બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાત સરકારે ગુરુવારે નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઇએ રૂ. 3.70 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં મૂક્યું હતું. આ બજેટમાં ગુજરાતનાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ. 11,706 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાતનાં ઉદ્યોગકારોનું માનવું છે કે, આનાથી રાજ્યના ઉદ્યોગો, ખાસ કરીને નાના ઉદ્યોગોને લાંબાગાળે ફાયદો થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI), ઈન્ડિયન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ સહિત ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, વગેરે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ આ બજેટને આવકાર્યું હતું અને બજેટ વિકસિત ગુજરાત 2047ના વિઝન સાથે સુસંગત છે અને રાજ્યની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ અને સામાજિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમ જણાવ્યું હતું.

GCCI ના પદાધિકારીઓએ રાજ્યના બજેટનું સ્વાગત કરતા તેમાં રજૂ કરાયેલા કેટલાક પ્રગતિશીલ પગલાંઓ ની પ્રશંસા કરી છે:
- આર્થિક વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસ
-
- GDP યોગદાન: ગુજરાત ભારતના GDPમાં 8.3% યોગદાન આપે છે, જ્યારે રાજ્યનો વિસ્તાર ફક્ત 6% અને વસ્તી 5% છે. 2030 સુધીમાં આ યોગદાનને 10% થી ઉપર પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
- ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs): ગુજરાતમાં GCCs દ્વારા 50,000 નવી નોકરીઓ સર્જવાની અપેક્ષા છે, જે તેને વૈશ્વિક વ્યાપાર કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે.
- MSME અને ઉદ્યોગ સહાય: MSME, સ્ટાર્ટ-અપ્સ અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ₹3,600 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, જેનાથી ગુજરાતને રોકાણ માટે વધુ આકર્ષક બનાવશે.
- મત્સ્યઉદ્યોગ વિકાસ: માછીમારો અને બોટ માટે ₹1,622 કરોડનું પેકેજ માછલી ઉછેર, સંગ્રહ, પ્રક્રિયા અને નિકાસને વેગ આપશે.
- 2. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
-
- વિકસિત ગુજરાત ફંડ: પાંચ વર્ષમાં ₹50,000 કરોડનું ફંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેમાં આ બજેટમાં પ્રારંભિક ફાળવણી ₹5,000 કરોડની છે.
- એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ: નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે ગુજરાતની કનેક્ટિવિટી અને પર્યટન ઉદ્યોગ માટે ક્રાંતિકારી સાબિત થશે.
- મેટ્રો અને હાઇ–સ્પીડ કોરિડોર: અમદાવાદ-સુરત મેટ્રો વિસ્તાર અને 12 નવા હાઇ-સ્પીડ કોરિડોર શહેરી ગતિશીલતાને સુધારશે.
- ડીપ–સી પ્રોજેક્ટ્સ: અંકલેશ્વર, વાપી, સુરત, અમદાવાદ, જંબુસર અને સાયખા જેવા ઉદ્યોગ કેન્દ્રો માટે ₹785 કરોડ ફાળવવામાં આવ્યા.
- ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
-
- રિન્યુએબલ ઊર્જા: 2030 સુધીમાં 100 GW નવા ઊર્જા પેદાશનું લક્ષ્ય, જેમાં કચ્છમાં 37 GW ની ક્ષમતાવાળો ઊર્જા પાર્ક શામેલ.
- EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ₹100 કરોડ ફાળવવામાં આવ્યા.
- આબોહવા સ્થિતિસ્થાપકતા: બજેટમાં આપત્તિ-પ્રતિરોધક માળખાગત સુવિધાઓ અને સસ્ટેનેબલ ફોરેસ્ટ મેજમેન્ટ ને પ્રોત્સાહન.
- પ્રવાસન અને સાંસ્કૃતિક વિકાસ
-
- પ્રવાસન: 2024માં ગુજરાતે 18.63 કરોડ પ્રવાસીઓનું સ્વાગત કર્યું. દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત પ્રવાસન વિકાસ માટે ₹6,505 કરોડ ફાળવવામાં આવ્યા.
- સાંસ્કૃતિક વારસો: ભુજમાં આવેલા સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલયોમાં સ્થાન મળ્યું.
- કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન
-
- કૌશલ્ય વિકાસ: ITI અપગ્રેડેશન અને AI લેબ્સ માટે ₹450 કરોડની ફાળવણી
- રોજગાર: GCC નીતિ દ્વારા 50,000 નોકરીઓ, જ્યારે નવી કાપડ નીતિ અને ઉત્પાદન પાર્ક દ્વારા 5 લાખ નોકરીઓ સર્જાશે
- અન્ય મુખ્ય જોગવાઈઓ
-
- રો વોટર સપ્લાય : PM મિત્રા પાર્ક પહેલ હેઠળ નવસારી પ્રોજેક્ટ માટે ₹300 કરોડ ફાળવાયા.
- ધોલેરા SIR: હોસ્પિટલ, શાળાઓ, ફાયર સ્ટેશનો સહિત સંકલિત રહેણાંક ટાઉનશીપ માટે ₹200 કરોડની ફાળવણી.
- લોજિસ્ટિક્સ: સહાય યોજના-2021 હેઠળ સંકલિત લોજિસ્ટિક્સ માટે ₹25 કરોડની ફાળવણી.
- સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત
-
- મોર્ટગેજ ડીડ્સ: ₹1 કરોડ સુધીની લોન માટે મોર્ટગેજ ડીડ્સ પરની સ્ટેમ્પ ડ્યુટી ₹25,000 થી ઘટાડીને ₹5,000 કરવામાં આવી, જે ઉદ્યોગસાહસિકોને નાણાકીય રાહત આપશે.
ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત કાઉન્સિલે બજેટમાં દર્શાવેલી કેટલીક મહત્વપૂર્ણ પહેલોને આવકારી હતી અને જણાવ્યું કે, રાજ્યમાં દસ્તાવેજોના રેજીસ્ટ્રેશન માટેની સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરીને મહત્તમ રૂ 25000 થી રૂ 5000 કરવાનો નિર્ણય નાના ઉદ્યોગો માટે ખુબજ રાહતપૂર્ણ નિર્ણય છે. વધુમાં 1 વર્ષથી ઓછા સમયના બાનાખત માટે ડ્યૂટીમાં ઘટાડો અને e-registration માટેની જાહેરાત ખુબ આવકાર્ય બાબત છે.

-
- LD એન્જિનિયરિંગ સહિત અન્ય સંસ્થાઓમાં એ.આઈ. લેબ્સની સ્થાપના અને ગુજરાતના 4 વિસ્તારોમાં I-hubs ની સ્થાપના માટે રૂ. 3600 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જે રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે.
- પર્યટન ક્ષેત્રના વિકાસ માટે 31% જેટલી વધારાની સાથે રૂ. 6508 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જે આ ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
- ટેક્સ્ટાઇલ પોલિસી અંતર્ગત રૂ 2000 કરોડની જોગવાઈ આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે અને તેના વિકાસમાં મદદરૂપ બનશે.
- રૂ. 10 લાખ સુધીના લોનપર વ્યાજદરમાં સબસીડી આપવાની જાહેરાત ખુબજ આવકાર્ય છે અને રાજ્યના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપનાર છે.
- MSME સેક્ટર માટે રૂ 36000 કરોડની રકમની ફાળવણી આવકાર્ય છે.
- સુરત ઇકોનોમિક ઝોન સહીત ગુજરાતના 6 વિવિધ વિસ્તારો જેમકે અમદાવાદ, વડોદરા, રાજકોટ, કચ્છ અને સુરત માટે રિજનલ ઇકોનોમિક પ્લાન બનાવવાની જાહેરાત આવકાર્ય છે.
- અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર, અને સાયખા ખાતેના નવા ડીપ-સી પ્રોજેક્ટસ માટે રૂ. 785 કરોડની જોગવાઈ લાંબા સમયથી ઉદ્યોગોની રજૂઆતને માન આપતું ખુબજ આવકાર્ય પગલું છે.
- રૂ. 1020 કરોડની રકમની ફાળવણી સાથે 12 નવી હાઈસ્પીડ કોરિડોર અને 2 નવી એક્સપ્રેસ-વે ની સ્થાપનાની જાહેરાત આવકાર બાબત છે.
- 100 GW વધારાનો નવો લક્ષ્ય રિન્યુએબલ એનર્જી માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે જે એક મહત્વપૂર્ણ પહેલ છે.
