October 16, 2024
ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો SME પબ્લિક ઇશ્યૂ 28 માર્ચે ખૂલશેઃ પ્રાઇઝ બેન્ડ રૂ. 80-85

ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો SME પબ્લિક ઇશ્યૂ 28 માર્ચે ખૂલશેઃ પ્રાઇઝ બેન્ડ રૂ. 80-85

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સ ઇન્ડિયા લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 04 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 54.4 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા NSE ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 80-85 નિર્ધારિત કરાયો છે તેમજ લોટ સાઇઝ 1,600 ઇક્વિટી શેર્સ રહેશે.

નોઇડા સ્થિત કંપનીના આઇપીઓમાં બુક બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 64,00,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. તેમાં માર્કેટ મેકર માટે 3.2 લાખ ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ માટે 9.12 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 30.4 લાખ ઇક્વિટી શેર્સ (એન્કર ઇન્વેસ્ટર પોર્શન માટે 18.24 લાખ ઇક્વિટી શેર્સ સહિત) અને રિટેઇલ માટે 21.28 લાખ ઇક્વિટી શેર્સ અનામત છે.

આરએચપી ડોક્યુમેન્ટ મૂજબ કંપની આઇપીઓમાંથી ઊભા કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા, કંપનીના ધિરાણના કેટલાંક હિસ્સા અથવા સંપૂર્ણ હિસ્સાની પુનઃચૂકવણી માટે, મૂડી ખર્ચ માટે, હસ્તાંતરણ દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિ માટે તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે. કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં રૂ. 48.07 કરોડની આવક અને રૂ. 7.24 કરોડનો પીએટી નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવકો રૂ. 90.14 કરોડ અને પીએટી રૂ. 8.64 કરોડ હતો.

ક્રિએટિવ ગ્રાફિક્સ ડિજિટલ ફ્લેક્સો પ્લેટ્સ, કન્વેન્શનલ ફ્લેક્સો પ્રિન્ટિંગ પ્લેટ્સ, લેટર પ્રેસ પ્લેટ્સ, મેટલ બેક પ્લેટ્સ અને કોટિંગ પ્લેટ્સ સહિતના ફ્લેક્સોગ્રાફિક પ્રિન્ટિંગ પ્લેટન્સના ઉત્પાદનમાં નિપૂણતા ધરાવે છે. કંપની ભારત, થાઇલેન્ડ, કતાર, કુવૈત, નેપાળ અને આફ્રિકામાં ગ્રાહકોને સેવા પ્રદાન કરે છે. તે નોઇડા (ઉત્તર પ્રદેશ), વસઇ, પૂણે (મહારાષ્ટ્ર), ચેન્નઇ (તમિળ નાડુ), બડ્ડી, (હિમાચલ પ્રદેશ), હૈદરાબાદ (તેલંગાણા) અને અમદાવાદ (ગુજરાત)માં ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.