અમદાવાદ:
સેમસંગએ Galaxy F15 5Gને બજારમાં મુકવાની ઘોષણા કરી છે જે વપરાશકર્તાઓને સેગમેન્ટમાં વિશિષ્ટ ફીચર્સ ધરાવતો ચડીયાતો સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે જે તેને અગાઉના મોડેલોથી અલગ બનાવે છે. Galaxy F15 5G સેગમેન્ટમાં શ્રેષ્ઠ એવી 6000mAh બેટરી અને અન્ય સેગમેન્ટમાંના ફીચર્સ જેમ કે sAMOLED ડીસ્પ્લે, એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની ચાર જનરેશન્સ અને સિક્યોરિટીના પાંચ વર્ષ પણ ધરાવે છે જે વપરાશકર્તાઓ અદ્યતન ફીચર્સ અને આગામી વર્ષોમાં વિસ્તરિત સિક્યોરિટી મેળવી શકે તેની ખાતરી રાખે છે.
સેમસંગ ઇન્ડિયાના MX બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ આદિત્ય બબ્બરએ જણાવ્યું હતુ કે, અમારી સૌપ્રથમ Galaxy F seriesના Galaxy F15 5G સાથે અમે અમારા ગ્રાહકોને શક્તિશાળી ડિવાઇસ સાથે સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે. Galaxy F15 5G અમારી અર્થપૂર્ણ નવીનતાની અડગ નવીનતાને સ્રાર્થક કરે છે, જે વપરાશકર્તાઓને તેમની સંપૂર્ણ તકો શોધી કાઢવા માટે સક્ષમ બનાવે છે. સેગમેન્ટના અસંખ્ય વિશિષ્ટ ફીચર્સ જેમ કે AMOLED ડીસ્પ્લે સાથે એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની ચાર જનરેશન્સ અને સિક્યોરિટી અપડેટ્સના પાંચ વર્ષ સહિત સેગમેન્ટમાં શ્રેષ્ઠ 6000mAh બેટરી સાથે અમે Galaxy F15 5G દ્વારા ખાસ કરીને Gen Z જનરેશન કે જે ઝડપી જીવન જીવે છે તેવા વપરાશકર્તાઓ આનંદપૂર્ણ અનુભવની ખાતરી રાખીએ છીએ.