બિઝનેસ ખબરી, અમદાવાદ:
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અદાણી ટોટલ ગેસની પેટા કંપની અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિિલીટી (ATEL) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી સરળ બનાવવા માટે ઉપાયો પણ પ્રસ્તુત કરશે.
મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટીવ વિભાગના પ્રેસિડેન્ટ વિજય નાક્રાએ જણાવ્યું હતું કે, અદાણી ટોટોલ એનર્જીસ સાથે ભાગીદારી અમારા ગ્રાહકોને ચાર્જિંગ નેટવર્કની નિર્વિઘ્ન એક્સેસ અને EVની અકલ્પનીય અનુભૂતિ માટે ડિજિટલ ઈન્ટિગ્રેશનની ખાતરી કરાવનારું છે. પાર્ટનર નેટવર્ક સાથે ગ્રાહકોનો અનુભવ વધારવાની અમારી પ્રતિબદ્ધતા અનુસાર અમે EV ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવા, ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે બહુવિધ ભાગીદારોને સક્રિયપણે ઓન-બોર્ડિંગ કરી રહ્યા છીએ.
મહિન્દ્રા અને ATEL વચ્ચેની આ ભાગીદારી વાહન વ્યવહારને ડીકાર્બોનાઇઝ કરવા અને ઇલેક્ટ્રિક અને ટકાઉ ભવિષ્ય તરફ ગતિ કરવા માટે જરૂરી સહયોગી પ્રયાસોનું COP 26ની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ આ પ્રમાણ છે. આ સહયોગ સાથે હવે XUV400 ગ્રાહકોને બ્લુસેન્સ એપ ઉપર 1100થી વધુ ચાર્જર્સની ઍક્સેસ મળી રહેશે આમ મહિન્દ્રાના EV માલિકો માટે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા અને પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે.
અદાણી ટોટલ ગેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ પી મંગલાણીએ જણાવ્યું હતું કે, ઇલેકટ્રિક વેહિકલના ક્ષેત્રમાં કંપનીના પદાર્પણને વધુ વિસ્તૃત કરવા તરફ આ એક વધુ કદમ છે. ઉર્જા સંક્રમણના એક ભાગ તરીકે EV ટેકનોલોજીને સામેલ કરવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ચાર્જીંગ માળખાનો વ્યાપ વધારવા માટેનો સહયોગ ગ્રાહકોના વિશ્વાસને મજબૂત બનાવશે.ભારતના તેના આબોહવા સંબંધી લક્ષ્યોમાં સહાયરુપ થવા કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા આવા સંયુકત પગલાઓ સહાયરુપ થશે.