January 22, 2025
કલ્પતરુ પ્રોજેક્ટ્સે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ દ્વારા ₹1,000 કરોડની ઇક્વિટી ઊભી કરી

કલ્પતરુ પ્રોજેક્ટ્સે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ દ્વારા ₹1,000 કરોડની ઇક્વિટી ઊભી કરી

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવતી વૈવિધ્યસભર એન્જિનિયરિંગપ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપનીકલ્પતરુ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલ લિમિટેડે (KPIL) તેનું રૂ. 1,000 કરોડનું ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ (QIP) પૂર્ણ કર્યું છે. આ KPIL દ્વારા છેલ્લા એક દાયકામાં ઇક્વિટીમાં પ્રથમ વખત વધારો દર્શાવે છે.

KPILના MD અને CEO મનીષ મોહનોતે જણાવ્યું હતું કે, નવીનીકરણીય ઊર્જા માટે વૈશ્વિક દબાણવધતી જતી વીજ માંગવધતું શહેરીકરણ અને મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારોઆ બધું EPC ક્ષેત્ર માટે અને KPIL માટે વધુને વધુ સકારાત્મક અભિગમ સૂચવે છે. QIP પ્રત્યેનો જબરજસ્ત પ્રતિસાદ KPILની વૈવિધ્યસભર બિઝનેસ પ્રોફાઇલશિસ્તબદ્ધ મૂડી વ્યવસ્થાપન અને મોટા પાયાના EPC પ્રોજેક્ટ્સ માટે અમલીકરણની પ્રમાણિત ક્ષમતામાં રોકાણકારોના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. QIP દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ અમારી બેલેન્સ શીટને વધુ લાભદાયક બનાવશેઅમારી નાણાકીય સુગમતામાં વધારો કરશે અને વૃદ્ધિ માટેની અમારી યોજનાઓને વેગ આપશે.”

QIPને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સફોરેન ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને વીમા કંપનીઓ સહિત વિવિધ શ્રેણીઓના રોકાણકારો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ નોંધપાત્ર ઉપલબ્ધી વૈશ્વિક EPC ક્ષેત્રમાં KPILની મજબૂત પ્રતિષ્ઠાને રેખાંકિત કરે છે અને પાવર ટ્રાન્સમિશન અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે સકારાત્મક અભિગમમાં રોકાણકારોનું વિશ્વાસ દર્શાવે કરે છે.