Legalwiz.in સાથે કૃષિ સ્ટાર્ટઅપ્સને વ્યાપક કાનૂની અને કમ્પ્લાયન્સને લગતી સહાયતા માટે જોડાણ કર્યું છે.

આ ભાગીદારીથી NEATEHUBના ઇન્ક્યુબેટ્સને પ્રાધાન્ય દરે Legalwiz.inની વ્યાવસાયિક સેવાઓ મળશે. તદુપરાંત, તેઓ Legalwiz.in પાર્ટનર સર્વિસીસ પ્લેટફોર્મનો લાભ લઈ શકે છે, જે વન-સ્ટોપ ડેસ્ટિનેશન, ઈ-કોમર્સ, સીઆરએમ, વેબ ડેવલપમેન્ટ, કસ્ટમર સપોર્ટ, નાણાકીય સેવાઓ અને ડિસ્કાઉન્ટેડ દરે પેમેન્ટ ગેટવે સહિતના આવશ્યક બિઝનેસ સોલ્યુશન્સ ઓફર કરે છે.

ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા માન્યતા પ્રાપ્ત NEATEHUB કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇન્ક્યુબ સપોર્ટ, મેન્ટરશિપ અને માર્કેટ લિન્કેજ પ્રદાન કરીને NEATEHUB સમૃદ્ધ અને સ્થાયી એગ્રિટેક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા કટિબદ્ધ છે.

NEATEHUBના ડિરેક્ટર દાનિશ તામુલીએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે Legalwiz.in સાથેની આ ભાગીદારી એક નવા યુગની શરૂઆત કરશે જ્યાં અમારા સ્ટાર્ટઅપ્સને હવે કમ્પ્લાયન્સ સોલ્યુશન્સ માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ ઉપરાંત, અમે Legalwiz.in સાથે કન્ટેન્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ, જે માત્ર એગ્રિટેક સ્ટાર્ટઅપ્સને જ નહીં પરંતુ પૂર્વોત્તર ભારતમાં સંપૂર્ણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ લાભ આપશે.”

સાથે જોડાઈને, Legalwiz.in અને NEATEHUB એગ્રિટેક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલું ભરી રહ્યા છે, સ્ટાર્ટઅપ્સને અસરકારક રીતે સ્કેલ કરવા અને ભારતના વિકસતા કૃષિ ઈનોવેશન લેન્ડસ્કેપમાં ફાળો આપવા માટે જરૂરી સાધનોથી સજ્જ કરી રહ્યા છે.