દેશને વર્ષે રૂ. 7,700 કરોડનો આઇસક્રીમ ખવરાવે છે ગુજરાત, ભારતનું અંદાજે 35% ઉત્પાદન અહી થાય છે

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગરમીનો પારો ચડયો એટલે લોકો રાત્રે આઇસક્રીમ ખાવા માટે નીકળી પડે છે. ગુજરાતની વાત કરી તો દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આઇસક્રીમ ખાવાનું પ્રમાણ લગભગ બમણું છે અને એટલે જ આઇસ્ક્રીમના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં અવ્વલ છે. આઈસ્ક્રીમ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે દેશનો આશરે 30-35% આઈસ્ક્રીમ ગુજરાતમાં બને છે. ટોપ આઈસ્ક્રીમ બ્રાંડ અમુલ, […]

Continue Reading

પ્રતિકૂળ વાતાવરણ રહેતા આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીમાં ઉત્પાદન 40-50% ઓછું થવાની સંભાવના

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની સ્પેશિયલ કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે ખરાબ વાતાવરણના પગલે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આંબમાં ફ્લાવરિંગ આવવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફળ બન્યા હતા. પ્રતિકૂળ વાતાવરણના […]

Continue Reading

લોકો હેલ્થ કોન્સિયસ બનતા ફીંડલાનું શરબતનું ધૂમ વેચાણ, યુવા મહિલાઓમાં આ જ્યુસ ઘણું પોપ્યુલર

ફીંડલાના શરબત બનાવવાનો વેપાર ગૃહ ઉદ્યોગ તરીકે ધીમે ધીમે વધી રહ્યો છે બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્રશાંતભાઈ અને સુજાતાબેન આમ તો દેખાવે તો સ્વસ્થ લગતા હતા પણ થોડા સમયથી ચાલવા અને કામ કરતાં સમયે થાક લાગતો હતો. પ્રાથમિક તપાસમાં તેમને વધતી ઉમરના કારણે વિટામિનની ઉણપ હોવાનું સામે આવ્યું. ડોક્ટરે તેમને ફીંડલાનું શરબત પીવાની સલાહ આપી. જોકે […]

Continue Reading

નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન પદે મિનેષ શાહની નિમણૂક

બિઝનેસ ખબરી, અમદાવાદ: ડેરી કોઓપરેટિવની સર્વોચ્ચ સંસ્થા નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCDFI)એ 5 એપ્રિલ, 2024ના રોજ બોર્ડ ચૂંટણી યોજી મિનેષ શાહની ચેરમેન પદે નિમણૂક કરી છે. આ સાથે જ જનરલ બોડી મિટિંગમાં આઠ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ઝારખંડ મિલ્ક ફેડરેશનના મિનેષ પટેલ, સિક્કિમ મિલ્ક યુનિયનના મંગલ જીત રાય, […]

Continue Reading

સોનામાં ફરી તેજીનો ચમકારો; અમદાવાદમાં ભાવ રૂ. 700 વધીને રૂ. 69,500ની નવી ઊંચાઈએ પહોંચ્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: અમેરિકામાં ફુગાવાના ડેટા જાહેર થાય તે પહેલા જ સોનામાં ફરી તેજી શરૂ થઈ છે. ગુરુવારે ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે વૈશ્વિક સોનાનો ભાવ 2227 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયો હતો. જેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનામાં 10 ગ્રામ દીઠ રૂ. 700 વધીને 24 કેરેટનો ભાવ રૂ. 69,500ના નવા ઊંચા સ્તરે પહોંચ્યો […]

Continue Reading

અદાણી ગ્રૂપનો મેટલ સેક્ટરમાં પ્રવેશ, કચ્છનો કોપર પ્લાન્ટ શરૂ થયો

બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી ગ્રૂપે કચ્છમાં પોતાના કોપરના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે જ અદાણી ગ્રૂપનો મેટલ સેક્ટરમાં પણ પ્રવેશ થયો છે. કંપનીએ 28 માર્ચે મુંદ્રા પ્લાન્ટમાંથી એક બેચ તેમના ગ્રાહકોને મોકલી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ પ્રથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ $1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. […]

Continue Reading

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ ફંડ લોન્ચ કર્યું, પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર સુધીનો લોક-ઇન પિરિયડ

બિઝનેસ ખબરી, અમદાવાદ: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેના ઓપન-એન્ડેડ ફંડ પીજીઆઈએમ ઈન્ડિયા રિટાયર્મેન્ટ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર (જે પહેલા થાય તે) સુધીનો લોક-ઇન પિરિયડ ધરાવે છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી, ઇક્વિટી સંબંધિત સાધનો, REITs અને InvITs અને ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ ધરાવતી સિક્યોરિટીઝના મિશ્રણમાં રોકાણ કરીને […]

Continue Reading

અદાણી પોર્ટ એન્ડ સેઝે રુ.3,080 કરોડમાં ઓડિસાનું ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને (APSEZ)એ ઓડિસ્સાના ગોપાલપુર પોર્ટ (GPL)માં SP ગ્રુપનો 56% હિસ્સો અને ઓરિસ્સા સ્ટીવેડોર્સ (OSL)નો 39% હિસ્સો ખરીદવા માટે રુ. 3,080 કરોડના એન્ટરપ્રાઇઝ ભાવથી એક સુનિશ્ચિત કરાર કર્યો છે. ભારતના પૂર્વ કિનારે આવેલું ગોપાલપુર બંદર વાર્ષિક  20 મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું […]

Continue Reading

ગુજરાતના 206માંથી 154 ડેમો અડધોઅડધ ખાલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર 40% પાણી

બિઝનેસ ખબરી, અમદાવાદ: ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણીનો વપરાશ પણ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાતના આવેલા ડેમ્સ અને જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં નર્મદા ડેમ સિવાયના 206 ડેમ્સ આવેલા છે. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર ડીપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે 154 ડેમમાં પાણીનું સ્તર 50% કરતાં પણ નીચું છે. એટલે […]

Continue Reading

એક્ટિવ પ્રોજેક્ટ્સથી વેચાણમાં 6 અબજ ડોલર અને એબિટામાં 2.5-3 અબજ ડોલરનો વધારો થવાની વેદાંતાને અપેક્ષા

બિઝનેસ ખબરી, અમદાવાદ: વૃદ્ધિને આગળ ધપાવવા માટે માઈનિંગ સમૂહ વેદાંતા લિમિટેડ 50થી વધુ એક્ટિવ પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ પર કામ કરી રહી છે જે પૂરા થવા પર વાર્ષિક એબિટામાં 2.5-3 અબજ ડોલર અને આવકમાં 6 અબજ ડોલરનો વિક્રમી વધારો કરે તેવી સંભાવના છે, એમ કંપનીના એક ટોચના એક્ઝિક્યુટિવે ઇન્વેસ્ટર ઇવેન્ટમાં જણાવ્યું હતું. કંપની જેને હાલ ડિસ્કવરી […]

Continue Reading