November 21, 2024
ન્યૂઝ બ્રીફ/ બીએનપી પારિબાએ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી, સંગીતા જિંદાલ બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ભારતીય સલાહકારી સમિતિમાં જોડાયા

ન્યૂઝ બ્રીફ/ બીએનપી પારિબાએ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી, સંગીતા જિંદાલ બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ભારતીય સલાહકારી સમિતિમાં જોડાયા

બિઝનેસ ખબરી, અમદાવાદ:

જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલ બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ભારતીય સલાહકારી સમિતિમાં જોડાયા છે. આ ભૂમિકામાં તેઓ નવીન પરોપકારી અને સીએસઆર અભિગમો દ્વારા ભારતમાં સકારાત્મક પરિવર્તન લાવવાના તેમના હેતુને આગળ ધપાવવા માટે ભારતમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટ સાથે ભાગીદારી કરશે. સંગીતા જિંદાલ ભારતીય બિઝનેસ લીડર્સની પસંદગીની કેડરનો એક ભાગ છે જેઓ ગ્લોબલ ટ્રસ્ટના સલાહકારી સભ્યો છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ભારતમાં અત્યંત સંવેદનશીલ સમુદાયો માટે મોટાપાયે નિર્ણાયક પરિણામો મેળવવા માટે ખાનગી ક્ષેત્ર અને દક્ષિણ એશિયાના લોકો સાથે સહયોગ કરે છે.

બીએનપી પારિબાએ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી

યુરોપિયન યુનિયનની અગ્રણી બેન્ક અને આંતરરાષ્ટ્રીય બેંકિંગમાં મહત્વપૂર્ણ કંપની બીએનપી પારિબાએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (ગિફ્ટ-આઇએફએસસી)માં આજથી તેની નવી બ્રાન્ચ દ્વારા કામગીરી શરૂ કરી છે. બીએનપી પારિબા ગિફ્ટ સિટી બ્રાન્ચ તેના ઓનશોર અને ઓફશોર ક્લાયન્ટ સાથે નવા બિઝનેસની તકોને આકર્ષીને વ્યાપક પ્રોડક્ટ ઓફરિંગમાં મદદરૂપ બનશે. બીએનપી પારિબા ઇન્ડિયાના ટેરેટરી હેડ અને સીઇઓ સંજય સિંઘે કહ્યું હતું કે, “ગિફ્ટ સિટી બ્રાન્ચ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને વૃદ્ધિ સાધતી બીએનપી પારિબા ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી પ્રત્યે અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે. તેનાથી અમે પ્રોડક્ટ્સ અને સ્ટ્રેટેજીક સોલ્યુશન્સની વિશાળ શ્રેણી સાથે વૈવિધ્યસભર વૈશ્વિક ક્લાયન્ટ્સને વધુ સારી રીતે સેવા પૂરી પાડવા શક્ષમ બની શકીશું કારણકે ક્રોસ-બોર્ડર કામગીરી સતત વધી રહી છે.”

કોટક લાઇફ ઇન્શ્યોરન્સે કોટક જેન2જેન પ્રોટેક્ટ લોન્ચ કરી

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (“Kotak Life”) આજે તેનો નવો પ્રોટેક્શન પ્લાન કોટક જેન2જેન પ્રોટેક્ટ લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી. આ પ્રોડક્ટ એક જ પ્લાનમાં બે પેઢીઓને આવરી લેતા વિકલ્પ સાથે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ફીચર રજૂ કરે છે જેના દ્વારા સુરક્ષાનો વારસો આગળની પેઢીને આપી શકાય છે. સર્વાઇવલ પર 100 ટકા ગેરંટેડ પ્રીમિયમ પાછું આપવાના લાભ સાથે જેન2જેન પ્રોટેક્ટ માતાપિતા (લાઇફ ઇન્શ્યોરન્સ લેનાર મુખ્ય વ્યક્તિ) જ્યારે 60 અથવા 65 વર્ષની ઉઁમર વટાવે ત્યારે સંપૂર્ણ રિસ્ક કવર બાળકને ટ્રાન્સફર કરવાની ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. આ ઉપરાંત આ રિસ્ક કવર બાળક 60 વર્ષનું થાય ત્યાં સુધી તેને આવરી લે છે. કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના એમડી મહેશ બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “એક સંસ્થા તરીકે અમારું અતૂટ સમર્પણ એવી પ્રોડક્ટ્સમાં નવીનતા લાવવાનું અને ક્યુરેટ કરવાનું છે જે અમારા ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરે અને તેનાથી વધુ હોય. કોટક જેન2જેન પ્રોટેક્ટ એક એવી પ્રોડક્ટ છે જેના દ્વારા અમારા ગ્રાહકો એક જ ટર્મ પ્લાન સાથે બે પેઢીઓ સુરક્ષિત કરી શકે છે. આ પ્રોડક્ટનો સાર આપણે ભારતીયો કુટુંબ, પરંપરા અને વારસાને જે મહત્વ આપીએ છીએ તેના પરથી આવે છે.

