બિઝનેસ ખબરી, અમદાવાદ:
ફોર્મ્યુલેશન કંપની એરિસ લાઇફસાયન્સ લિમીટેડે રૂ. 1,242 કરોડમાં બાયોકોન બાયોલોજિક્સ ઇન્ડિયાના બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન બિઝનેસ હસ્તગત કર્યો છે. આ સાથે જ કંપનીએ ભારતમાં રૂ. 30,000 કરોડના ઇન્જેક્ટેબલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે અને ઇન્સ્યુલિન સેગમેન્ટમાં અગ્રણી કંપની બનવા તરફ આગળ વધી છે. આ સોદાના ભાગરૂપે એરિસે બાયોકોન બાયોલોજિક્સ લિમીટેડ સાથે 10 વર્ષના સપ્લાય એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા છે.આ કરાર હેઠળ, બાયોકોનની પ્રોડક્ટ રેન્જના વ્યાવસાયિકરણ માટે ભારતમાં ઉત્પાદન યથાવત રહેશે તેમજ એરિસને સપ્લાય થતું રહેશે.
એરિસ લાઇફસાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમિત બક્ષીએ જણાવ્યું હતું કે, બાયોકોન સાથેના લાંબા ગાળાના સહયોગને અમે સમ્માન અને વિશેષાધિકાર જોઈએ છીએ, જે તેની નોંધપાત્ર વંશાવલિ તેમજ નવીનતા, ઉત્પાદનની ગુણવત્તા અને વિનિમયક્ષમતાના સંદર્ભમાં બાયોસિમિલર્સ સ્પેસમાં તેના નોંધપાત્ર પ્રયાસો માટે જાણીતી છે. અમે માનીએ છીએ કે અમે તેમની સફળતાનો લાભ લઈ શકીશું અને આ ફ્રેન્ચાઈઝીને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. અમે ગયા મહિને જેની જાહેરાત કરી હતી તે સ્વિસ પેરેન્ટેરલ્સના સંપાદન સાથેનો આ સોદો રૂપિયા 30,000 કરોડથી વધુના ભારતના બ્રાન્ડેડ ઇન્જેક્ટેબલ માર્કેટમાં અમારા પ્રવેશને વધુ વેગ આપશે તેમજ આગામી 3-4 વર્ષમાં અમારા રૂપિયા 1,000 કરોડના આગામી વર્ટિકલ માટેનો માર્ગ મોકળો કરશે. છેલ્લા 2 વર્ષોમાં અમે અમારા પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક વૃદ્ધિના સંખ્યાબંધ એન્જિનનો ઉમેરો કર્યો છે અને હવે આગામી 3-4 વર્ષમાં 5,000 કરોડ રૂપિયાની આવકના અમારા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જરૂરી તમામ બિલ્ડિંગ બ્લોક્સ અમારી પાસે છે.
ડીલની મુખ્ય હાઇલાઇટ્સ
- બાયોકોન બાયોલોજિક્સના ભારતના બ્રાન્ડેડ ફોર્મ્યુલેશનના વ્યવસાયને રૂપિયા 1,242 કરોડમાં હસ્તગત કરવા માટે એરિસે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
- આ સોદાના ભાગરૂપે એરિસે બાયોકોન બાયોલોજિક્સ સાથે 10-વર્ષના સપ્લાય એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા છે.
- આ હસ્તાંતરણના કાર્યક્ષેત્રમાં બાયોકોનના ઇન્સ્યુલિન, ક્રિટિકલ કેર અને ઓન્કોલોજી પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે.
- આ સોદાના ભાગરૂપે 435થી વધુ કર્મચારીઓ (325થી વધુ MR સહિત) બાયોકોનથી એરિસમાં ટ્રાન્સફર થાય તેવી શક્યતા છે.
- આ સોદા માટેનું નાણા ભંડોળ ડેટ ફાઇનાન્સિંગ દ્વારા પૂરું પાડવામાં આવશે
- આ સોદો 15મી એપ્રિલ 2024 પહેલા નાણાકીય પૂર્ણાહૂતિ હાંસલ કરે તેવી શક્યતા છે
આ હસ્તાંતરણથી એરિસના ફાળે બેસાલોગ અને ઇન્સુજેન જેવી બે મોટી ઇન્સ્યુલિન બ્રાન્ડ આવી છે. 10%થી વધુ માર્કેટ શેર સાથે આ બંને ભારતીય બ્રાન્ડ પોતપોતાના સેગમેન્ટમાં સૌથી મોટી બ્રાન્ડ્સ છે. આ હસ્તાંતરણથી એરિસની ડાયાબિટીસ કેર ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં જ રૂપિયા 1,000 કરોડ આવકની આવક સુધી પહોંચી જશે અને ભારતમાં પાંચમો સૌથી મોટો ડાયાબિટીસ પોર્ટફોલિયો બની જશે. આ હસ્તાંતરણ ઓન્કોલોજી અને ક્રિટિકલ કેરમાં એરિસના પ્રવેશને પણ ચિહ્નિત કરશે. આ હસ્તાંતરણ તાજેતરમાં હસ્તગત કરાયેલા સ્વિસ પેરેન્ટેરલ્સ બિઝનેસ સાથે તાત્કાલિક સમન્વય પણ પ્રદાન કરે છે. 240થી વધુ અનોખા મોલેક્યુલ્સ સાથેના સ્વિસ પ્રોડક્ટ પોર્ટફોલિયોનો લાભ લઈને બાયોકોનની પ્રોડક્ટ રેન્જને ઝડપથી વધારી શકાય છે. આ બંને સોદાનું સંયોજન સ્વિસ ફેસિલિટીને ઇનસોર્સિંગ/ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા માર્જિનના વિસ્તરણની તકો પણ પૂરી પાડશે.