બિઝનેસ ખબરી, અમદાવાદ: અમદાવાદમાં વધી રહેલા આર્થિક વિકાસના પગલે પ્રીમિયમ કેટેગરીના ઘરોના વેચાણમાં લગભગ બમણો વધારો થયો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટફ્રેન્કના 2024ના અર્ધવાર્ષિક રીપોર્ટ (જાન્યુઆરી-જૂન) મુજબ અમદાવાદમાં જાન્યુઆરી-જૂન 2023માં રૂ. 1 કરોડ અને તેનાથી વધારેની કિમતના 958 ઘરોનું વેચાણ થયું હતું તેની સામે 2024માં 1893 ઘરોનું વેચાણ નોંધાયું છે. પ્રીમિયમ કેટેગરીમાં વેચાણ ગત વર્ષ કરતા […]
વિતેલા એક વર્ષમાં ગુજરાતના 21,810 વિદ્યાર્થીઓએ રૂ. 1,951 કરોડની એજ્યુકેશન લોન લીધી
બિઝનેસ ખબરી, અમદાવાદ ગુજરાતમાં હાયર એજ્યુકેશન માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધી રહ્યું છે અને તેથી જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યા અને લોનની રકમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના નાણાકીય વર્ષ 2023-24ના આંકડા મુજબ ગુજરાતમાંથી 21,810 વિદ્યાર્થીઓએ લોન લીધી હતી. જે આંકડો 2022-23માં 18,415 હતો. તેવી જ રીતે એજ્યુકેશન […]
ઘરોમાં ખરાબ વાયરિંગના કારણે લગતી આગની ઘટનાઓ રોકવા ETP ગ્રેડ તાંબાના વાયરનો ઉપયોગ જરૂરી
બિઝનેસ ખબરી, અમદાવાદ: અમદાવાદના સીજી રોડ પર એક કોમર્શિયલ બિલ્ડિંગમાં તાજેતરમાં આગ લાગી હતી, જ્યાં બે દિવ્યાંગ લોકો સહિત 100થી વધુ પીડિતોને બિલ્ડિંગમાંથી બચાવી લેવાયા હતા. ઓપ્ટિશિયનના ગોડાઉનમાં લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. ફાયરબ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. સતત વધતાં આગના કિસ્સાઓ કટોકટીને સંચાલિત કરવાની […]
ગુજરાતમાં ટેક્નિકલ ટેક્સટાઇલનું ટર્નઓવર વાર્ષિક રૂ. 83,000 કરોડથી પણ વધારે
દેશના રૂ. 2 લાખ કરોડના ટેક્નિકલ ટેક્સટાઇલ માર્કેટમાં ગુજરાતનો આશરે 40% હિસ્સો બિઝનેસ ખબરી, અમદાવાદ ટેકનોલોજી અને ઇનોવેશન આધારિત ટેક્સટાઇલનો વ્યાપ દુનિયાભરમાં વધ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાં પાછળ નથી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વિતેલા ચાર-પાંચ વર્ષોમાં ટેક્નિકલ ટેક્સટાઇલના ઉત્પાદકો વધ્યા છે અને રાજ્યમાં આ ઉદ્યોગનું કદ અંદાજે રૂ. 83,000 કરોડથી પણ વધારેનું […]
NRI ભારતીયોએ ધૂમ કમાણી કરી, એક વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી રૂ. 9400 કરોડથી વધુનો માલ વેચ્યો
બિઝનેસ ખબરી અમદાવાદ: શેરબજારમાં નફો કરવો કોને ન ગમે, અને જ્યારે ભારતના માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે અને સાથે રોકાણ મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા રોકાણકારો એવા છે જે પોતાનો નફો બૂક કરી રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટમાં બિન નિવાસી ભારતીયોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા […]
દેશને વર્ષે રૂ. 7,700 કરોડનો આઇસક્રીમ ખવરાવે છે ગુજરાત, ભારતનું અંદાજે 35% ઉત્પાદન અહી થાય છે
બિઝનેસ ખબરી, અમદાવાદ: ગરમીનો પારો ચડયો એટલે લોકો રાત્રે આઇસક્રીમ ખાવા માટે નીકળી પડે છે. ગુજરાતની વાત કરી તો દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આઇસક્રીમ ખાવાનું પ્રમાણ લગભગ બમણું છે અને એટલે જ આઇસ્ક્રીમના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં અવ્વલ છે. આઈસ્ક્રીમ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે દેશનો આશરે 30-35% આઈસ્ક્રીમ ગુજરાતમાં બને છે. ટોપ આઈસ્ક્રીમ બ્રાંડ અમુલ, […]
પ્રતિકૂળ વાતાવરણ રહેતા આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીમાં ઉત્પાદન 40-50% ઓછું થવાની સંભાવના
બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની સ્પેશિયલ કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે ખરાબ વાતાવરણના પગલે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આંબમાં ફ્લાવરિંગ આવવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફળ બન્યા હતા. પ્રતિકૂળ વાતાવરણના […]
લોકો હેલ્થ કોન્સિયસ બનતા ફીંડલાનું શરબતનું ધૂમ વેચાણ, યુવા મહિલાઓમાં આ જ્યુસ ઘણું પોપ્યુલર
ફીંડલાના શરબત બનાવવાનો વેપાર ગૃહ ઉદ્યોગ તરીકે ધીમે ધીમે વધી રહ્યો છે બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્રશાંતભાઈ અને સુજાતાબેન આમ તો દેખાવે તો સ્વસ્થ લગતા હતા પણ થોડા સમયથી ચાલવા અને કામ કરતાં સમયે થાક લાગતો હતો. પ્રાથમિક તપાસમાં તેમને વધતી ઉમરના કારણે વિટામિનની ઉણપ હોવાનું સામે આવ્યું. ડોક્ટરે તેમને ફીંડલાનું શરબત પીવાની સલાહ આપી. જોકે […]
નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન પદે મિનેષ શાહની નિમણૂક
બિઝનેસ ખબરી, અમદાવાદ: ડેરી કોઓપરેટિવની સર્વોચ્ચ સંસ્થા નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCDFI)એ 5 એપ્રિલ, 2024ના રોજ બોર્ડ ચૂંટણી યોજી મિનેષ શાહની ચેરમેન પદે નિમણૂક કરી છે. આ સાથે જ જનરલ બોડી મિટિંગમાં આઠ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ઝારખંડ મિલ્ક ફેડરેશનના મિનેષ પટેલ, સિક્કિમ મિલ્ક યુનિયનના મંગલ જીત રાય, […]
સોનામાં ફરી તેજીનો ચમકારો; અમદાવાદમાં ભાવ રૂ. 700 વધીને રૂ. 69,500ની નવી ઊંચાઈએ પહોંચ્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: અમેરિકામાં ફુગાવાના ડેટા જાહેર થાય તે પહેલા જ સોનામાં ફરી તેજી શરૂ થઈ છે. ગુરુવારે ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે વૈશ્વિક સોનાનો ભાવ 2227 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયો હતો. જેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનામાં 10 ગ્રામ દીઠ રૂ. 700 વધીને 24 કેરેટનો ભાવ રૂ. 69,500ના નવા ઊંચા સ્તરે પહોંચ્યો […]