January 31, 2025
ઓપ્પોએ અમદાવાદમાં નવું એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટર શરૂ કર્યું

ઓપ્પોએ અમદાવાદમાં નવું એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટર શરૂ કર્યું

અમદાવાદ:

અગ્રણી મોબાઈલ બ્રાન્ડ ઓપ્પોએ અમદાવાદમાં પોતાની હાજરી વધારવા નવું એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટર શરૂ કર્યું છે. આ નવા એક્સપિરિયન્સ સેન્ટર પર ઓપ્પોના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે સાથે સાથે સર્વિસ સેન્ટર પણ છે. સ્ટોરમાં ઓપ્પો સ્માર્ટફોનની તમામ રેંજ તથા ઓપ્પોની એક્સેસરીઝ તો છે જ સાથે એક્ટિવિટી ઝોન પણ છે. બાળકો માટેના ઝોનમાં રમકડાં ઉપલબ્ધ છે તો સાથે એક બુક શેલ્ફ પણ છે જ્યાં મેનેજમેન્ટ, પુરાણ કથાઓ, જીવનને વધુ સમૃદ્ધ અને શિસ્તબદ્વ બનાવવાં પ્રેરતાં પુસ્તકો છે.

હાલમાં જ લૉન્ચ થયેલ RENO (રેનો) 13 સિરીઝનાં અવનવાં ફીચર્સ અને સુંદર ડિઝાઇન  સાથે મઝબૂત બૉડી ગ્રાહકોને આકર્ષી રહયું છે. ઓપ્પો ગુજરાત એ શરુ કરેલી ‘ હર કોઈ જીતેગા’ સ્કીમને પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ બાબતે ઓપ્પો ગુજરાતના ડિરેક્ટર ભૈરવ પાંધીએ જણાવ્યું હતું કે “ઓપ્પો હંમેશા સેફટી, બહેતર લૂક અને કોન્ટેમ્પરરી ફીચર્સ સાથે ગ્રાહકોને પોસાય તથા એ સેગ્મેન્ટમાં અગ્રસર રહે તેવાં સ્માર્ટફોન લોન્ચ કરતું રહે છે. હાલમાં જ લોન્ચ થયેલ રેનો 13 સિરીઝ પણ આગવી ઓળખ ઉભી કરી રહયું છે અને લકી ડ્રો એ ઓપ્પોનાં ચાહકો માટે ભેટ છે.”

દરેક ઉંમરના ગ્રાહકને અનોખો અનુભવ મળે તથા આરામદાયક સગવડ મળે તેનું પૂરું ધ્યાન રાખીને અત્યાધુનિક ફર્નિચર તથા લાઇટિંગ રાખવામાં આવી છે. આ પ્રકારનો ઓપ્પો સ્ટોર ભારતમાં બીજો છે જે પ્રહલાદનગર, અમદાવાદના લોકેશન પર છે.