બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ છેલ્લા 10 મહિનાથી નવી નીતિની રાહ જોઈ રહ્યો હતો. કાપડ ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે, આ પોલિસીથી ઉદ્યોગને ઘણો લાભ થશે. ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે, ગુજરાત અત્યાર સુધી ટેક્સટાઇલ ઉત્પાદક તરીકે જાણીતું હતું પરંતુ હવે આ પોલિસીમાં રાજ્યમાંથી નવી બ્રાન્ડ્સ પણ તૈયાર […]
ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષનો ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રભાવ
હિરેન ગાંધી, અમદાવાદ: ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ભારતીય અર્થવ્યવસ્થાએ મોટો આઘાત સહન કરવાનો હોઈ શકે છે. આ સંઘર્ષના કારણે વેપાર અને શેર બજારમાં ફેરફાર, મોંઘું તેલ અને શિપિંગ, તેમજ પશ્ચિમ એશિયામાં કામ કરતા ભારતીયો માટે નોકરીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત, આ પરિસ્થિતિ દેશની વિકાસ ગતિને ધીમું કરી શકે […]
સારું ચોમાસું હોવા છતાં આ વર્ષે ગુજરાતમાં ખરીફ વાવેતરમાં 1.98 લાખ હેક્ટરનો ઘટાડો
ગત વર્ષના 85.68 લાખ હેક્ટર સામે આ વર્ષે ખરીફ વાવેતર 83.70 લાખ હેક્ટર થયું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને રાજ્યમાં આ વર્ષે 126% વરસાદ પડ્યો હોવા છતાં વાવેતરને લઈને ખેડૂતોમાં થોડી ઉદાસીનતા રહેતા આ વર્ષે ખરીફ પાકના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતનાં કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર સુધીમાં 83.70 […]
કિરી ગ્રુપ પીપાવાવ પોર્ટ પાસે ગ્રીન ફર્ટિલાઇઝરના ઉત્પાદન માટે રૂ. 4500નું રોકાણ કરશે
આ પ્રોજેક્ટમાં કિરી દ્વારા ઉત્પાદિત 1500 મેગાવોટ ગ્રીન પાવરનો ઉપયોગ કરીને 3 લાખ ટન ગ્રીન એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની અગ્રણી કેમિકલ કંપનીઓમાંની એક અમદાવાદ સ્થિત કિરી ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડીયારી ઇન્ડોએશિયા એગ્રોટેક ફર્ટિલાઇઝર્સ લિમિટેડે અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર નજીક ગ્રીન ફિલ્ડ “ગ્રીન ફર્ટિલાઇઝર” પ્રોજેક્ટ સ્થાપવા માટે રોકાણનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ […]
અરવિંદ લિમિટેડના સંજય લાલભાઈની સફળતા માટેની બ્લુપ્રિન્ટ: ઉદ્યોગ ક્ષેત્રની યુવા પેઢીને પ્રેરણા આપી
CII ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે નવો અભિગમ શરુ કર્યો જેમાં પ્રથમ એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈએ પ્રેરણાત્મક પ્રવચન આપ્યુ બિઝનેસ ખબરી, અમદાવાદ: આજનાં ઉદ્યોગજગતની યુવા પેઢીને પ્રેરણા આપવા માટે તથા તેમને સશક્ત બનાવવા માટે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે એક નવી પહેલ શરુ […]
પેમેન્ટમાં થતાં ફ્રોડના કારણે કાપડના વેપારીઓને વર્ષે અંદાજે રૂ. 2000-2500 કરોડનું નુકસાન ભોગવવું પડે છે
