દર્શના ઠક્કર:
આજની મહિલાઓ માત્ર સંસાર સંભાળનાર નથી, પરંતુ અર્થતંત્રના વિકાસમાં એક મહત્વપૂર્ણ હિસ્સેદાર બની રહી છે. ગુજરાત, જે ઉદ્યોગસાહસિકતાની ધરતી છે, ત્યાં મહિલા ઉદ્યોગસાહસિકોની ભૂમિકા ધીરે-ધીરે મજબૂત બની રહી છે. પરંતુ ગુજરાતમાં, જ્યાં ઉદ્યોગસાહસિકતા પરિવાર અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી છે, ત્યાં મહિલાઓ માટે સફળતાના માર્ગ પર અનેક પડકારો છે. જો આપણે ગુજરાતની મહિલાઓ માટે ઉદ્યોગસાહસિકતાને વેગ આપવો હોય, તો આપણે સ્વીકાર, પ્રશંસા અને સહકાર દ્વારા તેને વેગ આપવો પડશે.
ગુજરાતમાં મહિલાઓ માટે ઉદ્યોગસાહસિકતાના મુખ્ય ક્ષેત્રો
ટ્રેડિશનલ ઉદ્યોગ ક્ષેત્રો
-
- હસ્તકલા અને હેન્ડલૂમ: સૌરાષ્ટ્ર અને કચ્છની મહિલા ઉદ્યોગસાહસિકો ભારતીય અને વૈશ્વિક બજારમાં પોતાના ઉત્પાદનો પહોંચાડતી થઇ છે.
- ખાદ્ય ઉદ્યોગ (FMCG & Home-made products): ફરસાણ, મીઠાઈ, પૅકેજ્ડ ખાદ્યપદાર્થો અને હોમમેડ પિકલ્સ અને મસાલા ગુજરાતમાં મહિલાઓ માટે એક મોટો ઉદ્યોગ બની રહ્યો છે.
- ફેશન અને ટેક્સટાઇલ: સૂરત અને અમદાવાદની મહિલાઓ કપડાં અને ડિઝાઈનિંગ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
- બ્યુટી અને વેલનેસ ઉદ્યોગ: સેલૂન, સ્પા, અને હોલિસ્ટિક હેલ્થ કેર ગુજરાતમાં મહિલાઓ માટે ઝડપથી વિકસતો વ્યવસાય છે.
- એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટ: ટ્યુશન ક્લાસ, સ્કીલ ટ્રેનિંગ સેન્ટર અને ડીજીટલ એજ્યુકેશન સ્ટાર્ટઅપ
- ચાર્ટર્ડ એકાઉન્ટિંગ (CA), ડોક્ટર, શિક્ષણ ક્ષેત્ર અને કાયદા: મહિલાઓ 40% થી વધુ હિસ્સો ધરાવે છે

નોન ટ્રેડિશનલ ઉદ્યોગ ક્ષેત્રો
-
- મેન્યુફેક્ચરિંગ અને ઓટોમેશન: અમુક મહિલાઓ મશીન ટૂલ અને ઓટોમેશન ઉદ્યોગમાં પ્રવેશી રહી છે.
- ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ: ગુજરાતમાં 100+ મહિલાઓએ SaaS, AI અને Fintech સ્ટાર્ટઅપ્સ શરુ કર્યા છે.
- ઇ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગ: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, ઇ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગમાં 2,500+ મહિલા ઉદ્યોગસાહસિકો
ગુજરાતી મહિલાઓના ઉદ્યોગસાહસિક બનવાના મુખ્ય પડકારો
ગુજરાતમાં MSME ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન લગભગ 12-14% જેટલું છે અને રાજ્યમાં કુલ રજીસ્ટર થયેલા7 લાખ MSMEમાંથી 42,000+ MSME એકમો મહિલાઓ દ્વારા સંચાલિત છે. ગુજરાતમાં વાર્ષિક વેંચાણ ધરાવતા ટોપ 500 MSME માં 35 થી વધુ કંપનીઓ મહિલા ઉદ્યમીઓ ચલાવે છે. જ્યારે મહિલાઓ ઉદ્યોગસાહસિક બની રહી છે, ત્યારે હજુ પણ કેટલીક મૂળભૂત મુશ્કેલીઓ છે જે “Accelerate Action” થીમ અંતર્ગત ઉકેલવી જરૂરી છે.
પરિવાર અને સમાજ દ્વારા સંપૂર્ણ સ્વીકારનો અભાવ
-
- ઘણાં પરિવારો હજુ પણ વ્યવસાયમાં પુત્રને પ્રાથમિકતા આપે છે, જ્યારે દીકરીઓ પર મર્યાદાઓ હોય છે.
