January 22, 2025
વેન્ટિવ હોસ્પિટાલિટીએ 26 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 719.55 કરોડ મેળવ્યા

વેન્ટિવ હોસ્પિટાલિટીએ 26 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 719.55 કરોડ મેળવ્યા

    • ઇશ્યૂ 24 ડિસેમ્બરે બંધ થશે, પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 610થી રૂ. 643ની પ્રાઇઝ બેન્ડ ફિક્સ

 

બિઝનેસ ખબરી, અમદાવાદ:

બ્લેકસ્ટોન સમર્થિત વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડે પ્રત્યેક ઇક્વિટી શેરના રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 643ના (ઇક્વિટી શેર દીઠ રૂ. 643ના પ્રીમિયમ સહિત) પ્રાઇઝ બેન્ડના અપર એન્ડ પર કંપનીના સૂચિત આઈપીઓ પૂર્વે 26 એન્કર ઇન્વેસ્ટર્સને 1,11,90,513 ઇક્વિટી શેર્સ ફાળવ્યા છે અને રૂ. 719.55 કરોડ એકત્રિત કર્યા છે. એન્કર ઇન્વેસ્ટર્સને 1,11,90,513 ઇક્વિટી શેર્સની કુલ ફાળવણીમાં 48,21,122 ઇક્વિટી શેર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 43.08 ટકા) કુલ 8 સ્કીમ્સ દ્વારા 4 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા.

એન્કરને મ્યુચ્યુઅલ ફંડ, ઇન્શ્યોરન્સ કંપનીઓ, લોંગ ઓન્લી ફંડ્સ, સોવરેન ફંડ્સ અને ડોમેસ્ટિક વેલ્થ ફંડ્સ તરફથી મજબૂત માંગ જોવા મળી હતી. તેમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોનું મિશ્રણ જોવા મળે છે. ટોચના રોકાણકારોમાં ગવર્મેન્ટ પેન્શન ગ્લોબલ ફંડ, ઓલસ્પ્રિંગ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એલએલસી, ટાટા એબ્સોલ્યુટ રિટર્ન ફંડ, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા ઈન્ડિયા ફંડ, એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નુવામા, જેએમ ફાઇનાન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને 360 વન ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો સમાવેશ થાય છે.

રૂ. 16,00 કરોડના કુલ મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં રૂ. 16,00 કરોડના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (ટોટલ ઓફર સાઇઝ). કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો કંપની દ્વારા મેળવવામાં આવેલા કેટલાક ઋણની તેના પર થયેલા વ્યાજની ચૂકવણી સહિત સંપૂર્ણ અથવા આંશિક પણે પૂર્વચૂકવણી કે પુનઃચૂકવણી માટે કરવાની યોજના ધરાવે છે. 

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.