બિઝનેસ ખબરી, અમદાવાદ: અમદાવાદની કાપડ બજારમાં ઉત્તરોત્તર પેમેન્ટને લગતા ફ્રોડ વધી રહ્યા છે અને તેના કારણે વેપારીઓએ દર વર્ષે અંદાજે રૂ. 2000-2500 કરોડની નુકસાની વેઠવી પડે છે. છેતરપીંડીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મસ્કતી કાપડ માર્કેટ મહાજને પેમેન્ટ માટેના નવા નિયમો બનાવ્યા છે. આ નિયમોની જાણકારી અને વેપારીઓમાં જાગરૂકતા લાવવા માટે 18 જુલાઈએ એક રેલીનું આયોજન કરવામાં […]
બલ્ગેરિયન યુવતી કાંડ બાદ રાજીવ મોદીના કેડિલા ગ્રૂપના ટોચના અધિકારીઓના રાજીનામા, IRM એનર્જીમાંથી ચેરમેન બાદ CEOએ પણ કંપની છોડી
બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ કેડીલા ગ્રુપના ચેરમેન રાજીવ મોદી ઉપર બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ કંપનીમાં ચાલતી અનેક ગેરરીતિઓ સામે આવી છે. ખાસ કરીને વહીવટી બાબતોમાં બધું બરોબર ના હોવાની વાતો સામે આવતા કેડીલા જૂથની ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની IRM એનર્જીના ટોચના અને મહત્વના અધિકારીઓ રાજીનામું આપીને કંપની છોડી રહ્યા છે. ૮ […]
ઓગસ્ટ 2025 સુધીમાં ગિફ્ટ સિટીમાં 350 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલ સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે
અમદાવાદમાં લીલાવતીએ પ્રથમ ક્લિનિક નું ઉદ્ઘાટન કર્યું; પાંચ વર્ષમાં વધુ 50 ક્લિનિકનું લક્ષ્ય બિઝનેસ ખબરી, અમદાવાદ: મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના પ્રમોટર્સ દ્વારા અમદાવાદ ખાતે ક્લિનિક એન્ડ વેલનેસ, અત્યાધુનિક આરોગ્ય સંભાળ સુવિધાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. વેલનેસના પ્રમોટર પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2025 માં ગિફ્ટ સિટીમાં મલ્ટી-સ્પેશિયાલિટી લીલાવતી હોસ્પિટલ સંપૂર્ણ રીતે શરૂ થવાના ટ્રેક […]
ન્યૂઝ બ્રીફ/ બીએનપી પારિબાએ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી, સંગીતા જિંદાલ બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ભારતીય સલાહકારી સમિતિમાં જોડાયા
બિઝનેસ ખબરી, અમદાવાદ: જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલ બ્રિટિશ એશિયન ટ્રસ્ટની ભારતીય સલાહકારી સમિતિમાં જોડાયા છે. આ ભૂમિકામાં તેઓ નવીન પરોપકારી અને સીએસઆર અભિગમો દ્વારા ભારતમાં સકારાત્મક પરિવર્તન લાવવાના તેમના હેતુને આગળ ધપાવવા માટે ભારતમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટ સાથે ભાગીદારી કરશે. સંગીતા જિંદાલ ભારતીય બિઝનેસ લીડર્સની પસંદગીની કેડરનો એક ભાગ છે જેઓ ગ્લોબલ ટ્રસ્ટના સલાહકારી […]
સિન્ટેકસે એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-એલ્ગલ પાણીની ટાંકી લોન્ચ કરી
બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતભરમાં ચોમાસાની શરૂઆત સાથે, દૂષિત પાણી અને પાણીની ગુણવત્તા સાથે ચેડાં જેવા પરિબળોને કારણે પાણીજન્ય રોગોનું જોખમ વધવાનું છે. આ સિઝનમાં આ પ્રકારની સમસ્યાથી લોકોને બચાવવા માટે અને પરિવારના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સુરક્ષા માટે, સિન્ટેક્સ સિન્ટેક્સ પ્યોર+ પાણીની ટાંકી લાવી છે જેમાં અદ્યતન સામગ્રી એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-એલ્ગલ ગુણધર્મો છે અને હાનિકારક […]