November 21, 2024
ફિનકેર અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મર્જરને RBIની મંજૂરી

ફિનકેર અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મર્જરને RBIની મંજૂરી

બિઝનેસ ખબરી, અમદાવાદ:

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU)ના મર્જરને મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે ફિનકેર 1 એપ્રિલથી AUમાં મર્જ થશે. જે અંતર્ગત શેર સ્વેપ રેશિયો આધારિત ફિનકેરના શેરધારકોને AUના શેર્સ પ્રાપ્ત થશે. ફિનકેરના તમામ કર્મચારીઓ 1 એપ્રિલથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ભાગ બનશે.

AU સ્મોલ ફાઈનાન્સ બેન્કના ફાઉન્ડર અને CEO સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, આ મંજૂરી જાહેર ટ્રસ્ટના રખેવાળ તરીકે અમને વધુ જવાબદાર બનાવે છે. બંને બેન્કોની પૂરક પ્રોડક્ટ્સ અને ભૌગોલિક ઉપસ્થિતિને એક કરતાં અમે સમગ્ર ભારતમાં ડિપોઝીટ અને એસેટ ફ્રેન્ચાઇઝી તરીકે ઉભરી આવીશુંજે નાણાકીય પ્રત્યેની અમારી ઈન્ક્લુઝિવ અને મજબૂત કાર્યક્ષમ બેન્ક તરીકેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરશે. અમે વિકાસ અને ઈનોવેશન માટેની તકો માટે ઉત્સુક છીએ અને અમારા ગ્રાહકો અને તમામ સ્ટેકહોલ્ડર્સને ઉન્નત મૂલ્ય અને સેવા પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.

એયુ SFB અને ફિનકેર SFBના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 29 ઓક્ટોબર, 2023ના રોજ મર્જરને મંજૂરી આપી હતી. બાદમાં 24 અને 27 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલી બેઠકમાં સંબંધિત શેરધારકો દ્વારા સ્કીમ ઓફ અમાલ્ગમેશનને મંજૂરી મળી હતી. ત્યારબાદ કોમ્પિશિન કમિશન ઓફ ઈન્ડિયા(“CCI”) દ્વારા કોમ્પિટિશન એક્ટ, 2002ની કલમ 31(1) હેઠળ 23 જાન્યુઆરી, 2024ના રોજ મર્જર સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી.

ફિનકેરના MD રાજીવ યાદવે કહ્યું હતું કે, AU સાથેનું મર્જર અમારા સંસ્થા માટે નવો અધ્યાય શરૂ કરે છે. બે સફળ અને સારી રીતે સ્થાપિત બેન્કો વચ્ચેનું આ પરિવર્તનશીલ મર્જર છે. બંને બેન્કો ગ્રોથ અને નફાકારકતા મામલે ઉદ્યોગમાં અગ્રણી છે. બંનેના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણવિશાળ માર્કેટ કવરેજ તેમજ પ્રોફેશનલ નિપુણતા અને આંત્રપ્રિન્યોરલ જુસ્સાના મિશ્રણ સાથે મર્જ બેન્ક તેના ગ્રાહકોને ઉત્તમ મૂલ્યો પ્રદાન કરશે. તેમજ તેના કર્મચારીઓની કારર્કિદીને પ્રોત્સાહન અને આંકાક્ષાઓ પૂર્ણ કરતાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે મૂલ્યોમાં વૃદ્ધિ માટે સજ્જ છે.