- સાયબર ગુનાઓના નિયંત્રણ માટે રૂ. 352 કરોડની રકમની ફાળવણી અને Cyber Centre of Excellence ની સ્થાપનાનું નિર્ણય આજના IT યુગ માટે મહત્વપૂર્ણ અને સમયને અનુરૂપ નિર્ણય છે.
ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે કહ્યું કે, ‘ગુજરાત બજેટ 2025-2026 ટેક્સટાઇલ સેક્ટર અને એમએસએમઈને સુદ્રઢ બનાવશે, જે રોજગારી અને આર્થિક વિકાસના મુખ્ય ચાલકબળો છે. ગુજરાત ટેક્સટાઇલ પૉલિસી હેઠળ રૂ. 2,000 કરોડની જોગવાઈ તથા આ ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપને સમર્થન પૂરું પાડવા માટે રૂ. 3,600 કરોડની ફાળવણી બિઝનેસની સ્પર્ધાત્મકતાને વધારશે, રોકાણને આકર્ષશે અને રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે. પીએમ મિત્ર પાર્ક હેઠળ નવસારીમાં રૉ વૉટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે રૂ. 300 કરોડની સહાય એ આ સેક્ટર માટે સુદ્રઢ આંતરમાળખાંનું નિર્માણ કરવા બીજું એક આવકારદાયક પગલું છે. આ પગલાં અગ્રણી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવશે.’
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ જણાવ્યું કે, ગુજરાત બજેટ 2025-26 ગિફ્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા તથા તેને વૈશ્વિક ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના રાજ્ય સરકારના નિરંતર પ્રયાસો દર્શાવે છે. ગિફ્ટ સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફાળવણીથી વધુ મજબૂત અને કાર્યક્ષમ બિઝનેસ ઇકોસિસ્ટમની રચના કરવામાં મદદ મળી રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગિફ્ટ સિટી અને ગાંધીનગરને જોડતાં સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, મનોરંજનના નવા માધ્યમ ખૂલશે તથા ગિફ્ટ સિટીને વૈશ્વિક એન્ટરપ્રાઇઝ માટે વધુ આકર્ષક કેન્દ્ર બનાવશે. આ પહેલ બિઝનેસની વૃદ્ધિને વેગ આપશે, રોકાણને સુવિધાજનક બનાવશે તથા પ્રદેશના એકંદર આર્થિક વિકાસમાં યોગદાન આપશે.
રુમિત પરીખ, બ્રાન્ચ હેડ (અમદાવાદ) નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ઓક્યુપિયર સ્ટ્રેટેજી એન્ડ સોલ્યુશન્સ, ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક્સના સિનિયર ડિરેક્ટરે કહ્યું કે, ગુજરાત રાજ્યનું બજેટ 2025 ભવિષ્ય માટે તૈયાર અર્થવ્યવસ્થાનો મંચ તૈયાર કરે છે, જેમાં શહેરી વિસ્તરણ, સ્માર્ટ શહેરો અને પરવડે તેવા આવાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, શિક્ષણ, આરોગ્યસંભાળ, માળખાકીય સુવિધાઓ અને સામાજિક કલ્યાણમાં મુખ્ય રોકાણોની સાથે. માળખાકીય વિકાસ માટે ₹5 લાખ કરોડની પ્રતિબદ્ધતા અને લક્ષિત ક્ષેત્રીય ફાળવણી સાથે, સરકાર ‘વિકસિત ગુજરાત 2047’ માટે તેના બોલ્ડ વિઝનને મજબૂત બનાવે છે, સર્વસમાવેશક વૃદ્ધિ અને આર્થિક સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરે છે. વધુમાં, 2025-30 માટે ગુજરાત GCC નીતિ એક પરિવર્તનકારી પહેલ છે, જે રાજ્યને ડિજિટલ ઇનોવેશન અને એન્ટરપ્રાઇઝના વૈશ્વિક હબ તરીકે સ્થાન આપે છે. ₹10,000 કરોડના રોકાણ અને 50,000 નોકરીઓ ઊભી કરવાના ધ્યેય સાથે, નીતિના મજબૂત પ્રોત્સાહનો CAPEX, OPEX અને કૌશલ્ય વિકાસ માટે ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપશે, અગ્રણી વ્યવસાયોને આકર્ષશે અને વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતની ભૂમિકાને મજબૂત કરશે.
