October 16, 2024
રાજૂ એન્જિનિયર્સ અને પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ વચ્ચે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ

રાજૂ એન્જિનિયર્સ અને પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ વચ્ચે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરીના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર રાજકોટની રાજૂ એન્જિનિયર્સ લિમિટેડે વાપી સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ સાધવા જોડાણ કર્યું છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગની સજ્જતામાં વધારો કરવાનો છે. તેમાં અભ્યાસક્રમ ડિઝાઇન ઇનપુટ, ઇન્ટર્નશીપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર્સ, ફેકલ્ટી ટ્રેનિંગ, લાઇવ પ્રોજેક્ટ્સ, સર્ટિફિકેશન પ્રોગ્રામ, ઇન્ડસ્ટ્રી-પરિભાષિત સમસ્યાઓના ઉકેલ તથા કેમ્પસ રિક્રુટમેન્ટ સહિતના ક્ષેત્રો સામેલ છે.

રાજૂ એન્જિનિયર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુનિલ જૈને કહ્યું કે, અમે પ્રતિષ્ઠિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે વ્યૂહાત્મક સહયોગ કરતા ઉત્સાહિત છીએ. એક કંપની તરીકે અમે ઇનોવેશન અને એક્સલન્સ પ્રત્યે કટીબદ્ધ છીએ તથા અમે પ્રતિભાના પોષણ અને ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા ભાગીદારીને બળ આપવાની મહત્વતાની ઓળખ કરીએ છીએ. આ સહયોગ દ્વારા અમે વિદ્યાર્થીઓને મૂલ્યવાન માહિતી અને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ તથા તેમને સાચા કૌશલ્યો અને માહિતીથી સજ્જ કરવા માગીએ છીએ, જે પ્લાસ્ટિક એન્જિનિયરીંગમાં ઉત્કૃષ્ટતા માટે આવશ્યક છે.

પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્જિનિયરીંગના ડીન કિરણ ડી પાટિલે કહ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીને અનુરૂપ અનુભવો અને તકો પ્રદાન કરવા અમે રાજૂ એન્જિનિયર્સ લિમિટેડ સાથે સહયોગ કરતાં ઉત્સાહિત છીએ. આ ભાગીદારી શૈક્ષણિક ઉત્કૃષ્ટતા વધારવા તથા અમારા વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગમાં સફળ કારકિર્દી માટે સજ્જ કરવાના મીશન સાથે અનુરૂપ છે.

આ સહયોગ શિક્ષણને સપોર્ટ કરવાની તથા એન્જિનિયરીંગ સેક્ટરમાં પ્રતિભાના વિકાસને વેગ આપવાની આરઇએલની કટીબદ્ધતા દર્શાવે છે.