થોમસ કૂક ઈન્ડિયાએ અમદાવાદમાં ચોથી બ્રાન્ચ શરૂ કરી ગુજરાતમાં વિસ્તરણ કર્યું

Others

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ભારતની અગ્રણી ઓમનીચેનલ સર્વિસીસ કંપની, થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ, દ્વારા અમદાવાદના દક્ષિણ બોપલમાં તેની નવી ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ, શહેર અને તેની આસપાસના વિસ્તારોની ઉચ્ચ-વૃદ્ધિ થઈ રહી છે અને આ વિકસિત બજારોનો લાભ લેવા માટે આ નવા આઉટલેટની શરૂઆત સાથે થોમસ કૂક ઇન્ડિયાનું નેટવર્ક હવે આ શહેરમાં વિવિધ ચાર સ્થાનો અને સમગ્ર ગુજરાતમાં 10 સ્થાનો સુધી વિસ્તરી રહ્યું છે, અને તે વૈવિધ્યસભર ગ્રાહક સેગમેન્ટ્સ જેવા કે – પરિવારો, યુગલો, યંગ ઇન્ડિયાઝ, મિલેનિયલ્સ અને જેન ઝી, બિઝનેસ પ્રોફેશનલ્સ અને વરિષ્ઠોને પોતાની સેવા પૂરી પાડે છે.

થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડના હોલિડેઝ, MICE, વિઝાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ રાજીવ કાલેએ જણાવ્યું હતું કે, “અમદાવાદ અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે. અમે શહેરમાં રહેતા લોકોમાં ટ્રાવેલિંગની વધતી જતી માંગ જોઈ રહ્યા છીએ, અને ખાસ કરીને દિવાળી જેવી પીક ટ્રાવેલ સીઝનમાં લોકો વધુ મુસાફરી કરે છે. દક્ષિણ બોપલ ખાતે અમારું ફ્રેન્ચાઇઝ આઉટલેટ વ્યૂહાત્મક રીતે તેના કેન્દ્રિય સ્થાન માટે પસંદ કરવામાં આવ્યું છે, આ નવું આઉટલેટ આ પ્રદેશમાં ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેની અમારી ક્ષમતાને વધારશે.

આ આઉટલેટ દરેક પ્રકારની શરૂઆતથી લઈને અંત સુધીની મુસાફરીની સેવાઓ પ્રદાન કરે છે: આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વેકેશન (જૂથ સાથેના પ્રવાસો, વ્યક્તિગત હોલિડે, ક્રૂઝ, વગેરે), તેની મૂલ્યવર્ધિત સેવાઓમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, વગેરે સામેલ છે. આ ઉપરાંત, થોમસ કૂકનું એઆઈ બુકિંગ પ્લેટફોર્મ ગ્રાહકોને ઉપલબ્ધતા ચકાસવા અને માત્ર અમુક મિનિટોમાં જ રિઝર્વેશન કરીને તાત્કાલિક રીતે તેમના વેકેશનના વ્યક્તિગત આયોજનમાં પણ મદદ કરે છે.