બિઝનેસ ખબરી, અમદાવાદ:
આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે ગુજરાતના વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) સાથે સમજૂતીપત્ર (MOU) કર્યો છે. આ સમજૂતી પર MS યુનિવર્સિટી બરોડાના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ અને ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ સુનીલ શુક્લાએ હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગનો ઉદ્દેશ આ બંને સંસ્થાઓની નિપુણતાનો લાભ લઈને પ્રદેશમાં આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.
એમઓયુ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા તથા સ્ટાર્ટઅપ ક્લાઇમેટને મજબૂત કરવા માટે સંયુક્ત પહેલ માટેનો માર્ગ મોકળો કરશે. એમઓયુના ભાગરૂપે ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ, મેન્ટરિંગ, નવા વિચારોને પ્રોત્સાહન આપવા તથા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાની ભાવના જાગે તે માટે તેમને પૂરતી સહાય કરવાનો સમાવેશ થાય છે. ઈડીઆઈઆઈ અને એમએસ યુનિવર્સિટીની નિપુણતાઓને એકત્રિત કરીને આ ભાગીદારી વાઇબ્રન્ટ આંત્રપ્રિન્યોરશિપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે આતુર છે.