બિઝનેસ ખબરી, અમદાવાદ:
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે (APSEZ) દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં નવા બેન્ચમાર્ક્સ સેટ કર્યા છે. ભારતમાં કોઈપણ ટર્મિનલ ખાતે સૌ પ્રથમવાર સર્વાધિક TEU, જહાજોનું સંચાલન અને ઓછામાં ઓછો ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરવાની નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. મુન્દ્રા પોર્ટે 11મી માર્ચ’24ના રોજ 3938 જહાજોના પાછલા વર્ષના (FY-22-23)ના રેકોર્ડને વટાવીને 4000 જહાજોનું સફળ સંચાલન કરીને ફરી એકવાર એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. અત્યાર સુધીમાં અદાણી પોર્ટ દ્વારા હેન્ડલ કરાયેલો આ રેકોર્ડ વેસેલ્સનો જથ્થો છે.
તાજેતરમાં અદાણી પોર્ટે 70 લાખ કન્ટેનર હેન્ડલનો આંક પાર કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારતમાં નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ પોર્ટ પર નોંધાયેલી આ સૌથી વધુ સંખ્યા છે. વેપાર વણિજ્યની ગતિવિધીઓના પ્રવેશદ્વાર તરીકે ઉભરતા અદાણી પોર્ટે મલ્ટિમોડલ હબ તરીકે વેપારને વેગવાન અને આર્થિક પ્રગતિનો પાયો મજબૂત બનાવ્યો છે. ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરી તેને પહોંચી વળવા મેનેજમેન્ટ, તમામ ટર્મિનલ્સના હેડ, સપોર્ટ વિભાગ, બીડી ટીમ અને પ્લાનિંગ ટીમ સહિયારા પ્રયાસોથી આ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 24-25માં અદાણી પોર્ટ આ રેકોર્ડ તોડવા હજુ વધુ જહાજોને સુરક્ષિત રીતે લાંગરવાની મહત્વકાંક્ષા ધરાવે છે.
દેશના સૌથી મોટા વ્યાપારી બંદર તરીકે અદાણી પોર્ટ કોલસા, કુદરતી ગેસ અને ઓટો ટર્મિનલ સહિતની સૌથી વિશાળ અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. તેનો ઊંડો ડ્રાફ્ટ અને બારમાસી હવામાન ક્ષમતાઓ કાર્ગો હેન્ડલ કરાવવા ન્યૂનતમ ટર્નઅરાઉન્ડની ખાતરી આપે છે. અદાણી પોર્ટના CT-3 ટર્મિનલે 30 લાખ TEU નો આંક પાર કર્યો હતો ભારતમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ ટર્મિનલ પર નોંધાયેલી આ સૌથી વધુ સંખ્યા છે. અદાણી પોર્ટ પર 7 મિલિયનથી વધુ TEU ને હેન્ડલ કરવાના સીમાચિહ્ન સુધી પહોંચવું એ મેરીટાઇમ ઉદ્યોગમાં એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સિદ્ધિ અદાણી પોર્ટની મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમ કામગીરી અને મોટા જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતાને રેખાંકિત કરે છે. APSEZ કાર્ગો સંચાલનમાં વિક્રમજનક કામગીરીનો સિલસિલો આગામી સમયમાં પણ જારી રાખવાની નેમ ધરાવે છે.