બિઝનેસ ખબરી, અમદાવાદ:
વૃદ્ધિને આગળ ધપાવવા માટે માઈનિંગ સમૂહ વેદાંતા લિમિટેડ 50થી વધુ એક્ટિવ પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ પર કામ કરી રહી છે જે પૂરા થવા પર વાર્ષિક એબિટામાં 2.5-3 અબજ ડોલર અને આવકમાં 6 અબજ ડોલરનો વિક્રમી વધારો કરે તેવી સંભાવના છે, એમ કંપનીના એક ટોચના એક્ઝિક્યુટિવે ઇન્વેસ્ટર ઇવેન્ટમાં જણાવ્યું હતું. કંપની જેને હાલ ડિસ્કવરી સ્ટેજ, કન્સેપ્ટ સ્ટેજ અને એક્ઝિક્યુશન સ્ટેજમાં ગણાવે છે તેવી આ વિકાસ પહેલ વેદાંતાના સમગ્ર બિઝનેસ સેગમેન્ટ્સ – એલ્યુમિનિયમ, ઝિંક, બેઝ મેટલ્સ, સ્ટીલ, કોપર અને પાવરમાં ફેલાયેલી છે. વેદાંતા 31 માર્ચના રોજ પૂરા થતા વર્તમાન નાણાંકીય વર્ષમાં 17.5 અબજ ડોલરની આવક પર 5 અબજ ડોલરની ગ્રુપ એબિટા (વ્યાજ, કરવેરા, ઘસારો અને માંડવાળ પહેલાની આવક)નો અંદાજ મૂકી રહી છે.
કંપનીના વાઇસ ચેરમેન નવીન અગ્રવાલે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, અમે અમારી તમામ સાઇટ્સમાં અધિક મૂલ્ય ઊભું કરવા માટે વિકલ્પોની સતત ખોજ કરીએ છીએ. અમે હાલ અમારા તમામ બિઝનેસીસમાં અનેક હાઇ-ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છીએ. આનાથી અમારી કોસ્ટ લીડરશિપમાં વધુ પ્રદાન મળશે જ્યારે ઓપરેટિંગ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે. આ લેવલર્સ અમારી એબિટાને વાર્ષિક 7.5 અબજ ડોલરના નિર્ધારિત લક્ષ્યાંક તરફ આગળ લઈ જવામાં મદદ કરશે.
તાત્કાલિક પૂરા થવા જઈ રહેલા મહત્વના કેટલાક પ્રોજેક્ટ્સમાં લાંજીગઢ એલ્યુમિનિયમ ફેસિલિટી ખાતે રિફાઇનરીનું વિસ્તરણ (જેનાથી તેની ક્ષમતા વર્ષે 2 મિલિયન ટનથી 5 મિલિયન ટન થશે), બાલ્કો ખાતે વાર્ષિક 1 મિલિયન ટનનું વિસ્તરણ, 2.2 ગિગાવોટ્સની કુલ ક્ષમતા સાથે એથેના અને મીનાક્ષી પાવર પ્લાન્ટ્સ સ્થાપવા, જેનાથી કોમર્શિયલ પાવરનો પોર્ટફોલિયો 5 ગિગાવોટ થશે, 5,00,000 ટન એમઆઈસી પૂરા પાડવા માટે ગેમ્સબર્ગ ઝિંક ફેસિલિટી ખાતે ક્ષમતા વિસ્તરણ અને વર્ષે 5,00,000 ટનની ક્ષમતા સાથે ભારતના સૌથી મોટા ફેરસ-એલોય ઉત્પાદક બનવાનો સમાવેશ થાય છે.
ડિમર્જર સેક્ટર-કેન્દ્રિત સ્વતંત્ર બિઝનેસ સાથે ગ્રુપના કોર્પોરેટ સ્ટ્રક્ચરને સરળ બનાવે તેવી સંભાવના છે. આ દરેક બિઝનેસ વૈશ્વિક સ્તરના છે જેથી બોર્ડે ડિમર્જર કરવાનો નિર્ણય લીધો હતો. અમે એસેટ ઓનરશિપ અને આંત્રપ્રિન્યોરશિપ માઇન્સટેડ ઊભું કરવા માંગીએ છીએ જેથી દરેક કંપની તેનો પોતાનો વૃદ્ધિનો માર્ગ નિર્ધારિત કરે. ડિમર્જરથી સોવરેન વેલ્થ ફંડડ્સ, રિટેલ ઇન્વેસ્ટર્સ અને વ્યૂહાત્મક રોકાણકારો સહિતના વૈશ્વિક રોકાણકારોને સંબંધિત પ્યોર-પ્લે કંપનીઓમાં રોકાણ કરવાની તકો મળશે. લિસ્ટેડ અને સ્વ-ચાલિત મેનેજમેન્ટ ટીમ સાથે ડિમર્જરથી દરેક વ્યક્તિગત યુનિટને પોતાનો વ્યૂહાત્મક એજન્ડા આગળ વધારવા માટે વધુ સ્વતંત્રતા મળશે અને તે ગ્રાહકો, ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ અને માર્કેટ સાથે વધુ સારી રીતે તાલ મિલાવી શકશે, એમ વેદાંતાએ તેના ડિમર્જર જાહેરાતમાં જણાવ્યું હતું.
વિકાસ પ્રોજેક્ટ્સ અને પહેલ પર થઈ રહેલું કામ વાર્ષિક એબિટા પર તેના મહત્વાકાંક્ષી ગાઇડન્સ પર વેદાંતા લિમિટેડે લીધેલા પગલાં દર્શાવે છે જે નજીકના ગાળામાં 7.5 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. ગ્રુપે નાણાંકીય વર્ષ 2025માં 6 અબજ ડોલરની એબિટા માટે ગાઇડન્સ આપ્યું છે જે વાર્ષિક ધોરણે લગભગ 35 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.