ટાટા એસેટ મેનેજમેન્ટે ભારતનું સૌપ્રથમ ટુરિઝમ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં અગ્રણી ટાટા એસેટ મેનેજમેન્ટ કંપનીએ દેશનું પ્રથમ ટુરિઝમ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે, જેમાં નિફ્ટી 500માં સમાવિષ્ટ કંપનીઓના કલેક્શનનો સમાવેશ થાય છે. ટાટા નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ ફંડ નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ (ટીઆરઆઈ, એટલે કે ટોટલ રિટર્ન્સ ઇન્ડેક્સ) ને ટ્રેક કરશે. ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે, “ઉચ્ચ વપરાશી આવક, સારી હાઇવે કનેક્ટિવિટી, રેલ્વેની વધેલી સુવિધા અને ઝડપ તથા અનેક નવા એરપોર્ટે મુસાફરીને સરળ, ઝડપી અને સલામત બનાવી છે. અમે સ્થાનિક ઉડ્ડયન, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ટ્રાવેલમાં મહત્તમ વૃદ્ધિ જોઈ છે જે પ્રવાસન ક્ષેત્ર માટે ખૂબ જ સારી વાત છે. તમામ પ્રકારની મુસાફરી, ચાહે તે તીર્થયાત્રા હોય, વેપાર હોય, મેડિકલ હોય કે આરામપ્રિય સ્થળો, આ બધામાં પ્રગતિ થઈ રહી છે. આ પર્યટનને એક સેગમેન્ટ તરીકે જોવા માટે અને આ ક્ષેત્રના વિકાસથી લાભ મેળવવા માટે કેવી રીતે રોકાણ કરી શકે છે અને તેનો ધ્યેય રાખવા માટે આ એક આકર્ષક કેસ બનાવે છે.”

રિલાયન્સ ફાઉન્ડેશનના જ્યોતિ યારાજી ઓલિમ્પિક્સમાં મહિલાઓની 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય બની

જ્યોતિ યારાજી એટલે કે હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર જ્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે ત્યારે તે તદ્દન અજાણ્યા મેદાનમાં હશે. રિલાયન્સ ફાઉન્ડેશનની સહાય પ્રાપ્ત કરનાર જ્યોતિ ઓલિમ્પિક્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા હશે. મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટ 1972થી દરેક ઓલિમ્પિકનો ભાગ રહી છે, પરંતુ પ્રથમ વખત એવું બનશે કે જ્યારે કોઈ ભારતીય એથ્લિટ આ યાદીમાં સ્થાન મેળવશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા એમ. અંબાણીએ જણાવ્યું કે, “ઓલિમ્પિકમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય બનવા બદલ અમને અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લિટ જ્યોતિ યારાજી માટે ખૂબ જ આનંદ અને અત્યંત ગર્વ છે. જ્યોતિની સફર, તેનું સમર્પણ અને આ અવિશ્વસનીય સિદ્ધિ સપનાની શક્તિ અને અવિરત મહેનતનો પુરાવો છે. તે ભારતના યુવાનોની ભાવના, પ્રતિભા અને મુશ્કેલીઓ સામે અડગ રહેવાને મૂર્તિમંત કરે છે.”