બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની અને ગોદરેજ એન્ડ બોયસનો ભાગ ગોદરેજ એપ્લાયન્સિસે તેના વિવિધ પ્રકારના હોમ એપ્લાયન્સિસ સુધી ગ્રાહકની પહોંચને વધુ વિસ્તરિત કરવા ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે જોડાણ કર્યું છે. આ વ્યાપક નેટવર્કની મદદથી બ્રાન્ડ આગામી મહિનાઓમાં દેશના 20થી વધુ રાજ્યોમાં વિવિધ પિનકોડ સુધી પહોંચ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ONDC નેટવર્ક પર તમામ પ્રોડક્ટ્સ અન્ય પ્લેટફોર્મની તુલનાએ સ્પર્ધાત્મક દરે ઉપલબ્ધ છે.
ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, અમે સરકાર સમર્થિત ONDCનો ભાગ બની માયસ્ટોર સાથે ભાગીદારી મારફત અમે વ્યાપક સુવિધાઓ પ્રદાન કરીશું. નેટવર્ક પર જોડાઈને અમે મોટાપાયે ગ્રાહકો સુધી પહોંચી શકીશું, અને તેમને ગોદરેજની એડવાન્સ હોમ એપ્લાયન્સિસની વિશાળ વેરાયટીનો લાભ આપી શકીશું. 2026 સુધીમાં અમને અમારા ઈ-કોમર્સ બિઝનેસમાં 20 ટકા યોગદાન ONDC નેટવર્કનુ રહેવાનો અંદાજ છે. જેમાં અમારી હોમ એપ્લાયન્સિસની સંપૂર્ણ રેન્જ સમાવિષ્ટ છે.
ગોદરેજ એપ્લાયન્સિસે ઓપન નેટવર્કમાં તેની ઉપસ્થિતિ નિશ્ચિત કરવા ‘માયસ્ટોર’ સાથે જોડાણ કર્યું છે. હાલમાં, ગોદરેજ એપ્લાયન્સિસ ONDC નેટવર્ક દ્વારા 100+ SKUની રેન્જ ઓફર કરે છે, જેમાં રેફ્રિજરેટર્સ, એર કંડિશનર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, ડીશવોશર, એર કૂલર અને ડીપ ફ્રીઝર જેવા અદ્યતન ઘરનાં ઉપકરણોની વિશાળ શ્રેણી સમાવિષ્ટ છે.
ONDCના એમડી અને સીઈઓ ટી કોશીએ જણાવ્યું હતું કે, ONDC નેટવર્કમાં ગોદરેજ જેવી વિશ્વસનીય બ્રાન્ડનો ઉમેરો અમારી વધતી પહોંચ અને પ્રભાવને માન્ય કરે છે. તમામ ક્ષેત્રોમાં વધુ પ્રખ્યાત બ્રાન્ડ્સ અમારી સાથે જોડાઈ રહી છે, તે નેટવર્કની સમાવેશ અને ઈનોવેશન સંચાલિત ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. અમે ઉત્સુક છીએ કે ગોદરેજ સમગ્ર ભારતના નગરો અને શહેરોમાં ગ્રાહકોની પસંદગીઓને સમૃદ્ધ કરવા માટે ONDC નેટવર્ક સાથે સંકલન કરવાના મૂલ્યને ઓળખ્યું છે.