October 16, 2024
ટીએસી સિક્યુરિટી ભારતની પ્રથમ લિસ્ટેડ સાયબર સિક્યુરિટી કંપની બનવા સજ્જ

ટીએસી સિક્યુરિટી ભારતની પ્રથમ લિસ્ટેડ સાયબર સિક્યુરિટી કંપની બનવા સજ્જ

IPO બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 100-106 નક્કી કરાઈ

બિઝનેસ ખબરી, અમદાવાદ:

રિસ્ક અને વલ્નરેબેલિટી મેનેજમેન્ટમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ટીએસી ઇન્ફોસેક લિમિટેડે જાહેર કર્યું હતું કે તેનું પ્રારંભિક જાહેર ભરણુ (આઇપીઓ) બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ મંગળવાર, 02 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગ દ્વારા આશરે રૂ. 29.9 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિશેર રૂ. 100-106 નિર્ધારિત કરાયો છે તથા લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેર્સનો રહેશે.

આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 28,29,600 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. માર્કેટ મેકર માટે 1.41 લાખ ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ માટે 4.03 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી માટે 13.44 લાખ ઇક્વિટી શેર્સ અને રિટેઇલ પોર્શન માટે 9.4 લાખ ઇક્વિટી શેર્સ અનામત રખાયા છે. સ્ટોક માર્કેટમાં અગ્રણી વિજય કેડિયા સમર્થિત કંપની રિસ્ક-આધારિત વલ્નરેબિલિટી મેનેજમેન્ટ અને અસેસમેન્ટ સોલ્યુશન્સ, સાયબર સિક્યુરિટી ક્વોન્ટિફિકેશન અને પેનિટ્રેશન ટેસ્ટિંગ ઓફર કરે છે, જેથી SaaS મોડલ દ્વારા અલગ-અલગ કદ ધરાવતા બિઝનેસને મદદરૂપ બની શકાય.

આરએચપી ડોક્યુમેન્ટ મૂજબ કંપની આઇપીઓમાંથી એકત્રિત કરાયેલા ભંડોળનો ઉપયોગ માનવ સંસાધન, ભારતમાં આર્થિક વૃદ્ધિને ટેકો આપવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ટીએસી સિક્યુરિટી ઇન્ક.માં રોકાણ માટે તથા ભારતની બહાર કુશળ વ્યક્તિઓને નોકરી ઉપર રાખવા માટે કરવાની યોજના ધરાવે છે. બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.

ટીએસી સિક્યુરિટીની સ્થાપના યુવા ઉદ્યોગસાહસિક ત્રિશનીત અરોરા દ્વારા કરવામાં આવી હતી. સાયબર સિક્યુરિટી અને વલ્નરેબિલિટી મેનેજમેન્ટમાં બહોળા અનુભવ સાથે તેઓ કંપનીની બિઝનેસ વૃદ્ધિ વ્યૂહરચનાનું સંચાલન કરી રહ્યા છે. 30 વર્ષીય ત્રિશનીત અરોરા વર્ષ 2017માં જીક્યુના ટોચના 50 સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયો, 2020માં આંત્રપ્રિન્યોર ઓફ ધ યર અને 2018 અને 2022માં લીડર્સ ઓફ ટુમોરો સહિત અસંખ્ય માન્યતાઓ અને પુરસ્કારો ધરાવે છે. 2018 અને 2021 માં બે વાર ફોર્બ્સની “30 અંડર 30’’  એશિયા 2018 સૂચિ અને ફોર્ચ્યુન ઇન્ડિયાની “40 અંડર 40″’’ સૂચિમાં પણ તેમને દર્શાવવામાં આવ્યાં હતાં.