બિઝનેસ ખબરી, અમદાવાદ:
અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની ICICI લોમ્બાર્ડે અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિ કરી છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા સિંઘીની નિયુક્તિ કંપની માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન આપવા તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
સિંઘી બિઝનેસ ઓપરેશન્સ, અંડરરાઇટિંગ, ક્લેઇમ્સ, સેલ્સ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જેવા મહત્વના કામોમાં ઉદાહરણીય લીડરશિપ દ્વારા ઝળહળતી કારકિર્દી ધરાવે છે. ICICI લોમ્બાર્ડ સાથે તેમણે પોતાની સફર શરૂ કરી હતી જ્યાં તેમણે એક દાયકા સુધી કામ કર્યુ હતું અને વેલ્થ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટના પદે પહોંચ્યા હતા. બાદમાં તેઓ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં પહેલા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે અને પછી ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસર તરીકે જોડાયા હતા અને વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ચેનલ્સને આવરતી સેલ્સ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ અને રિટેલ તથા ગવર્મેન્ટ બિઝનેસમાં વ્યૂહાત્મક પહેલની કામગીરી હાથ ધરી હતી.