January 22, 2025
રાજસ્થાન હોસ્પિટલ હેઠળ અમદાવાદમાં મેડિકલ કોલેજ બનશે

રાજસ્થાન હોસ્પિટલ હેઠળ અમદાવાદમાં મેડિકલ કોલેજ બનશે

અમદાવાદ:

આ વર્ષે 15 ઓગસ્ટના કાર્યક્રમમાં રાજસ્થાન હોસ્પિટલના ચેરમેન પી.આર.કાંકરિયાએ રાજસ્થાન હોસ્પિટલના નેજા હેઠળ મેડિકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી હતી. આ દિશામાં છેલ્લા કેટલાય મહિનાઓથી તેમના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત છે અને ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ થઈ જવાની સંભાવના છે.

આ મેડિકલ કોલેજ શરૂ કરવાના સ્વપ્નને સાકાર કરવા માટે સોમવારે હોસ્પિટલ ખાતે ટ્રસ્ટીઓની બેઠકમાં પી. આર. કાંકરિયાએ પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. બેઠકમાં ઉપસ્થિત સમાજના લોકોએ તેમના આ પગલાની સરાહના કરી હતી. સમાજના અગ્રણી દ્વારા બનતી પહેલી મેડિકલ કોલેજ સમાજ માટે વરદાનરૂપ સાબિત થશે તેમ જણાવી trasti મંડળે ઐતિહાસિક કાર્ય માટે પી.આર.કાંકરિયા અને હોસ્પિટલની આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત રિસર્ચ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ (રાજસ્થાન હોસ્પિટલ્સ) એ 1982માં સ્થપાયેલ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે અમદાવાદ શહેરમાં અને તેની આસપાસ અને ગુજરાતમાં સામાન્ય લોકોને ઓછા ખર્ચે સર્વોચ્ચ સ્તરની આરોગ્યસંભાળ પૂરી પાડવાના વિઝન સાથે શરૂ કરવામાં આવી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ગુજરાત સંશોધન અને તબીબી સંસ્થા તેની અદ્યતન સુવિધાઓ અને કુશળતાને પણ સંશોધન અને વિકાસ માટે સમર્પિત કરે છે જે આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં આગળ વધે છે.

આ હોસ્પિટલ નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ સાયન્સ અને રેડિયોલોજિકલ ટેકનિકમાં જ્ઞાન અને તાલીમ આપવા, હેલ્થકેર પ્રોફેશનલ્સના કાર્યક્ષમ કાર્યબળનું નિર્માણ કરવા, તબીબી અને સર્જિકલ કટોકટીની વૈશ્વિક જરૂરિયાતોને પર્યાપ્ત રીતે સંભાળવા માટે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે.