January 30, 2025
ડીકોડિંગ: ડબલ્યૂ. ડી. ગેનની થીયરીના આધારે શેરબજાર જાન્યુઆરીમાં કેવું રહેશે?

ડીકોડિંગ: ડબલ્યૂ. ડી. ગેનની થીયરીના આધારે શેરબજાર જાન્યુઆરીમાં કેવું રહેશે?

બિઝનેસ ખબરી, અમદાવાદ:

શેરબજારમાં રોકાણને આજે પણ જોખમી માનવામાં આવે છે. કોઈ તેને નસીબનો ખેલ સમજે છે તો કોઈ વળી તેમાં જોખમ ઉઠાવવાની ક્ષમતાની વાત કરે છે. બહુ જ ઓછા લોકો આને આંકડાની માયાજાળ સમજે છે. અલબત્ત, સ્ટોક માર્કેટ એટલે આંકડા… તેમાં ભાવ હોય, બેન્ચમાર્ક હોય કે પછી રોકાણ હોય, દરેકમાં એક ગણિત છે.

લગભગ ૧૦૦ વર્ષ પહેલા અમેરિકાનાં મહાન ટ્રેડર ડબલ્યૂ. ડી. ગેને સાબિત કરી દીધું હતું કે, ભાવ ભગવાન અને સમય સર્વસ્વ, સમય બળવાન છે. સમયચક્ર, ખગોળ, ભૂમિતિ, અંકશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરીને તેણે શેરબજાર અને કોમોડિટીમાં વેપાર કરવા માટે પોતાની આગવી અને અનોખી ટેકનિક વિકસાવી હતી.

બિઝનેસ ખબરીના લેખક ‘વીરા’એ ડબલ્યૂ. ડી. ગેનની થીયરીને ડીકોડ કરવાનો પ્રયાસ કર્યો છે.

મેજર પ્રેશર ડેટઃ ૧૮ જાન્યુઆરી ૨૦૨૫
મેજર પ્રેશર ડેટ ઉપર સામાન્ય રીતે પાંચ-સાત દિવસ માટે રિવર્સલ આવતું હોય છે. એટલે કે ટ્રેન્ડ તેજીનો હોય તો થોડા દિવસ માટે મંદી અને મંદીનો હોય તો થોડા દિવસની તેજી જોવા મળતી હોય છે. તેમ છતાં આ દિવસનો હાઈ-લો માર્ક કરીને માર્કેટ જે દિશામાં જાય તે દિશાનો ટ્રેડ લેવો હિતાવહ છે.

વીકલી ટ્રેન્ડઃ બીજું, ચોથું અઠવાડિયું
બીજા અઠવાડિયા પહેલા જો માર્કેટ નીચે સરકતું હોય અને તળીયે કોઈ ડેઈલી કેન્ડલ રિવર્સલ પેટર્ન બનાવે એટલે કે ગ્રીન દોજી, ગ્રીન હેમર કે પછી પાછળનાં દિવસનો હાઈ કાપીને ઉપર બંધ આપે તો બજાર તેજી બતાવી શકે છે. S 1 2 3 તેનાથી ઉલટું જો ચોથા અઠવાડિયામાં બજાર તેજીમાં હોય અને ટોપ ઉપર કોઈ રિવર્સલ રેડ કેન્ડલ આપે તો મંદીની અસર પાંચમાં અઠવાડિયા સુધી પણ ખેંચાઈ શકે છે.

ઈશ્ક વિથ રિસ્કઃ ૩થી ૭ જાન્યુઆરી
આ દિવસોમાં બજાર એકાદ બે દિવસ મોટું ગાબડું પાડે તેવી પૂરી સંભાવના છે. આ ટાઈમ લાઈન ઉપર ભૂતકાળમાં મોટાભાગે બજારે નાનો-મોટો કડાકો આપેલો છે.

હાઈ ફ્લાય: ૯ જાન્યુઆરી, ૧૭ જાન્યુઆરી, ૨૭ જાન્યુઆરી
આ ત્રણ તારીખ ઉપર ખાસ નજર રાખવી. બજાર જો આગળનાં દિવસનો હાઈ મજબૂતાઈથી ક્રોસ કરે તો સપાટાભેર તેજી બતાવી શકે છે.

લો બ્રેકરઃ ૩, ૧૦, ૨૦, ૨૪ જાન્યુઆરી
આ દિવસોમાં જો માર્કેટ તાકાતથી નીચે પડતું દેખાય તો બજાર સારી એવી મંદી કરી શકે અથવા તો ચાલુ બજારે ટ્રેન્ડમાં ઉથલ-પાથલ મચાવે તેવા રિવર્સલ આપી શકે છે.

હિસ્ટ્રી રીપીટ્સઃ ૧૭થી૧૮ જાન્યુઆરી, ૧૮થી ૨૨ જાન્યુઆરી, ૨૨થી ૨૬ જાન્યુઆરી
૧૭-૧૮ જાન્યુઆરીએ બજારે ભૂતકાળમાં અનેકવાર સારી એવી તેજી બતાવી છે.
૧૮થી ૨૨ જાન્યુઆરી વચ્ચે ભૂતકાળમાં અનેકવાર મંદી કરેલી છે.
૨૨થી ૨૬ જાન્યુઆરી વચ્ચે .ભૂતકાળમાં તેજી જોવા મળેલી છે.

 

ડિસ્ક્લેમર: આ ગેન થિયરીના આધારે અભ્યાસ છે. ખરીદ – વેચાણની કોઈ સલાહ કે સૂચન નથી. વધુ વિગતો, માસિક અને સાપ્તાહિક રિપોર્ટ માટે Gannalysis@gmail.com ઉપર સંપર્ક કરો.