November 25, 2024
BYD ઈન્ડિયાએ લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

BYD ઈન્ડિયાએ લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ:

વિશ્વની અગ્રણી ન્યુ એનર્જી વ્હીકલ (NEV) મેન્યુફેક્ચરરની પેટા કંપની BYD ઈન્ડિયાએ BYD SEALના લોન્ચ સાથે લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. વૈશ્વિક સફળતા મળ્યાના પગલે લક્ઝુરિયસ BYD SEAL હવે ભારતીય બજારમાં લક્ઝરી ઈવી સેડાન સેગમેન્ટમાં નવા બેન્ચમાર્ક્સ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

BYD એ 30 લાખ વાર્ષિક વેચાણ લક્ષ્યાંકને વટાવીને રેકોર્ડ બ્રેકિંગ વેચાણ સાથે 2023નું સમાપન કર્યું છે અને હવે તે સતત બીજા વર્ષે વૈશ્વિક ન્યુ એનર્જી વ્હીકલ (NEV) વેચાણ ચેમ્પિયન છે. BYD SEAL ની શરૂઆત અને સ્પર્ધાત્મક કિંમતો અને ડીલરશીપ વિસ્તરણની જાહેરાત ઉપરાંત, BYD India ભારત સરકારના EV30@2030 ના લક્ષ્ય સાથે તેની દ્રષ્ટિને સંરેખિત કરવામાં ગર્વ અનુભવે છે – 2030 સુધીમાં 30% નવી નોંધાયેલી ખાનગી કાર ઇલેક્ટ્રિક હશે.

કંપનીના બિઝનેસ હેડ ઝુબિન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, BYDમાં અમે હંમેશા ઇનોવેશનથી પ્રેરિત રહ્યા છીએ અને અત્યાધુનિક ટેક્નોલોજી, ડિઝાઇન, અદ્વિતીય આરામ તથા ભારતમાં વધુ સ્વચ્છ તેમજ હરિયાળા ભવિષ્ય માટે વેગ આપવા માટેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉ પરિહવનના ક્ષેત્રને સતત પુનઃઆકાર આપ્યો છે. અમને વિશ્વાસ છે કે ભારતમાં ન્યૂ એનર્જી વ્હીકલ ક્ષેત્રે ક્રાંતિને વેગ આપવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે. ઈપીવી સેગમેન્ટમાં BYD ગ્લોબલ ચેમ્પિયન હોવાથી અને ભારતીય ગ્રાહકો તરફથી મળેલો હકારાત્મક પ્રતિસાદ સમગ્ર ભારતમાં અમારી ડિલરશિપને વધારવા માટે અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

BYD SEALની સીટીબી ટેક્નોલોજી બ્લેડ બેટરીને સેડાનની બોડીમાં સરળતાથી સમાવે છે જે એક મજબૂત ‘સેન્ડવિચ’ સ્ટ્રક્ચર ઊભું કરે છે જેના પગલે 40500N.m/°ની ટોર્શનલ રિજિડિટી હાંસલ કરી શકાય છે. આ અભૂતપૂર્વ ડિઝાઈન ન કેવળ ઇન્ટિરિયર સ્પેસને વધારે છે, પરંતુ સુરક્ષા, સ્થિરતા, હેન્ડલિંગ અને પર્ફોર્મન્સમાં પણ નોંધપાત્ર વધારો કરે છે. BYD SEAL આધુનિક ટેક્નોલોજીને યુઝર-ફ્રેન્ડલી એક્સેસિબિલિટી સાથે ઇન્ટેલિજન્ટ ડ્રાઇવિંગ અનુભવો માટે નવા માપદંડો નિર્ધારિત કરે છે.