- ખાસ કરીને મહિલાઓ માટે નેતૃત્વ સંભાળવાનું હજી પણ પડકારરૂપ છે.
વિત્તીય અને નાણાકીય સાહસ મેળવવામાં મુશ્કેલી
-
- માત્ર 5% મહિલા ઉદ્યોગસાહસિકો તેમના વ્યવસાય માટે બેંક લોન અથવા ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત કરી શકે છે.

માર્ગદર્શન અને મેંટરશીપનો અભાવ
-
- મહિલાઓ માટે ઉદ્યોગસાહસિકતા કઈ રીતે શરૂ કરવી, તેનો માર્ગદર્શન મળતું નથી.
- ખાસ કરીને ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગમાં મહિલાઓ માટે મેન્ટરશીપ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પારિવારિક વ્યવસાયમાં મહિલાઓનું નેતૃત્વ હજી પણ ઓછી માત્રામાં જોવા મળે છે
-
- પારંપરિક ગુજરાતી ઉદ્યોગ પરિવારોમાં પુત્રો નેતૃત્વ સંભાળે છે, જ્યારે મહિલાઓ પાછળ રહે છે.
- હવે કેટલાક પરિવારો વહુઓ અને દીકરીઓને પણ બિઝનેસમાં સાથે લઈ રહ્યા છે, પણ હજી પણ આ બદલાવ ધીરો છે.
શું “Accelerate Action” થીમ હેઠળ સમાધાન છે?
મહિલા ઉદ્યોગસાહસિકો માટે જરૂરી સુધારા
વધુ સક્ષમ નીતિઓ અને સહકાર:
-
- MSME માટે ખાસ મહિલા ઉદ્યોગસાહસિકો માટે સ્કીમ્સ અને ઇન્સેન્ટિવ્સ વધારવા જોઈએ.
વધુ મેન્ટરશીપ અને નેટવર્કિંગ:
-
- ઉદ્યોગસાહસિક મહિલાઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ અને નેતૃત્વ તાલીમ (Leadership Training) જરૂરી છે.
- ઉદ્યોગમાં ટકી રહેવા માટે મહિલા ઉદ્યોગસાહસિકોને વધુ સારો માર્ગદર્શન મળશે તો પ્રગતિ ઝડપી થશે.
પરિવાર વ્યવસાયમાં મહિલાઓ માટે નેતૃત્વ અભિયાન:
-
- ટોચના ઉદ્યોગ પરિવારો મહિલાઓને દાયિત્વ સોંપી રહ્યા છે, પણ આ પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધવી જોઈએ.
ગુજરાતની મહિલાઓ માટે તકો ખુલ્લી છે!
ગુજરાતની મહિલાઓ આજે ઉદ્યોગસાહસિકતાના નવા શિખરો સર કરી રહી છે, પરંતુ વધુ સ્વીકાર અને સહકાર જરૂર છે. વડીલો, પરિવારો, ઉદ્યોગ સંગઠનો અને સરકાર તમામે મળીને મહિલાઓ માટે એક મજબૂત વ્યવસાયિક ઇકોસિસ્ટમ બનાવવી પડશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની “Accelerate Action” થીમ મુજબ, હવે સમય આવ્યો છે કે મહિલાઓને વધુ મજબૂત બનાવાય, તેમને ઉદ્યોગ જગતમાં સ્વીકૃતિ મળી રહે અને પરિવાર વ્યવસાયમાં નેતૃત્વ માટે સહકાર મળે. આજના યુગમાં, મહિલાઓએ માત્ર ભાગીદારી જ નહીં, પણ ઉદ્યોગસાહસિકતામાં આગવું સ્થાન મેળવું જોઈએ – વધુ બહાદુરીથી, વધુ નેતૃત્વ સાથે અને વધુ ટેકનિકલ કુશળતા સાથે!
(લેખિકા દર્શના ઠક્કર WICCI (Women’s Indian Chamber of Commerce & Industry)માં ઉદ્યોગસાહસિક વિકાસ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ, ભારત સરકારના મહિલા ઉદ્યોગસાહસિક પ્લેટફોર્મ (WEP) ખાતે માર્ગદર્શક અને ગુજરાત સરકારના CED ખાતે માર્ગદર્શક અને જ્યુરી તેમજ MSME ટ્રાન્સફોર્મેશન નિષ્ણાત અને ટ્રાન્સફોર્મેશન – ધ સ્ટ્રેટજી હબના સ્થાપક છે.)
