October 16, 2024
અદાણી પોર્ટ એન્ડ સેઝે રુ.3,080  કરોડમાં ઓડિસાનું ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું ફાઇલ ફોટો

અદાણી પોર્ટ એન્ડ સેઝે રુ.3,080 કરોડમાં ઓડિસાનું ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને (APSEZ)એ ઓડિસ્સાના ગોપાલપુર પોર્ટ (GPL)માં SP ગ્રુપનો 56% હિસ્સો અને ઓરિસ્સા સ્ટીવેડોર્સ (OSL)નો 39% હિસ્સો ખરીદવા માટે રુ. 3,080 કરોડના એન્ટરપ્રાઇઝ ભાવથી એક સુનિશ્ચિત કરાર કર્યો છે. ભારતના પૂર્વ કિનારે આવેલું ગોપાલપુર બંદર વાર્ષિક  20 મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે. 2006માં ઓડિશા સરકારે GPLને 30-વર્ષ માટેની છૂટછાટો આપી હતી, જેમાં દર 10 વર્ષે એક એમ બે એક્સટેન્શન આપવાની જોગવાઈ હતી.

ગોપાલપુરનું આ પોર્ટ  એક ડીપ ડ્રાફ્ટ મલ્ટિ-કાર્ગો પોર્ટ તરીકે,  લોખંડ, કોલસો, ચૂનાના પત્થર, ઇલ્મેનાઇટ અને એલ્યુમિના સહિત ડ્રાય બલ્ક કાર્ગોનું વૈવિધ્યસભર મિશ્રણ સંભાળે છે. આ બંદર તેના અંતરિયાળ વિસ્તારોમાં, લોખંડ જેવા ખનિજ આધારિત ઉદ્યોગોના વિકાસને ટેકો આપવા માટે મહત્વની ભૂમિકા અદા કરે છે. બજારની માંગ મુજબ પોર્ટની ડિઝાઇન અને વિસ્તરણ માટે કન્સેશનર પાસે સંપૂર્ણ સરળતા છે. ગોપાલપુુર પોર્ટને ભાવિ ક્ષમતાના વિસ્તરણને પહોંચી વળવા લીઝ પર વધારાની જમીન મેળવવાના વિકલ્પ સાથે પોર્ટના વિકાસ માટે 500 એકરથી વધુ જમીન લીઝ પર મળી છે. 

APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ગોપાલપુર પોર્ટનું આ સંપાદન અમને અમારા ગ્રાહકોને વધુ સંકલિત અને ઉન્નત સેવા ઉપલબ્ધ્ કરાવવા માટેના ઉપાયો પૂરા પાડશે. આ બંદરનું વ્યુહાત્મક ભૌગોલિક સ્થાન ઓડિસ્સા અને પડોશી રાજ્યોના ખાણકામ વિસ્તારોમાં કામકાજ આગળ વધારવા માટે અમને અભૂતપૂર્વ પ્રવેશની મંજૂરી આપવા સાથે અંતરિયાળ વિસ્તારમાં અમારી લોજિસ્ટિક્સ ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરવાની અનુકૂળતા આપશે. તેમણે કહ્યું હતું કે ગોપાલપુર પોર્ટ અદાણી સમૂહના સમગ્ર ભારતમાં પથરાયેલા પોર્ટ નેટવર્કમાં ઉમેરો કરી એકંદર કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર વધારો કરશે અને APSEZના સંકલિત લોજિસ્ટિક્સના અભિગમને વધુ મજબૂત બનાવશે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH16 દ્વારા તેના અંતરિયાળ વિસ્તાર સાથે સારી રીતે જોડાયેલા ગોપાલપુર પોર્ટને સમર્પિત એક રેલ્વે લાઇન આ પોર્ટને ચેન્નાઈ-હાવડા મુખ્ય લાઇન સાથે સાંકળે છે. આ એન્ટરપ્રાઇઝ મૂલ્ય ઉપરાંત સેલર્સ સાથે થયેલી સમજૂતીમાં ચોક્કસ શરતો પૂર્ણ કરવાની શરતે દર  પાંચ-પાંચ વર્ષ બાદ અંદાજે રૂ. 250 કરોડ ચૂકવવાની આકસ્મિક વિચારણા પણ છે.

એવો વરતારો છે કે ગોપાલપુર પોર્ટ નાણાકીય વર્ષ 2024માં વાર્ષિક ધોરણે  52% વૃદ્ધિ સાથે આશરે 11.3 MMT કાર્ગોનું પરિવહન કરશે અને આવકમાં વાર્ષિક ધોરણે 39%ની વૃધ્ધિ સાથે રુ.520 કરોડ ની આવક મેળવશે. વાર્ષિક ધોરણે 65%ની વૃધ્ધિ સાથે રુ.232 કરોડ EBITDA હાંસલ કરવાનો અંદાજ છે. કંપનીનું અનુમાન છે કે ગોપાલપુર પોર્ટ વિત્ત નાણાકીય વર્ષ 2024-25માં મજબૂત વૃદ્ધિ અને માર્જિન વિસ્તરણ માટે સજ્જ છે અને ઉચ્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે અગાઉથી જ ઓળખવામાં આવેલી પ્રગતિની તકો APSEZના શેરધારકો માટે વિના અવરોધે વધુ મૂલ્ય વૃદ્ધિ સૂચવે છે.