JPFL ફિલ્મ્સ રૂ. 250 કરોડના રોકાણ સાથે કેપેસિટર ફિલ્મ્સ બિઝનેસ બમણો કરશે

Others

નવી દિલ્હી:

બીસી જિંદાલ ગ્રુપનો ભાગ એવી ફ્લેક્સિબલ પેકેજિંગ જાયન્ટ JPFL ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે (જિંદાલ) કેપેસિટર ફિલ્મ બિઝનેસ માટે વધી રહેલા કેપેસિટર માર્કેટની જરૂરિયાતો પૂરી કરવા કંપની તેની ક્ષમતા બમણી કરી રહી છે. વર્ષ 2025 સુધીમાં રૂ. 250 કરોડના મૂડી ખર્ચની પ્રતિબદ્ધતા સાથે કંપની ભારતમાં પોતાનું ઉત્પાદન ડબલ કરશે.

જેપીએફએલના ડેપ્યુટી સીઈઓ (ગ્રોથ ડિવિઝન) મહેશ એન ગોપાલસમુદ્રમે જણાવ્યું હતું કે, આધુનિક મશીનરી અને અત્યાધુનિક ટેસ્ટિંગ ફેસિલિટીઝની મદદથી અમે આત્મનિર્ભર બનવા અને ડેવલપમેન્ટલ લીડ ટાઇમને ઘટાડવા માટે ઉદ્યોગને ટેકો આપવામાં કામ કરી રહ્યા છીએ. અદ્વિતીય બ્રેકડાઉન વોલ્ટેજ, ઓછા લીડ ટાઇમ, મજબૂત સપ્લાય ચેઇન અને સતત ગુણવત્તા ધરાવતી ફિલ્મ્સ સપ્લાય કરવી એ ઉદ્યોગ માટે અમારી પ્રતિબદ્ધતા છે. અમારી ઉચ્ચ ક્ષમતા સ્થાનિક સ્તરે ઉત્પાદિત વર્લ્ડ-ક્લાસ ટેક્નિકલ ફિલ્મ્સના સ્થિર પુરવઠાને સુનિશ્ચિત કરશે તથા ઇલેક્ટ્રોનિક, ઓટોમોટિવ અને એનર્જી સ્ટોરેજ સહિતના વિવિધ ઉદ્યોગોના વિકાસને ટેકો આપશે.

આ વ્યૂહાત્મક વિસ્તરણ કંપનીની ટેક્નોલોજી, ગુણવત્તા, કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેના પગલે ગ્રાહકોના સંતોષમાં વધારો થાય છે. કેપેસિટર ફિલ્મ્સનું માર્કેટ વધી રહ્યું છે ત્યારે જિંદાલ ભવિષ્યમાં રહેલી તકોને પહોંચી વળવા માટે સજ્જ છે અને વિશ્વભરના બિઝનેસીસ માટે વિશ્વસનીય ભાગીદાર તથા ઉદ્યોગના અગ્રણી તરીકેની તેની સ્થિતિ વધુ મજબૂત બનાવે છે.

જેપીએફએલે બંને સાઇડ પર ફિલ્મ સરફેસ રફનેસને મોડીફાઇ કરવાની અને મલ્ટીપલ મેટલાઇઝિંગ પેટર્ન્સ બનાવવાની ક્ષમતા ધરાવતી આધુનિક મશીનરીનો ઉપયોગ કર્યો છે એમ ગ્રાહકોના પ્રતિસાદ પરથી જાણવા મળ્યું હતું. જેપીએફએલની કેપેસિટર ફિલ્મ્સનું એક આગવું પાસું છે ફિલ્મની હાઇ બ્રેકડાઉન વોલ્ટેજ. આ એક ખૂબ મહત્વનું પરિબળ છે જેણે સતત ચાલી રહેલી પ્રોસેસ રિફાઇનમેન્ટ્સ દ્વારા સતત સુધારો દર્શાવ્યો છે. દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ ગુણવત્તા અને વિશ્વસનીયતાના ઉચ્ચતમ ધોરણે ધરાવે તે સુનિશ્ચિત કરવા માટે કંપની સોફિસ્ટિકેટેડ પિન હોલ સહિત વર્લ્ડ-ક્લાસ ફેસિલિટી પણ ધરાવે છે.