ESG હવે ચર્ચાસ્પદ શબ્દ નથી પરંતુ વૈશ્વિક આવશ્યકતા છે: સંદીપ એન્જિનિયર

Industries
    • ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા GCCI ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’ યોજાઇ

 

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા GCCI ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’ યોજાઇ હતી. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ઉદ્યોગ-આગેવાની હેઠળની સમિટમાં પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) પહેલ પર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સાથે વિવિધ ક્ષેત્રોના 30 થી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓ એકમંચ પર એકત્ર થયા હતા.

GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, ભવિષ્યના ગ્રોથ માટે ESG અપનાવવું મહત્વનું બન્યું છે. ESG હવે ચર્ચાસ્પદ શબ્દ નથી પરંતુ વૈશ્વિક આવશ્યકતા છે. નિયમનકારો અને ગ્રાહકો ટકાઉપણાને વધુને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે, ભારતીય કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં સ્પર્ધાત્મક રહેવા માટે યુરોપિયન યુનિયન દ્વારા નિર્ધારિત કરાયેલા વિકસતા વૈશ્વિક ધોરણો સાથે સંરેખિત થવું જોઈએ.

આ સમિટમાં પોલીસી મેકર્સ, ઉદ્યોગ લિડર્સ અને સસ્ટેનેબિલિટી એક્સપર્ટસે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પર સહયોગ અને આંતરદૃષ્ટિ શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી. ઉત્પાદન, ટેકનોલોજી, ઊર્જા અને નાણાકીય ક્ષેત્રોના સહભાગીઓ તેમજ યુકે, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ચર્ચાઓમાં યોગદાન આપ્યું હતું, જે સસ્ટેનેબિલિટીની વૈશ્વિક સુસંગતતા પર ભાર મૂકે છે. આ સમિટમાં GCCI ઉપપ્રમુખ અપૂર્વ શાહ; GCCI સચિવ ગૌરાંગ ભગત સહિતના વક્તાઓ અને મહેમાનો હાજર રહ્યાં હતા.

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ના અધ્યક્ષ જક્ષય શાહે કહ્યું કે, જેમ જેમ ભારત વિકસિત ભારત 2047 ના વિઝન તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાતે ટકાઉ ઔદ્યોગિક વિકાસને આગળ વધારવામાં અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ. ભારત રેન્યુએબલ એનર્જી, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની મહત્વાકાંક્ષા માટે ગુજરાતનો વિકાસ મહત્વપૂર્ણ છે.

સમિટમાં મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વકના સેશન્સ યોજાયા હતા:

    • મજબૂત ગુજરાતના વિઝન સાથે વર્ષ 2070માં નેટ ઝીરોલક્ષ્યને પ્રાપ્ત કરવું
    • વૈશ્વિક ટકાઉપણું પરિદૃશ્ય
    • નફાકારકતા સાથે ઓછા કાર્બન સંક્રમણનું અર્થશાસ્ત્ર
    • ભવિષ્ય માટે તૈયાર MSME અને સામૂહિક ઉદ્યોગ કાર્યવાહીની જરૂરિયાત
    • ભારતમાં ગ્રીન પોલિસી અને ફાઇનાન્સ

GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025નું સમાપન ભવિષ્યલક્ષી અને સહયોગ સાધવાના લક્ષ્ય સાથે થયું. ESG ટાસ્કફોર્સના અધ્યક્ષ સમીર સિંહાએ સમિટના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો, સસ્ટેનેબિલિટી લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સામૂહિક કાર્યવાહીના મહત્વ ભાર મૂક્યો. તેમણે મજબૂત ભવિષ્યની યાત્રા માટે તમામ સ્ટેકહોલ્ડર્સ, બિઝનેસ, પોલીસીમેકર્સ, એકેડેમિક અને સમાજની સક્રિય ભાગીદારી જરૂર હોવાનું જણાવ્યું. તેમણે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સમિટની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને સહભાગીઓને વૈશ્વિક ટકાઉપણું ધોરણો સાથે સુસંગત ચર્ચાઓ અને વ્યૂહરચનાઓને કાર્યક્ષમ પહેલમાં રૂપાંતરિત કરવા અનુરોધ કર્યો હતો.

IIT-ગાંધીનગર, સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ રિસર્ચ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ અને અદાણી યુનિવર્સિટી સહિત 20 થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં વિવિધ દ્રષ્ટિકોણ અને કુશળતા રજૂ કરવામાં આવી. અગ્રણી કોર્પોરેશનોના સસ્ટેનેબિલિટી લિડર્સ તેમના પ્રયાસો અને અનુભવો રજૂ કર્યા , જેમાં વ્યવસાયિક કામગીરીમાં મજબૂત પદ્ધતિઓને એકીકૃત કરવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો.