January 22, 2025
એ-વન સ્ટીલ્સ ઇન્ડિયાએ રૂ. 650 કરોડના IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું

એ-વન સ્ટીલ્સ ઇન્ડિયાએ રૂ. 650 કરોડના IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ક્રૂડ સ્ટીલના ઉત્પાદન બાબતે દક્ષિણ ભારતમાં ટોચની પાંચ સ્ટીલ ઉત્પાદક તેમજ 10 સ્ટીલ પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એકમાત્ર કંપની એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 650 કરોડ સુધીના પ્રારંભિક જાહેર ભરણા માટે ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ.10ની મૂળ કિંમત) ઓફર કરીને ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે.

કુલ ઓફર સાઇઝમાં રૂ. 600 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા રૂ. 50 કરોડ સુધીના સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા ઓફર ફોર સેલ સામેલ છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા  ઉપર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ખંબાટા સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.