October 16, 2024
PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ ફંડ લોન્ચ કર્યું, પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર સુધીનો લોક-ઇન પિરિયડ

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ ફંડ લોન્ચ કર્યું, પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર સુધીનો લોક-ઇન પિરિયડ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેના ઓપન-એન્ડેડ ફંડ પીજીઆઈએમ ઈન્ડિયા રિટાયર્મેન્ટ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર (જે પહેલા થાય તે) સુધીનો લોક-ઇન પિરિયડ ધરાવે છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી, ઇક્વિટી સંબંધિત સાધનો, REITs અને InvITs અને ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ ધરાવતી સિક્યોરિટીઝના મિશ્રણમાં રોકાણ કરીને રોકાણકારોને તેમના નિવૃત્તિના ધ્યેયોને અનુરૂપ મૂડીમાં વૃદ્ધિ અને આવક પ્રદાન કરવાનો છે.

કંપનીના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું કે, જ્યારે નિવૃત્તિની વાત આવે છે ત્યારે આપણે લોનથી તેના માટે ભંડોળ ઊભું કરી શકતા નથી. આમ લોકો માટે તેમના નિવૃત્તિ માટેના ભંડોળને ઊભું કરવાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ધ્યેય આધારિત અભિગમ સાથે તમારા રોકાણનું આયોજન કરવામાં મદદ કરવા માટે વિશ્વાસપાત્ર નાણાંકીય સલાહકાર હોવો સલાહભર્યું છે. નિવૃત્તિ માટે નિર્ધારિત સમર્પિત ફંડમાં રોકાણ કરવાથી તમારા ધ્યેય પ્રત્યે લાંબા સમય સુધી પ્રતિબદ્ધ રહેવામાં અને લાંબા ગાળાના ચક્રવૃદ્ધિનો લાભ મેળવવામાં પણ મદદ મળે છે.

ફંડમાં વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યસભર પોર્ટફોલિયો હશે. ફંડમાં બજારના લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સ માટે અનુક્રમે લઘુત્તમ 25 ટકા ફાળવણી ધરાવશે. લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના અને ટકાઉ બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.  પોર્ટફોલિયો ટોપ-ડાઉન અને બોટમ-અપ પોર્ટફોલિયો નિર્માણ પ્રક્રિયાના સંયોજનનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે, જેમાં મેનેજમેન્ટની ગુણવત્તા અને હાલના વેલ્યુએશન સહિત દરેક સ્ટોકના ફંડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિનય પહારિયાએ જણાવ્યું હતું કે, લાંબા ગાળે કોર્પોરેટ અર્નિંગ દેશના સામાન્ય જીડીપીમાં વૃદ્ધિને ટ્રેક કરે છે અને શેરની કિંમતો અર્નિંગમાં ગ્રોથ ટ્રેક કરે છે. ઊંચી વૃદ્ધિવાળા અને સારા ગુણવત્તાસભર  લાર્જ અને મીડ કેપ કંપનીઓમાં રોકાણની સતત સારી તકો મળી રહી છે જે ભારતની ગ્રોથ સ્ટોરીનો લાભ લઈ શકે છે. આવી કંપનીઓ લાંબા ગાળે મૂડી-સક્ષમ રીતે ઝડપી ગતિએ મૂડીની વૃદ્ધિ ચાલુ રાખી શકે છે. આથી, ઊંચી વૃદ્ધિ ધરાવતા અને સારા ગુણવત્તાસભર સ્ટોક્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો મજબૂત નિવૃત્તિ ફંડ ઊભું કરવામાં મદદ કરી શકે છે.

ફંડ મુખ્યત્વે સાઉન્ડ મેનેજમેન્ટ અને સારી વૃદ્ધિની સંભાવના ધરાવતી કંપનીઓને ઓળખવા માટે બોટમ-અપ અભિગમ અને મેક્રો અને થીમેટિક એનાલિસીસ માટે ટોપ-ડાઉન અભિગમનો ઉપયોગ કરશે. ફંડ મેનેજરો મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને સ્થિર અથવા ઊંચી વૃદ્ધિ ધરાવતી કંપનીઓની પસંદગી કરશે. ફંડ મેનેજરો કંપનીની વ્યાપાર સંભાવનાઓ, ભૂતકાળની અને વર્તમાન નાણાંકીય સ્થિતિ, મૂડી ફાળવણીની કાર્યક્ષમતા, ઓપરેટિંગ કેશ ફ્લો, લિવરેજ પોઝિશન, વેલ્યુએશન મેટ્રિક્સ, કમ્પિટિટિવ એજ, બ્રાન્ડ ઈક્વિટી, મેનેજમેન્ટની મજબૂતાઈ અને સારી કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ જેવા સંખ્યાત્મક અને ગુણાત્મક પરિબળો ધ્યાનમાં લેશે. આ સ્કીમ ફંડ મેનેજરના મતના આધારે ટર્ન-અરાઉન્ડ કંપનીઓમાં પણ રોકાણ કરી શકે છે.