અદાણી ગ્રૂપનો મેટલ સેક્ટરમાં પ્રવેશ, કચ્છનો કોપર પ્લાન્ટ શરૂ થયો

બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી ગ્રૂપે કચ્છમાં પોતાના કોપરના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે જ અદાણી ગ્રૂપનો મેટલ સેક્ટરમાં પણ પ્રવેશ થયો છે. કંપનીએ 28 માર્ચે મુંદ્રા પ્લાન્ટમાંથી એક બેચ તેમના ગ્રાહકોને મોકલી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ પ્રથમ તબક્કામાં 0.5 MTPA ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે લગભગ $1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. […]

Continue Reading

અદાણી પોર્ટ એન્ડ સેઝે રુ.3,080 કરોડમાં ઓડિસાનું ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને (APSEZ)એ ઓડિસ્સાના ગોપાલપુર પોર્ટ (GPL)માં SP ગ્રુપનો 56% હિસ્સો અને ઓરિસ્સા સ્ટીવેડોર્સ (OSL)નો 39% હિસ્સો ખરીદવા માટે રુ. 3,080 કરોડના એન્ટરપ્રાઇઝ ભાવથી એક સુનિશ્ચિત કરાર કર્યો છે. ભારતના પૂર્વ કિનારે આવેલું ગોપાલપુર બંદર વાર્ષિક  20 મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું […]

Continue Reading

અદાણી પોર્ટે 70 લાખ કન્ટેનર અને 4000 જહાજોનાં સફળ સંચાલનનો નવો વિક્રમ બનાવ્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે (APSEZ) દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં નવા બેન્ચમાર્ક્સ સેટ કર્યા છે. ભારતમાં કોઈપણ ટર્મિનલ ખાતે સૌ પ્રથમવાર સર્વાધિક TEU, જહાજોનું સંચાલન અને ઓછામાં ઓછો ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરવાની નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. મુન્દ્રા પોર્ટે 11મી માર્ચ’24ના રોજ 3938 જહાજોના […]

Continue Reading

મહિન્દ્રાએ ઇલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગનો વ્યાપ વિસ્તારવા અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિલિટી સાથે એમઓયુ કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અદાણી ટોટલ ગેસની પેટા કંપની અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિિલીટી (ATEL) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે  શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી […]

Continue Reading

અદાણી ગ્રીને ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 1,000 મેગાવોટ સોલર પાવરનું ઉત્પાદન શરૂ કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપનીએ, ગુજરાતના ખાવડામાં આવેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 1,000 મેગાવોટ સોલર પાવરનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ સાથે, AGEL એ 9,478 મેગાવોટની કુલ ક્ષમતા હાંસલ કરી લીધી છે અને 2030 સુધીમાં 45,000 મેગાવોટના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. […]

Continue Reading