January 22, 2025
પ્રભાવશાળી કોમ્યુનિકેશન આજના ખુબ જ સ્પર્ધાત્મક બજારમાં જગ્યા સુનિશ્ચિત કરવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે

પ્રભાવશાળી કોમ્યુનિકેશન આજના ખુબ જ સ્પર્ધાત્મક બજારમાં જગ્યા સુનિશ્ચિત કરવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે

    • GCCI દ્વારા ઘી પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ પર માસ્ટર ક્લાસ યોજાયો

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) સ્ટાર્ટઅપ કમિટી દ્વારા બિઝનેસ વુમન કમિટી અને યુથ કમિટી સાથે “પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ” પર એક માસ્ટર ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ્સ એન્ડ સ્ટ્રેટેજીસ, MICAના પ્રો. મનીષા પાઠક શેલતે ભાર મુક્યો હતો કે, પ્રભાવશાળી કોમ્યુનિકેશન આજના ખુબ જ સ્પર્ધાત્મક બજારમાં આપણી જગ્યા સુનિશ્ચિત કરવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

તેઓએ અસરકારક સંચારના ત્રણ ઘટકોનો ઉલ્લેખ કરતા એરિસ્ટોટલના વિચારો પ્રસ્તુત કરતા “ઇથોસ, પેથોસ અને લોગોસ”ની વાત કરી હતી તેમજ આપણા ઇચ્છિત મિશન સાથે ગ્રાહકોને જોડવા તેઓને સમજાવવાની, તેઓનો વિશ્વાસ સંપાદન કરવાની તેમજ આપણા ઉત્પાદનો વિશે તેઓનો ઉત્સાહ વધારવા ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 

માસ્ટર ક્લાસમાં ઉપસ્થિત સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાત ચેમ્બરના પદાધિકારીઓ.

GCCI સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન પ્રિયંક શાહે જણાવ્યું હતું કે અસરકારક કોમ્યુનિકેશન તે આપણા તમામ પ્રયાસો માં સફળતાની ચાવી સમાન છે. 

ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જીનીયરે સહભાગીઓને આવકાર્યા હતા જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ એકમ એક શરૂઆત હોય છે અને આવા એકમોએ હજુ તેઓની બ્રાન્ડ ઈમેજ અને વિશ્વસનીયતા સ્થાપિત કરવાની હોય છે. તેઓએ આવા સ્ટાર્ટઅપ એકમો માટે સરકાર, અન્ય સ્ટેકહોલ્ડર્સ તેમજ જાહેર જનતાની માધ્યમ પોતાની આગવી બ્રાન્ડ ઇમેજ સ્થાપિત કરવા માટે અસરકારક કોમ્યુનિકેશનની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.