વિક્રમી માઇલસ્ટોન: વર્ષ 2024માં એશિયામાં સૌથી વધુ IPO લિસ્ટિંગ NSE પર થયું

બિઝનેસ ખબરી, અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને SME (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 સફળ IPO સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા IPOની સૌથી વધુ સંખ્યા છે. વર્ષ 2024માં વિશ્વભરમાં કુલ 1,145 પબ્લિક ઇશ્યૂ આવ્યા હતા, 2023માં આ સંખ્યા […]

Continue Reading

એ-વન સ્ટીલ્સ ઇન્ડિયાએ રૂ. 650 કરોડના IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: ક્રૂડ સ્ટીલના ઉત્પાદન બાબતે દક્ષિણ ભારતમાં ટોચની પાંચ સ્ટીલ ઉત્પાદક તેમજ 10 સ્ટીલ પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એકમાત્ર કંપની એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 650 કરોડ સુધીના પ્રારંભિક જાહેર ભરણા […]

Continue Reading

ઉમિયા કે વી સી સોલા મેઘમણી ફાઉન્ડેશન ઓડિટોરિયમ ખાતે રક્તદાન શિબિર યોજાઇ

અમદાવાદ: તારીખ 28 ડિસેમ્બર 2024  શનિવારના રોજ  ઉમિયા કે વી સી સોલા મેઘમણી ફાઉન્ડેશન ઓડિટોરિયમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું. રકતદાન શિબિરમાં કુલ 686 યુનિટ બ્લડ એકઠું થયું હતું. આ સેવા કાર્યમાં 316 બહેનો અને 370 ભાઈઓએ રક્તદાન કર્યું હતું. ઉમિયા […]

Continue Reading

ડીકોડિંગ: ડબલ્યૂ. ડી. ગેનની થીયરીના આધારે શેરબજાર જાન્યુઆરીમાં કેવું રહેશે?

બિઝનેસ ખબરી, અમદાવાદ: શેરબજારમાં રોકાણને આજે પણ જોખમી માનવામાં આવે છે. કોઈ તેને નસીબનો ખેલ સમજે છે તો કોઈ વળી તેમાં જોખમ ઉઠાવવાની ક્ષમતાની વાત કરે છે. બહુ જ ઓછા લોકો આને આંકડાની માયાજાળ સમજે છે. અલબત્ત, સ્ટોક માર્કેટ એટલે આંકડા… તેમાં ભાવ હોય, બેન્ચમાર્ક હોય કે પછી રોકાણ હોય, દરેકમાં એક ગણિત છે. લગભગ […]

Continue Reading

વેન્ટિવ હોસ્પિટાલિટીએ 26 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 719.55 કરોડ મેળવ્યા

ઇશ્યૂ 24 ડિસેમ્બરે બંધ થશે, પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 610થી રૂ. 643ની પ્રાઇઝ બેન્ડ ફિક્સ   બિઝનેસ ખબરી, અમદાવાદ: બ્લેકસ્ટોન સમર્થિત વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડે પ્રત્યેક ઇક્વિટી શેરના રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 643ના (ઇક્વિટી શેર દીઠ રૂ. 643ના પ્રીમિયમ સહિત) પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ પર કંપનીના સૂચિત […]

Continue Reading

પ્રભાવશાળી કોમ્યુનિકેશન આજના ખુબ જ સ્પર્ધાત્મક બજારમાં જગ્યા સુનિશ્ચિત કરવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે

GCCI દ્વારા ઘી પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ પર માસ્ટર ક્લાસ યોજાયો બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) સ્ટાર્ટઅપ કમિટી દ્વારા બિઝનેસ વુમન કમિટી અને યુથ કમિટી સાથે “પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ” પર એક માસ્ટર ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ્સ એન્ડ સ્ટ્રેટેજીસ, MICAના […]

Continue Reading

સ્પાઇસ જેટ મહા કુંભ માટે અમદાવાદથી પ્રયાગરાજ સુધીની દૈનિક વિશેષ ફ્લાઇટ શરૂ કરશે

આ વિશેષ ફ્લાઇટ  12 જાન્યુઆરીથી 28  ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: પેસેન્જર એરલાઇન સ્પાઇસજેટે  મહા કુંભ મેળા 2025 માટે વિશેષ હવાઇ સેવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ્સ પ્રયાગરાજને દિલ્હી, મુંબઇ, બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડશે. આ વિશેષ ફ્લાઇટ  12 જાન્યુઆરીથી 28  ફેબ્રુઆરી, 2025  સુધી કાર્યરત રહેશે. સ્પાઇસ જેટ એકમાત્ર એવી એરલાઇન છે […]

Continue Reading

કલ્પતરુ પ્રોજેક્ટ્સે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ દ્વારા ₹1,000 કરોડની ઇક્વિટી ઊભી કરી

બિઝનેસ ખબરી, અમદાવાદ: ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવતી વૈવિધ્યસભર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપની, કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલ લિમિટેડે (KPIL) તેનું રૂ. 1,000 કરોડનું ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ (QIP) પૂર્ણ કર્યું છે. આ KPIL દ્વારા છેલ્લા એક દાયકામાં ઇક્વિટીમાં પ્રથમ વખત વધારો દર્શાવે છે. KPILના MD અને CEO મનીષ મોહનોતે જણાવ્યું હતું કે, “નવીનીકરણીય ઊર્જા માટે વૈશ્વિક દબાણ, વધતી જતી વીજ માંગ, વધતું શહેરીકરણ અને મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, આ બધું EPC ક્ષેત્ર […]

Continue Reading

નવેમ્બર-ફેબ્રુઆરી વચ્ચે NRIના ભારત પ્રવાસના કારણે ગુજરાતમાં જેનેરીક દવાનું વેચાણ 15% વધશે

બિઝનેસ ખબરી, અમદાવાદ: દિવાળી બાદ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે બિન નિવાસી ભારતીયો (NRI) સૌથી વધુ ભારત આવતા હોય છે. આ મહિનાઓમાં વિદેશમાં વસતા લોકો લગ્નપ્રસંગ, ફરવા તેમજ અન્ય સામાજિક કામો માટે વતનમાં આવે છે. ફાર્મસિસ્ટ અને દવાના વિક્રેતાઓના જણાવ્યા મુજબ વિદેશથી આવતા ગુજરાતીઓ આ ગાળામાં ક્રિટીકલ કેર અને લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારીઓની દવાની ખરીદી કરે છે […]

Continue Reading

રાજસ્થાન હોસ્પિટલ હેઠળ અમદાવાદમાં મેડિકલ કોલેજ બનશે

અમદાવાદ: આ વર્ષે 15 ઓગસ્ટના કાર્યક્રમમાં રાજસ્થાન હોસ્પિટલના ચેરમેન પી.આર.કાંકરિયાએ રાજસ્થાન હોસ્પિટલના નેજા હેઠળ મેડિકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી હતી. આ દિશામાં છેલ્લા કેટલાય મહિનાઓથી તેમના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત છે અને ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ થઈ જવાની સંભાવના છે. આ મેડિકલ કોલેજ શરૂ કરવાના સ્વપ્નને સાકાર કરવા માટે સોમવારે હોસ્પિટલ ખાતે ટ્રસ્ટીઓની બેઠકમાં […]

Continue Reading