બિઝનેસ ખબરી, અમદાવાદ:
ઝાયડસ લાઇફસાયન્સિસે સધર્ન હેમિસ્ફિયર 2025માં ઉપયોગ માટે ક્વોડ્રિવેલેન્ટ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ વેક્સિનના WHO દ્વારા ભલામણ કરાયેલા કમ્પોઝિશન મુજબ ભારતમાં સિઝનનું પહેલું ફ્લુ પ્રોટેક્શન લોન્ચ કર્યું છે. કંપનીની ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન VaxiFlu-4 A/Victoria/4897/2022 (H1N1)pdm09 જેવા વાઇરસ, A/Croatia/10136RV/2023 (H3N2) જેવા વાઇરસ, B/Austria/1359417/2021 (B/Victoria lineage) જેવા વાઇરસ, B/Phuket/3073/2013 (B/Yamagata lineage) જેવા વાઇરસ સામે સુરક્ષા પૂરી પાડશે.
ઇન્ફ્લુએન્ઝા એ અને ઇન્ફ્લુએન્ઝા બી બંનેના સ્ટ્રેનને આવરી લઇને ક્વોડ્રિવેલેન્ટ વેક્સિન, વેક્સિન મિસમેચના જોખમને નોંધપાત્ર ઘટાડે છે તથા વ્યાપક સુરક્ષા પૂરી પાડે છે. આ વેક્સિનને સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી (સીડીએલ)એ માન્યતા આપી છે. VaxiFlu-4 નું માર્કેટિંગ ઝાયડસ વેક્સિકેર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં વેક્સિન ટેક્નોલોજી સેન્ટર (વીટીસી) ખાતે વિકસાવવામાં આવેલી ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન સુરક્ષિત તથા અસરકારક વેક્સિનના સંશોધન, વિકાસ અને ઉત્પાદનમાં પુરવાર થયેલી ક્ષમતાઓ ધરાવે છે.
ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે “પ્રિવેન્ટિવ્સ એ વિકસિત અને વિકસતા દેશો બંને માટે જાહેર આરોગ્યની ચાવી છે અને વેક્સિન જીવનની ગુણવત્તાને વધારવાની સંભાવના ધરાવે છે. ભારતમાં હેલ્થકેરના પડકારોને દૂર કરે તેવી પોસાય તેવા દરની અને ઉચ્ચ ગુણવત્તાવાળી વેક્સિનની પહોંચની તાતી જરૂરિયાત છે. VaxiFlu-4 જેવી વેક્સિન્સ સાથે અમે વાર્ષિક રસીકરણ થકી અને ફ્લુના પ્રકોપને અટકાવીને જાહેર આરોગ્યની ચિંતાઓને દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.”
ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં દર વર્ષે અને સમયાંતરે ફેલાતા હોવાના લીધે તેના પર નિયંત્રણ લાદવું મોટો જાહેર આરોગ્ય પડકાર બની ગયો છે. ફ્લુ અને તેની સંભવિત ગંભીર અસરોને અટકાવવા માટે દર વર્ષે ઇન્ફ્લુએન્ઝા (ફ્લુ)નું રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે. ઇન્ફ્લુએન્ઝા એ ઇન્ફ્લુએન્ઝા વાઇરસના લીધે થતી ચેપી શ્વસનની બીમારી છે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રસરે છે. ખાંસી આવવાથી કે છીંક ખાવાથી હવામાં બનતા શ્વસનના ટીપાં દ્વારા અથવા ચેપી સપાટી કે વ્યક્તિ સાથી સીધા સંપર્કમાં આવવાના લીધે આ બીમારી થાય છે. તે ગંભીર કહી શકાય તેવી બીમારીઓ ઊભી કરી શકે છે અને ઘણીવાર તેના લીધે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. મૃત્યુના બનાવો મોટાભાગે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, વૃદ્ધો અને ઇમ્યુનોસપ્રેસિવ તથા ગંભીર તબીબી સ્થિતિ ધરાવતા લોકો જેવા વધુ જોખમો ધરાવતા સમૂહોમાં જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના મતે સિઝનલ ઇન્ફ્લુએન્ઝાના લીધે દર વર્ષે 2,90,000-6,50,000 લોકોના મૃત્યુ થાય છે.
