અમદાવાદ:
તારીખ 28 ડિસેમ્બર 2024 શનિવારના રોજ ઉમિયા કે વી સી સોલા મેઘમણી ફાઉન્ડેશન ઓડિટોરિયમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું. રકતદાન શિબિરમાં કુલ 686 યુનિટ બ્લડ એકઠું થયું હતું. આ સેવા કાર્યમાં 316 બહેનો અને 370 ભાઈઓએ રક્તદાન કર્યું હતું. ઉમિયા કે વી સી કેમ્પસ ના ઉચ્ચ હોદ્દેદારો તેમ જ પદાધિકારીઓ પણ આ સેવાયજ્ઞમાં રક્તદાતાનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.