બિઝનેસ ખબરી, અમદાવાદ:
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપનીએ, ગુજરાતના ખાવડામાં આવેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 1,000 મેગાવોટ સોલર પાવરનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ સાથે, AGEL એ 9,478 મેગાવોટની કુલ ક્ષમતા હાંસલ કરી લીધી છે અને 2030 સુધીમાં 45,000 મેગાવોટના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.
કંપનીએ ખાવડામાં કામ શરૂ થયાના 12 મહિનાથી પણ ઓછા સમયમાં 1,000 મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટમાં લગભગ 24 લાખ સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. ઝડપી પ્રગતિ દ્વારા AGEL ભારત સરકારના 2030 સુધીમાં 500 ગીગાવોટ ગેર-ફોસિલ ઇંધણ આધારિત વીજળી ઉત્પાદનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરી રહી છે.
વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ 538 ચોરસ કિમી જમીનમાં ફેલાયેલો છે, જે પેરિસ કરતા પાંચ ગણો મોટો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે અને તેનાથી 15,200થી વધુ નોકરીઓનું સર્જન થશે.
અદાણી ઇન્ફ્રા, અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની તકનીકી નિપુણતા, AIMSLની કાર્યકારી શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાય ચેઇન, AGELની પ્રોજેક્ટ અમલીકરણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને, AGEL ભારતના પ્રથમ અને વિશ્વના સૌથી મોટા વિન્ડ-સોલાર હાઇબ્રિડ ક્લસ્ટર બનાવવા અને તેનું સંચાલન કરવામાં તેની સફળતાનું પુનરાવર્તન કરવા માટે તૈયાર છે.